Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • સુરતમાં રસ્તા પર થૂંકતા પહેલાં સાવધાન:પાન-માવા, ગૂટકા ખાઈ પીચકારી મારનારા 18 હજાર લોકો પાસેથી સવા બે લાખનો દંડ વસૂલાયો
  • GUJARAT

સુરતમાં રસ્તા પર થૂંકતા પહેલાં સાવધાન:પાન-માવા, ગૂટકા ખાઈ પીચકારી મારનારા 18 હજાર લોકો પાસેથી સવા બે લાખનો દંડ વસૂલાયો

Real March 15, 2023
iud0tec4
Spread the love

સુરત શહેરને સ્વચ્છતામાં નંબર 1 લાવવા માટે મનપાએ હવે કમર કસી છે. જાહેરમાં થૂંકીને તેમજ જાહેરમાં કચરો ફેંકતા લોકો સામે કડક કાર્યવાહી શરુ કરવામાં આવી છે. આજદિન સુધીમાં મનપાએ શહેરમાં જાહેરમાં થૂંકતા તેમજ ગંદકી કરતા 18 હજાર લોકો પાસેથી સવા બે લાખનો દંડ પણ વસુલ્યો છે.

જાહેરમાં ગંદકી કરનારાઓને દંડ
જાહેરમાં થૂંકીને શહેરમાં ગંદકી કરનારાઓ સામે સુરત મનપા હવે કડકાઈ દાખવશે. શહેરમાં જ્યાં ને ત્યાં ગંદકી કરતા અને થૂંકતા લોકો સામે કડક નજર રાખવા માટે કેમેરાની મદદથી લોકોને દંડ કરવામાં આવી રહ્યો છે. હાલ શહેરમાં 2600 જેટલા કેમેરા થકી મનપા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી સમયમાં વધુ 700 જેટલા કેમેરા ઇન્સ્ટોલ કરીને આ કાર્યવાહી વધુ સઘન બનાવવાશે. તેમજ આગામી 1 લી એપ્રિલથી મનપા દ્વારા શહેરમાં ગમે ત્યાં થૂંક્નારાઓ સામે કડક રીતે દંડની કામગીરી અમલમાં મુકશે. આજદિન સુધી મનપાએ જાહેરમાં થૂંક્નારા તેમજ ગંદકી કરનારા 18 હજાર લોકો પાસેથી સવા બે લાખનો દંડ વસુલ્યો છે. આવા લોકોના વીડિયો સાથે ઝોન કક્ષાએ મોકલીને આરોગ્ય વિભાગ દ્વારા આવા લોકોને ઝડપીને તેમની પાસેથી સવા બે લાખનો દંડ વસુલ કરાયો છે.

પાલિકા દ્વારા સ્થળ પર પણ દંડ કરવાની કામગીરી કરવામાં આવે છે.

સ્વચ્છતા સર્વેક્ષણમાં માટે કડકાઈ
સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત મહાનગર પાલિકાએ બીજા ક્રમે હેટ્રિક કરી છે. સુરત અન્ય શહેરો કરતા સ્વચ્છ હોવા છતાં કેટલાક બેજવાબદાર લોકોના કારણે પહેલા નબર પર આવી શકતું નથી. શહેરમાં સૌથી મોટું દુષણ નદી પરના ફ્લાય ઓવર બ્રીજ પર પાન મસાલાની પિચકારીની ગંદકીનું છે ત્યારે આરટીઓ સાથે સંકલન કરીને ગંદકી કરનારા વાહનના નબરના આધારે ઓળખ કરીને ઘરે જઈને 500 રૂપિયાનો દંડ પણ વસુલ કરાશે. આગામી 1 એપ્રિલથી ગંદકી કરનારા સામે કડક કર્યાહી કરવામાં આવશે.

આરટીઓની મદદ લઈને પણ દંડ કરવામાં આવશે.

આરટીઓની મદદ લઈને પણ કાર્યવાહી થશે: મેયર
મેયર હેમાલીબેન બોઘવાલાએ જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત, સ્વચ્છ સુરત અભિયાન હેઠળ નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે તેમજ શહેરના જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે પણ આ પહેલ કરવામાં આવી છે. વિશેષ કરીને જાહેરમાં થૂંકતા અને જાહેરમાં ગંદકી કરતા લોકો સામે કાર્યવાહી કરવા મનપા અને પોલીસ સાથે સંકલન કરીને શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરા થકી દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ 1 લી એપ્રીલથી આરટીઓ સાથે સંકલન કરીને વાહનના નબરના આધારે ઓળખ કરીને ઈ-મેમો ફટકારવામાં આવશે. હાલમાં 18 હજારથી વધુ લોકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી શહેરને સ્વચ્છતામાં નંબર વન બનાવવા માટે છે. મને આશા છે કે, આગામી સમયમાં આ આંકડો ઘટશે અને લોકો શહેરને સ્વચ્છતામાં નંબર 1 બનાવવામાં સહકાર આપશે.

Continue Reading

Previous: કોર્ટની તારીખે જ ખેલાયો ખૂની ખેલ:ભરણપોષણ માટે કેસ લડી રહેલી પત્ની પર પતિએ ગોળીઓ વરસાવી, થોડો જીવ બાકી હતો તો શરીર પર એક્ટિવા ફેરવી દીધું
Next: ઓપરેટીંગ ખર્ચ વધુ હોવાથી સી-પ્લેન બંધ કર્યાનું સરકારે સ્વીકાર્યુ, કહ્યું જલ્દી ફરી શરુ કરીશું

Related Stories

WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.