Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • 40 સેકન્ડમાં રૂ. 11 લાખ ભરેલી બેગની ઉઠાંતરી:સુરતમાં વેપારીને ઈનોવા કારમાંથી ઓઇલ પડતું હોવાનું કહી નજર ચૂકવી,
  • GUJARAT

40 સેકન્ડમાં રૂ. 11 લાખ ભરેલી બેગની ઉઠાંતરી:સુરતમાં વેપારીને ઈનોવા કારમાંથી ઓઇલ પડતું હોવાનું કહી નજર ચૂકવી,

Real March 1, 2023
vosgatyb
Spread the love

સુરતના પુણામાં ધોળા દિવસે ભરચક ટ્રાફિક સાથેના વિસ્તારમાંથી મંડપના કાપડના વેપારી સાથે 11.70 લાખ રૂપિયા ભરેલી બેગ ચોરી થઈ હોવાની ઘટના બનવા પામી છે. વેપારી અને તેના પુત્રની નજર ચૂકવી તેને વાતમાં રાખી કારમાં મૂકેલી બેગ અજાણ્યા ગઠિયાઓ સેરવી ફરાર થઈ ગયા છે. ગાડીમાંથી ઓઇલ પડતું હોવાનું કઈ વેપારીને ગાડીમાંથી ઉતાર્યા હતા અને ત્યારબાદ પાછળથી એક ગઠીયો આવી કારમાં મૂકેલી બેગ લઈ બાઈક પર ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસે વેપારીની ફરિયાદને આધારે ગુનો નોંધી તમામ ગઠિયાઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ગઠિયાઓ લાખોના રૂપિયાની બેગ લઈ ફરાર
સુરતમાં ફરી એક વખત ધોળે દિવસે ભરચક ટ્રાફિક વિસ્તારમાંથી બિન્દાસ ચોરીને અંજામ આપતી ઘટના પ્રકાશમાં આવી છે. આ પ્રકારની ઘટનાઓ દ્વારા તસ્કરો જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ ઘટનાઓને અંજામ આપે છે. ફરી સુરતના પુણા વિસ્તારમાંથી કાપડના વેપારી પાસેથી અજાણ્યા ગઠિયાઓ રૂપિયા 11.70 લાખ રૂપિયા લઇ ફરાર થઈ ગયા છે. સુરતના વેસુ કેનાલ રોડ પર રહેતા 32 વર્ષીય સુરેશકુમાર મોતીલાલ બગ્રેચા પુણા સ્થિત આઈમાતા પાસે આવેલા રઘુવીર બીઝનેસ એમ્પાયરમાં મંડપના કાપડનો વેપાર કરે છે. ગતરોજ તેઓ તેમના પિતા સાથે ઘરેથી દુકાને જવા માટે નીકળ્યા હતા. ત્યારે 11.70 લાખની રોકડ બેંકમાં ભરવા માટે બેગમાં મૂકી તે બેગ કારની પાછળની સીટ પર મૂકી હતી.

વેપારી ગઠિયાઓના ઇસરા સમજી ન શક્યા
સુરેશભાઈ અને તેમના પિતા અધરસ્તે પર્વત પાટિયા કબુતર સર્કલ પાસે ઉભા રહ્યા હતા. દુકાનના કામ માટે તેઓ સ્ટેશનરી લેવા ઉભા હતા અને તેઓએ ત્યાં કાર પાર્ક કરી હતી. દરમ્યાન સુરેશભાઈ કારમાં બેઠા હતા જ્યારે તેઓના પિતા સ્ટેશનરી લેવા ગયા હતા. આ સમયે એક બાદ એક એમ બે 20થી 22 વર્ષના યુવકોએ ગાડીના બોનેટ સામે ઈશારો કર્યો હતો. પરંતુ સુરેશભાઈએ ધ્યાન આપ્યું ન હતું. અને તેમના આ ઈશારાના ઇરાદાઓને તેઓ સમજી શક્યા ન હતા.

ગઠીયાએ ગાડીના બોનેટ પર ઓઇલ પડ્યું હોવાનું કહી વેપારીની નજર ચૂકવી
સુરેશભાઈના પિતાજી સ્ટેશનરી લઈને આવ્યા હતા અને તેઓએ સ્ટેશનરી ગાડીમાં મૂકી હતી તે સમયે એક ત્રીજા ઇસમે સુરેશભાઈના પિતાને બોનેટ પર ઓઈલ પડ્યું હોવાની વાત કરી હતી. જેથી સુરેશભાઈના પિતાએ બોનેટ ચેક કરવાનું કહેતા તેઓ ગાડીમાંથી ઉતરી ચેક કર્યું હતું. જ્યાં બોનેટના નીચેના ભાગે ઓઈલ પડેલું હતું. જેથી તેઓએ ગાડીના આગળનું બોનેટ ખોલીને ચેક કર્યું હતું. જેમાં ગાડીમાંથી ઓઈલ પડતું ન હતું અને તેઓએ બોનેટ બંધ કર્યું હતું. જેથી તેઓના પિતાને શંકા જતા તેઓએ ગાડીમાં રહેલી બેગ ચેક કરવાનું કહેતા સુરેશભાઈએ જોયું તો ગાડીમાં 11.70 લાખ રૂપિયા ભરેલી બેગ ન હતી. જેથી તેઓ ચોંકી ઉઠ્યા હતા અને આ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી.

ગઠીયાઓની ચોરી સીસીટીવીમાં કેદ
પુણા વિસ્તારમાંથી ત્રણ જેટલા ગઠિયાઓએ ચાલાકીપૂર્વક મંડપના કાપડના વેપારી સાથે કરેલી લાખોના રૂપિયા ભરેલી બેગની ચોરીની તમામ કરતૂત નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ સીસીટીવીમાં ગઠિયાઓ દ્વારા ગાડીની રેકી કરવામાં આવી ત્યારબાદ વેપારીનું ધ્યાન આકર્ષિત કર્યા બાદ નજર ચૂકવીને સિફતાઈપૂર્વક ત્રીજો વ્યક્તિ કારમાંથી બેગ લઈ ફરાર થઈ જાય છે. તે તમામ કરતૂત નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેમાં વેપારી ગાડીનું બોનેટ ખોલે છે ત્યારે એક યુવક પાછળનો દરવાજો ખોલીને બેગ લઈ બીજો વ્યક્તિ બાઈક ઉપર આવીને તેને લઈ ફરાર થઈ જાય છે તે તમામ દ્રશ્ય સીસીટીવીમાં કેદ થયા હતા.

પોલીસે ગઠિયાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા
કાપડના વેપારીને પોતાની સાથે થયેલી ચોરી અંગેની જાણ થતા જ તેઓ ચોંકી ઉઠ્યા હતા અને ચિંતામાં મુકાયા હતા. વેપારીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. વેપારીની ફરિયાદને આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. વેપારીની ફરિયાદ મુજબ પોલીસને ઘટના સ્થળેથી સીસીટીવી પણ મળ્યા હતા. જેને આધારે પોલીસે ચોરીની ફરિયાદ નોંધી ગઠિયાઓને પકડવા જુદી જુદી ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સમુદ્ર કિનારે મૃત અવસ્થામાં મળી રહી છે વ્હેલ માછલીઓ: કારણ છે ચોંકાવનારુ
Next: ગુજરાત અને ગુવાહાટી હાઈકોર્ટમાં જજો માટે કોલેજિયમે કરી 8 નામોની ભલામણ, આ રહી યાદી

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.