
મોઘવારી ભથ્થાનો લાભ 1 જાન્યુઆરી 2023થી લાગુ કરી દેવામા આવ્યો છે
નવી દિલ્હી તા. 25 માર્ચ 2023, શનિવાર
કેન્દ્રિય કર્મચારીઓ માટે ખૂશીના સમાચાર આવ્યા છે. નવા પગાર વધારાથી કર્મચારીઓને ભથ્થામાં 4 ટકાથી મોટો ફાયદો થયો છે. કેન્દ્ર સરકાર તમારા ખાતામાં મોટી રકમ જમા કરવાની છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા (DA) માં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મોંઘવારી ભથ્થામાં 38 ટકાથી વધારીને 42 ટકા કરવામાં આવ્યું છે
જેમાં મોંઘવારી ભથ્થામાં 38 ટકાથી વધારીને 42 ટકા કરવામાં આવ્યું છે. એટલે સરકારે નવો 4%નો વધારો કર્યો છે જે જાન્યુઆરી 2023 થી લાગુ કરવામાં આવ્યો છે. આ પહેલા પણ ગત જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરવામાં આવ્યો હતો.
કેટલા કર્માચારીઓને મળશે તેનો લાભ
કેન્દ્ર સરકારના આ નિર્ણયથી 47.58 લાખ કર્મચારીઓને લાભ મળશે અને 69.76 લાખ પેન્સનર્સને લાભ મળશે, એટલે કે 1 કરોડથી વધારે લોકોને આનો લાભ મળશે. સરકાર તરફથી આ મોઘવારી ભથ્થાનો લાભ 1 જાન્યુઆરી 2023થી લાગુ કરી દેવામા આવ્યો છે.
કેવી રીતે આ વધારાની ગણતરી કરવામાં આવશે
માની લો કે તમારો પગાર અત્યારે બેઝિક પગાર 23500 પ્રતિ મહિનાનો છે. અને જો તેમાં 38 ટકાનો વધારો કરવામાં આવે તો ડીએ 8930 રુપિયા મળશે. આજ રીતે જો 42 ટકાનો વધારો કરવામાં આવે તો 9870 રુપિયા વધારો મળશે. આવામાં કર્મચારીની કુલ સેલેરીમાં 940 રુપિયા પ્રતિ મહિને વધારે મળી શકશે. અને આ વધારો સમગ્ર વર્ષ માટે જોવા જઈએ તો વર્ષે 11980 રુપિયનો વધારો મળશે.