
નવી દિલ્હી, તા. 01 માર્ચ 2023 બુધવાર
ડિસેમ્બર 2022થી અત્યાર સુધી અમેરિકાના પૂર્વી તટ પર 23 વ્હેલ માછલી મૃત અવસ્થામાં મળી. 12 તો માત્ર ન્યૂયોર્ક અને ન્યૂજર્સીના કિનારા પર મળી. છેલ્લા એક અઠવાડિયામાં જ 3 વ્હેલ માછલીઓ મૃત મળી. પહેલા ગંભીર રીતે જોખમમાં હાજર નોર્થ એટલાન્ટિક રાઈટ વ્હેલ જે વર્જીનિયા કિનારે મળી. પછી એક હંપબેક વ્હેલ જે ન્યૂજર્સીના કિનારે મળી. જે બાદ એક મિંકે વ્હેલ ન્યૂયોર્ક સિટીના રોકઅવે પેનિનસુલા કિનારે મળી.
નેશનલ ઓશિએનિક એન્ડ એટમોસ્ફિયરિક એડમિનિસ્ટ્રેશન અનુસાર આ વ્હેલ માછલીઓના મોતથી અમેરિકી સરકાર અને અમેરિકી વૈજ્ઞાનિક પરેશાન થઈ ગયા છે. ગયા સોમવારે કોસ્ટ ગાર્ડે ન્યૂયોર્ક અને ન્યૂજર્સી વચ્ચે વહેતા એમ્બ્રોસ શિપિંગ ચેનલમાં એક મૃત વ્હેલને જોઈ. તેમણે બે ટીમ મોકલી. તપાસ બાદ જાણવા મળ્યુ કે આ હંપબેક વ્હેલ છે પરંતુ એ ખબર ના પડી કે મોત કેવી રીતે થયુ.
વૈજ્ઞાનિક આની પાછળ ખૂબ જ વિચિત્ર કારણ જણાવી રહ્યા છે. 1985 સુધી હંપબેક વ્હેલ્સનો શિકાર કરવો અમેરિકામાં કાયદેસર હતો જેથી એટલાન્ટિક મહાસાગર અને હડસન નદીની શાખાઓને સાફ કરી શકાય કેમ કે આમની વસતી ખૂબ વધી ગઈ હતી. જેમ-જેમ ક્લાઈમેટ ચેન્જ થતુ ગયુ. ગ્લોબલ વોર્મિંગ વધતુ ગયુ. વ્હેલ અને તેમની શિકાર માછલીઓ વિસ્થાપિત થતી ગઈ. આ કિનારાની ખૂબ જ નજીક આવીને ફરવા લાગી.
કોવિડ બાદ ન્યૂયોર્ક-ન્યૂજર્સીમાં થયુ આ પરિવર્તન
ત્રણ વર્ષ પહેલા આવેલી કોવિડ મહામારી. બધુ જ બંધ થઈ ગયુ. લોકડાઉન લાગુ થયુ. ઓનલાઈન શોપિંગની ડિમાન્ડ વધી. આ માંગણી પૂરી કરવા માટે ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં શિપિંગ પોર્ટ બનાવવામાં આવ્યા જેથી કાર્ગો જહાજોની અવર-જવર સરળ થઈ. જેથી સામાનની સપ્લાય વધારે ઝડપથી પૂરી કરવામાં આવી શકે. હવે આ શિપિંગ પોર્ટ દેશના સૌથી વ્યસ્ત બંદર બની ગયા છે. જ્યાં મોટા-મોટા માલવાહક જહાજ પણ આવે છે જેથી સપ્લાય ચેન પ્રભાવિત ના થાય.
જહાજો અને વ્હેલ વચ્ચે અથડામણ
બંદર બનવાથી જહાજોની અવર-જવર વધી તો તેમાંથી નીકળતુ ભોજન વગેરે વ્હેલ માછલીઓ માટે આકર્ષણ બની ગયુ. એમ્બ્રોસ શિપિંગ ચેનલમાં વ્હેલ માછલીઓનું પ્રમાણ વધી ગયુ. એક રિસર્ચ ગ્રૂપના ડાયરેક્ટરે જણાવ્યુ કે આ ચેનલમાં વ્હેલ રહે છે. ત્યારે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે વ્હેલ જહાજ સાથે ના ટકરાય પરંતુ એવુ થતુ નથી. અથડામણ થઈ જ જાય છે.
સમુદ્રમાં થઈ રહેલા નિર્માણકાર્યોથી પણ થઈ રહી છે તકલીફ
આ સિવાય મેસાચ્યુસેટ્સથી લઈને વર્જીનિયા સુધી સમુદ્રમાં વિંડ ફાર્મ એટલે કે પવનચક્કી લગાવવામાં આવી રહી છે. આને લગાવવા દરમિયાન પણ જહાજોની અવર-જવર વધી જાય છે. વિંડ ફાર્મનો વિરોધ કરનાર કહે છે કે આને બનાવનારી કંપનીઓ જે ટેકનિકથી સમુદ્રનો નક્શો બનાવે છે તેનાથી વ્હેલ માછલીઓને દિશાભ્રમ થાય છે. જેના કારણે તેઓ કિનારાની નજીક આવી જાય છે જહાજો સાથે અથડાય છે અને તેમનુ મોત નીપજે છે.