Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • ઓપરેટીંગ ખર્ચ વધુ હોવાથી સી-પ્લેન બંધ કર્યાનું સરકારે સ્વીકાર્યુ, કહ્યું જલ્દી ફરી શરુ કરીશું
  • INDIA

ઓપરેટીંગ ખર્ચ વધુ હોવાથી સી-પ્લેન બંધ કર્યાનું સરકારે સ્વીકાર્યુ, કહ્યું જલ્દી ફરી શરુ કરીશું

Real March 16, 2023
1vn5mepf
Spread the love

ફોરેન રજિસ્ટ્રેશન એરક્રાફ્ટના કારણે ઓપરેશન મેઇન્ટેનન્સ મુશ્કેલ હોવાના કારણે સેવા બંધ કરાઈ

અગાઉ ભાજપના ધારાસભ્ય દર્શના બેને પણ સી પ્લેન અંગે સવાલ કર્યો હતો. ત્યારે સરકારે ફરી સેવા શરૂ કરવાની ખાતરી આપી હતી

ગાંધીનગર, 16 માર્ચ 2023 ગુરૂવાર

વિધાનસભામાં એક સપ્તાહ પહેલાં જ ભાજપના અસારવાના ધારસભ્ય દર્શનાબેને સી પ્લેન સેવા અંગે સવાલ કર્યો હતો. ત્યારે સરકારે જવાબમાં જણાવ્યું હતું કે,સી પ્લેન શરૂ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરાઈ છે. આ કાર્યવાહી પૂર્ણ થતાં જ ફરીથી આ સેવા શરૂ કરી દેવાશે. અગાઉના રૂટ પ્રમાણે જ સી પ્લેન સેવા શરૂ થશે. પરંતુ આજે ગૃહમાં સરકારે સી પ્લેન સેવા અંગે અલગ જ જવાબ આપ્યો છે. સરકારે કહ્યું છે કે આ સેવામાં પ્લેનનો ઓપરેટિંગ ખર્ચ ઊંચો હોવાથી સેવા બંધ કરવામાં આવી છે. સી પ્લેન પાછળ અત્યાર સુધીમાં સરકારે 13.15 કરોડ કરતાં વધુ ખર્ચ કર્યો હોવાનો સરકારે ગૃહમાં સ્વીકાર કર્યો હતો.

2021થી સી પ્લેન સેવા બંધ હોવાનું સરકારે કબૂલ્યું
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાના સવાલના જવાબમાં સરકારે કહ્યું હતું કે,અમદાવાદથી કેવડિયા સુધી 2020માં સી પ્લેન સેવા 13 કરોડ 15 લાખ 6 હજાર 737 રૂપિયાના ખર્ચે શરૂ કરાઈ હતી. ફોરેન રજિસ્ટ્રેશન એરક્રાફ્ટના કારણે ઓપરેશન મેઇન્ટેનન્સ મુશ્કેલ હોવાના કારણે સેવા બંધ હોવાની સરકારે ગૃહમાં કબૂલાત કરી છે. ઓપરેટરને ઓપરેટીંગ માટે ઉંચી કોસ્ટને કારણે નાણાંકીય કારણોસર 2021થી સી પ્લેન સેવા બંધ હોવાનું સરકારે કોંગ્રેસના ધારાસભ્યના સવાલનો જવાબ આપતાં કહ્યું હતું.

અગાઉ સી પ્લેન સેવા શરૂ કરવા સરકારે ખાતરી આપી હતી
અગાઉ પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ ટૂંક સમયમાં નવા રંગ રૂપ સાથે કેવડિયાથી અમદાવાદ સી પ્લેન સેવા શરૂ થશે તેવી ખાતરી આપી હતી. આ વખતે અન્ય રાજ્યોના અન્ય જળાશયોમાંથી કેવડિયા સી પ્લેન આવે તેવું આયોજન સરકાર કરી રહી છે એવું પણ કહ્યું હતું.  અગાઉ સરકારે જ ગૃહમાં કહ્યું હતું કે, સરકારે જવાબમાં જણાવ્યું હતું કે, સી પ્લેન શરૂ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરાઈ છે. આ કાર્યવાહી પૂર્ણ થતાં જ ફરીથી આ સેવા શરૂ કરી દેવાશે. અગાઉના રૂટ પ્રમાણે જ સી પ્લેન સેવા શરૂ થશે.

31 ઓક્ટોબર 2020ના રોજ સી પ્લેન સેવા શરૂ કરાઈ હતી
31 ઓક્ટોબર 2020ના રોજ વડાપ્રધાન મોદીએ કેવડિયાથી અમદાવાદ પહોંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સી પ્લેન સેવા શરૂ કરી હતી. જે શરૂઆતમાં 10 દિવસ ચાલ્યું અને એક મહિનાના ટૂંકા ગાળામાં મેન્ટેન્સ માટે માલદીવ્સ મોકલવામાં આવ્યું. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ વોટર એરોડ્રામ ધૂળ ખાઈ રહ્યું છે.સુરક્ષાકર્મીઓ બેસી રહ્યા છે.સી પ્લેન મેન્ટેનન્સ માટે માલદિવ્સ મોકલાયું ને હજી પરત ફર્યું નથી અને ક્યારે પરત આવશે તે પણ એક સવાલ છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતમાં રસ્તા પર થૂંકતા પહેલાં સાવધાન:પાન-માવા, ગૂટકા ખાઈ પીચકારી મારનારા 18 હજાર લોકો પાસેથી સવા બે લાખનો દંડ વસૂલાયો
Next: ટ્રાન્સપોર્ટેશનની સુવિધા:સુરતીઓને માં અંબાના દર્શન કરવા સરળ બનશે, ST વિભાગ દ્વારા સુરત-અંબાજી બસ સેવા શરૂ કરવામાં આવી

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • સ્ટેજ.JPGસહકારથી સમૃદ્ધિ એ સૂત્ર નથી તેમાં આર્થિક વિકાસનું દર્શન છે. – કાનજી ભાલાળા
    In GUJARAT
  • WhatsApp Image 2026-10-29 at 7.00.11 PM (1)વરાછા બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી પરિષદમાં ડિરેક્ટર તરીકે નિમણૂક પામવા બદલ માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણીનું સન્માન
    In BUSINESS, GUJARAT
  • WhatsApp Image 2026-10-02 at 3.04.52 PMવરાછા કો-ઓપ. બેંક અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો
    In BUSINESS
  • WhatsApp Image 2026-07-18 at 6.46.10 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In BUSINESS
  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT

You may have missed

સ્ટેજ.JPG
  • GUJARAT

સહકારથી સમૃદ્ધિ એ સૂત્ર નથી તેમાં આર્થિક વિકાસનું દર્શન છે. – કાનજી ભાલાળા

Real October 29, 2026
WhatsApp Image 2026-10-29 at 7.00.11 PM (1)
  • BUSINESS
  • GUJARAT

વરાછા બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી પરિષદમાં ડિરેક્ટર તરીકે નિમણૂક પામવા બદલ માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણીનું સન્માન

Real October 29, 2026
WhatsApp Image 2026-10-02 at 3.04.52 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંક અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો

Real October 2, 2026
WhatsApp Image 2026-07-18 at 6.46.10 PM
  • BUSINESS

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real July 19, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.