Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • કોર્ટની તારીખે જ ખેલાયો ખૂની ખેલ:ભરણપોષણ માટે કેસ લડી રહેલી પત્ની પર પતિએ ગોળીઓ વરસાવી, થોડો જીવ બાકી હતો તો શરીર પર એક્ટિવા ફેરવી દીધું
  • INDIA

કોર્ટની તારીખે જ ખેલાયો ખૂની ખેલ:ભરણપોષણ માટે કેસ લડી રહેલી પત્ની પર પતિએ ગોળીઓ વરસાવી, થોડો જીવ બાકી હતો તો શરીર પર એક્ટિવા ફેરવી દીધું

Real March 15, 2023
o03k1dzj
Spread the love

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારનો બનાવ

નડિયાદ શહેરમાં પત્નીએ પતિ પર કરેલા ભરણપોષણના કેસનો ખાર રાખી પતિએ ફાયરિંગ કરી પત્નીની હત્યા નિપજાવતા ચકચાર મચી છે. ફાયરિંગ કર્યા બાદ પણ પતિ અટક્યો ન હતો અને જમીન પર ઢળી પડેલી પત્ની પર ક્રુરતાપૂર્વક એક્ટિવા ફેરવી દીધું હતું. આરોપી પોતાની ઓળખ ન થાય તે માટે હેલ્મેટ પહેરીને ગુનાને અંજામ આપવા આવ્યો હતો. જો કે, ભાગતી સમયે હેલ્મેટ પડી જતા આરોપી પતિની ઓળખ છતી થઈ ગઈ હતી. પોલીસે હાલ આરોપી પતિની શોધખોળ હાથ ધરી છે.

મૃતકે આરોપી પતિ સામે ભરણપોષણનો કેસ કર્યો હતો
આ બનાવની મળતી વિગત મુજબ નિમિષાબેન પરમાર દ્વારા તેમના પતિ રસિક પરમાર સામે ભરણપોષણનો કેસ કરવામાં આવ્યો હતો. આ કેસની આજે કોર્ટમાં તારીખ હતી. આ બાબતે જ ઉશ્કેરાઈને રસિક પરમારે નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલી નવરંગ ટાઉનશિપ પાસે જાહેરમાં જ નિમિષા પર ફાયરિંગ કરી હત્યા નિપજાવી હતી. ત્યારબાદ જમીન પર ઢળી પડેલી પત્ની પોતાના પાસે રહેલું એક્ટિવા ફેરવી દીધું હતું. ફાયરિંગનો અવાજ આવતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. ગુનાને અંજામ આપી આરોપી પતિ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

ઓળખ છુપાવવા આરોપીએ હેલ્મેટ પહેર્યું પણ…
પત્નીની હત્યા નિપજાવવા આવેલો આરોપી પતિ રસિક પરમાર પોતાની ઓળખ ન થાય તે માટે હેલ્મેટ પહેરીને ગુનાને અંજામ આપવા આવ્યો હતો. હેલ્મેટ પહેરીને જ રસિકે મૃતક પર ફાયરિંગ કર્યું હતું અને એક્ટિવા ચઢાવી દીધું હતું. જો કે, ગુનાને અંજામ આપી જ્યારે રસિક ભાગી રહ્યો હતો ત્યારે તેનું હેલ્મેટ નીકળી જતા સ્થાનિક લોકોએ તેને ઓળખી કાઢ્યો હતો.

મહિલાના પરિવારજનોમાં આક્રંદ છવાયો
નવરંગ ટાઉનશિપ વિસ્તારમાં ધોળે દિવસે હત્યાનો બનાવ બનતા લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. તો બીજી તરફ મહિલાનાં પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચતાં વાતાવરણમાં આક્રંદ છવાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપી પતિની શોધખોળ હાથ ધરી છે. હાલ આ સમગ્ર બનાવ મામલે નડિયાદ પશ્ચિમ પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં છે. અને મરણજનાર મહિલાની માતાની ફરિયાદના આધારે પોલીસ ફરિયાદ લેવાની કામગીરી હાથ ધરી છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: લોકશાહીનું ઉત્તમ ઉદાહરણ! બિહારમાં સત્તા પક્ષના સભ્યો નારાજ વિપક્ષને મનાવી ગૃહમાં લઈ આવ્યા
Next: સુરતમાં રસ્તા પર થૂંકતા પહેલાં સાવધાન:પાન-માવા, ગૂટકા ખાઈ પીચકારી મારનારા 18 હજાર લોકો પાસેથી સવા બે લાખનો દંડ વસૂલાયો

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.