Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • April
  • ખાલી કોન્ફરન્સ રૂમમાં બેસીને ક્લાઈમેટ ચેન્જ અંગે ચર્ચા કરવાથી કશુ થવાનું નથી : વડાપ્રધાન મોદી
  • INDIA

ખાલી કોન્ફરન્સ રૂમમાં બેસીને ક્લાઈમેટ ચેન્જ અંગે ચર્ચા કરવાથી કશુ થવાનું નથી : વડાપ્રધાન મોદી

Real April 15, 2023
c8840svh
Spread the love

PM મોદીએ ક્લાઈમેટ ચેન્જમાં મદદ કરનાર ભારતીય લોકોની પણ પ્રશંસા કરી હતી

PM મોદીએ કહ્યું જાગૃત લોકોની રોજિંદી ક્રિયાઓ પર્યાવરણ પર સકારાત્મક અસર કરશે

PM મોદીએ ‘હાઉ બિહેવિયરલ ચેન્જ કેન ટેકલ ક્લાઈમેટ ચેન્જ વિષય પર પોતાનો અભિપ્રાય રાખતા કહ્યું કે ખાલી કોન્ફરન્સ રૂમમાં બેસીને ક્લાઈમેટ ચેન્જ અંગે ચર્ચા કરવાથી કશુ થવાનું નથી. આ માટે દરેક ઘરના ડિનર ટેબલથી શરૂઆત કરવી પડશે.

PM મોદીએ વર્લ્ડ બેંકમાં લાઇફ દ્વારા આયોજિત ‘હાઉ બિહેવિયરલ ચેન્જ કેન ટેકલ ક્લાઈમેટ ચેન્જ’ વિષય પર વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચર્ચાને સંબોધતા કહ્યું કે જાગૃત લોકોની રોજિંદી ક્રિયાઓ પર્યાવરણ પર સકારાત્મક અસર કરશે. PM મોદીએ કહ્યું કે ક્લાઈમેટ ચેન્જ સામે લડવાની સૌથી શક્તિશાળી રીતોમાંની એક વર્તન પરિવર્તન છે જે દરેક ઘરથી શરૂ થવી જોઈએ. PM મોદીએ વધુમાં કહ્યું કે ક્લાઈમેટ ચેન્જ સામે માત્ર કોન્ફરન્સ રૂમના ટેબલ પરથી જ લડી શકાય નહીં પરંતુ દરેક ઘરમાં ડિનર ટેબલ પર જ લડવું પડશે. જ્યારે કોઈ વિચાર ચર્ચાના ટેબલ પરથી ડિનર ટેબલ પર થાય છે ત્યારે તે એક જન ચળવળ બની જાય છે.

વૈશ્વિક નેતાઓ એકસાથે આવવાના ફાયદા

PM મોદીએ કહ્યું કે વૈશ્વિક નેતાઓના એકસાથે આવવાથી નવા વિચારો, આંતરદૃષ્ટિ અને ઉકેલો સાથે આગળ વધવાના રસ્તા મળ્યા. તેઓ ઉર્જા, પર્યાવરણ અને આબોહવા ભવિષ્યમાં આવનારા મોટા પડકારોનો સામનો કરવામાં મદદરૂપ રહ્યા હતા. આ દરમિયાન PM મોદીએ ક્લાઈમેટ ચેન્જમાં મદદ કરનાર ભારતીય લોકોની પણ પ્રશંસા કરી હતી. PM મોદીએ કહ્યું કે ભારતના લોકોએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણું કર્યું છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ ચર્ચામાં સામેલ થયા

PMએ કોન્ફરન્સ દરમિયાન, ઉર્જા અને સંસાધનોના સમજદાર ઉપયોગ અને ભારતની વપરાશ પેટર્નને નિયંત્રિત કરવાથી આવતા ફેરફારોની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે આ પ્રયાસોથી 22 અબજ યુનિટથી વધુ ઊર્જાની બચત થશે. PMએ કહ્યું કે વિશ્વ બેંક જૂથ ક્લાયમેટ ફાઇનાન્સને 26 ટકાથી વધારીને 35 ટકા કરવા માંગે છે. વિશ્વ બેંકમાં લાઈફ દ્વારા આયોજિત ‘હાઉ બિહેવિયરલ ચેન્જ કેન ટેકલ ક્લાઈમેટ ચેન્જ’ વિષય પર વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા પેનલ ચર્ચા થઈ હતી. આ ચર્ચામાં ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ સામેલ થયા હતા.  સીતારમણે પેનલ ચર્ચા દરમિયાન ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને વેગ આપવા પર ભાર મૂક્યો હતો.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરત AAPમાં મોટું ભંગાણ:અરવિંદ ​​​​​​​કેજરીવાલને CBIનું તેડું આવ્યું ને સુરત AAPના 6 નગરસેવકે પીઠ બતાવી, ભાજપનો ખેસ ધારણ કર્યો, અત્યારસુધીમાં 10ની વિકેટ પડી
Next: કેન્દ્ર સરકારની ટીમ સ્માર્ટ સિટી માટે સુરતની મુલાકાતથી પ્રભાવિત થઈ

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.