Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • ભારતમાં વધી રહેલા હાર્ટ એટેકના કેસ અંગે WHOના પૂર્વ ચીફ સાયન્ટિસ્ટનો ચોંકાવનારો ખુલાસો
  • INDIA

ભારતમાં વધી રહેલા હાર્ટ એટેકના કેસ અંગે WHOના પૂર્વ ચીફ સાયન્ટિસ્ટનો ચોંકાવનારો ખુલાસો

Real March 1, 2023
8w799n87
Spread the love

નવી દિલ્હી, તા. 01 માર્ચ 2023 બુધવાર

છેલ્લા અમુક મહિનાથી સોશિયલ મીડિયા પર ઘણા એવા વીડિયો વાયરલ થયા જેમાં લોકોને અચાનક હાર્ટ એટેક આવે છે અને તેમનુ મોત નીપજે છે. તાજેતરના દિવસોમાં ભારતમાં હાર્ટ એટેકના કેસમાં વધારો પણ જોવા મળ્યો છે, જોકે વૈશ્વિક સ્તરે પણ હાર્ટ એટેકના કેસ વધ્યા છે પરંતુ ભારતમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોએ લોકોની ચિંતા વધારી દીધી છે. વૃદ્ધોની સાથે-સાથે 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં પણ હાર્ટ એટેક જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

શું કહે છે WHOના પૂર્વ સાયન્ટિસ્ટ

ભારતમાં હાર્ટ એટેકના વધતા કેસ પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પૂર્વ ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને કહ્યુ છે કે ભારતમાં હાર્ટ એટેકના વધતા કેસનું કારણ કોરોના સંક્રમણ પણ હોઈ શકે છે. સૌમ્યા સ્વામીનાથને કહ્યુ કે કોવિડ સંક્રમણના કારણે હાર્ટ એટેક, ડાયાબિટીસ અને સ્ટ્રોકનું જોખમ વધી ગયુ છે.

જે લોકો કોરોના સંક્રમિત થયા તેમનામાં હાર્ટ એટેકનું જોખમ વધુ

સૌમ્યા સ્વામીનાથન અનુસાર કોરોના મહામારી બાદ લોકોમાં કાર્ડિયક અરેસ્ટના કેસ વધારે જોવા મળી રહ્યા છે. કોવિડની વેક્સિન લગાવવાથી લોકોમાં પણ હાર્ટ એટેકનું જોખમ વધુ છે. જે લોકો કોવિડ સંક્રમિત થઈને સાજા થઈ ચૂક્યા છે તેમના શરીરની ઈમ્યુનિટી ઘણી ઓછી હોય છે અને દરમિયાન ડાયાબિટીસ કે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.

અમુક સંશોધનમાં પણ એ ખુલાસો થઈ ચૂક્યો છે કે કોરોના સંક્રમણના કારણે ડાયાબિટીસના નવા દર્દીઓની સંખ્યા પણ વધી છે. કોવિડ-19 સંક્રમણના કારણે લોકોના હાર્ટના મસલ્સમાં સોજાની સમસ્યા પણ જોવા મળી છે. જેનાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. જેમને પહેલા કોઈ હૃદય રોગ રહ્યો નથી તે લોકોમાં પણ હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધી ગયુ છે.

 

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ગુજરાતના પુરુષોમાં બ્રેસ્ટ સર્જરીનો શૉકિંગ વધારો:નાકથી લઈને બોટોક્સ, રાજ્યમાં સ્ત્રીઓ કરતાં પુરુષો કોસ્મેટિક સર્જરી વધુ કરાવે છે, જાણો કઈ સર્જરી પર કેટલો ખર્ચ કરે છે
Next: ચીનને જડબાતોડ જવાબ! અરુણાચલ પ્રદેશમાં સૌથી મોટા હાઈડ્રોપાવર પ્રોજેક્ટને મંજૂરી

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.