
છેલ્લા ચાર સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં 15 અબજ ડોલરથી વધુનો ઘટાડો નોંધાયો
10 ફેબ્રુઆરીએ વિદેશી મુદ્રા ભંડારમાં 8.31 અબજ ડોલરનો ઘટાડો થયો હતો, જે 11 મહિનામાં સૌથી મોટો ઘટાડો હતો
ભારતીય રિઝર્વ બેંકે વિદેશી મુદ્રા ભંડારના ડેટા જાહેર કર્યા છે, જેમાં જોવા મળી રહ્યું છે કે ચોથા સપ્તાહે દેશના વિદેશી મુદ્રા ભંડારમાં સતત ઘટાડો નોંધાયો છે. 24 ફેબ્રુઆરી 2023ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 325 મિલિયન ડોલર ઘટીને હવે 560 બિલિયન ડોલર જ રહ્યું છે. છેલ્લા ચાર સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં 15 અબજ ડોલરથી વધુનો ઘટાડો નોંધાયો છે. ઓક્ટોબર 2021માં વિદેશી મુદ્રા ભંડાર 645 બિલિયન ડોલરના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયો હતો. જોકે હવે તેમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.
વિદેશી મુદ્રામાં ચાર સપ્તાહમાં આટલા કરોડ ડોલરનો ઘટાડો નોંધાયો
RBI દ્વારા રજૂ થયેલા આંકડા અનુસાર 24 ફેબ્રુઆરી 2023 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 325 મિલિયન ડોલર ઘટાડો નોંધાયો છે. જે બાદ હવે વિદેશી મુદ્રા ભંડાર 560.94 બિલિયન ડોલર જ રહ્યું છે. જ્યારે તેના અગાઉના સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 561.27 બિલિયન ડોલર રહ્યું હતું. છેલ્લા ચાર સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં લગભગ 15 અબજ ડોલરનો ઘટાડો થયો છે. 10 ફેબ્રુઆરીએ વિદેશી મુદ્રા ભંડારમાં 8.31 અબજ ડોલરનો ઘટાડો થયો હતો, જે 11 મહિનામાં સૌથી મોટો ઘટાડો હતો.