
પીએમ મોદીએ ભારતની વાસ્તુકળાને નષ્ટ કરી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારની ઉજ્જવલા યોજના અને બીજી પીએમ જનધન યોજનાઓથી લોકોને ઘણો લાભ થયો છે
નવી દિલ્હી, તા. 3 માર્ચ 2023, શુક્રવાર
આમ તો કોગ્રેસ નેતા રાહુલ ગાંધી મોદી સરકારની નીતિઓને લઈને સતત પ્રહાર કરતા રહે છે. પરંતુ છેલ્લા નવ વર્ષમાં કેન્દ્રમાં ભાજપાની સરકાર પર રાહલ ગાંધી નિશાન સાંધતા આવ્યા છે. પરંતુ આ વખતે બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમા એક કાર્યક્રમમાં ગયેલ રાહુલ ગાંધીએ મોદી સરકારના વખાણ કર્યા હતા. આ મુદ્દે રાહુલ ગાંધીએ મોદી સરકારની બે યોજનાને સારી ગણાવી વખાણ કર્યા હતા. આ બે યોજનામાં ઉજ્જવલા યોજના અને બીજી પીએમ જનધન યોજનાને સારી ગણાવી હતી.
પીએમ મોદીએ ભારતની વાસ્તુકળાને નષ્ટ કરી રહ્યા છે: રાહુલ ગાંધી
આ બાબતે બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીને એક વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યા હતો. જેમાં તેણે કહ્યુ હતુ કે શું તમે મોદી સરકારની એવી બે નીતિઓ બતાવી શકો કે જેનાથી લોકોને ફાયદો થયો હોય. આ વિશે રાહુલ ગાંધીએ જવાબ આપતા કહ્યું હતું કે મહિલાઓને ગેસના બાટલા આપવા અને પીએમ જનધન યોજના હેઠળ લોકોના બેંક એકાઉન્ટ ખોલાવવા આ બે સારી વાતો છે. પરંતુ એ પછી રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન તાકતા કહ્યુ હતુ કે મારા વિચાર મુજબ પીએમ મોદીએ ભારતની વાસ્તુકળાને નષ્ટ કરી રહ્યા છે. એટલા માટે હું બે-ત્રણ સારી નીતિઓ વિશે વધારે ચિંતામાં નથી. તે પોતાના વિચારો દેશ પર ઢોકી રહ્યા છે.
સરકારની ઉજ્જવલા યોજના અને બીજી પીએમ જનધન યોજનાઓથી લોકોને ઘણો લાભ થયો છે
તમને જણાવી દઈએ કે પીએમ જનધન યોજના અતર્ગત કેન્દ્ર સરકારે 30 કરોડથી વધારે બેંક એકાઉન્ટ ખોલાવ્યા છે. તેમજ ઉજ્જવલા યોજના અતર્ગત 11 લાખ મહિલાઓને એલપીજીના કનેકશન આપ્યા છે. એક રિપોર્ટ મુજબ મોદી સરકારની ગરીબોના હિતમાં ઉજ્જવલા યોજના અને બીજી પીએમ જનધન યોજનાઓથી લોકોને ઘણો લાભ મળ્યો છે.