
વિવિધ સામાજિક સંગઠનોના નામે લાખો-કરોડો ઉસેટી લેનાર કૌભાંડી કરૂણેશ અને તેની ટોળકીને અમરોલી પોલીસે મધ્યપ્રદેશના મનાવર પાસેથી દબોચી લીધા હતા. સુરતમાં થતા મોટા કાર્યક્રમોમાં પહેલી હરોળમાં બેસી દિગ્ગજ રાજનેતાઓની સાથે ફોટો પડાવીને લોકોમાં રોફ જમાવનાર કરૂણેશે પોલીસ મથકમાં જમીન ઉપર બેસીને નિવેદન લખાવ્યું હોવાનો ફોટો પણ વાઇરલ થયો હતો.
આ ટોળકીએ મોટા વરાછા એલીગન્ઝા હાઇટ્સ પાસે 57 લાખનો હિસાબ આપવો ન પડે તે માટે હિતેશ ગોયાણી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. ઉત્રાણ પોલીસ પાસે સપ્તાહ સુધી ચાલેલી તપાસ લઈને અમરોલી પોલીસને તપાસ સોંપતાની સાથે જ 24 કલાકમાં પોલીસને મધ્યપ્રદેશનું લોકેશન મળ્યું હતું.
અને પોલીસે મધ્યપ્રદેશથી કરૂણેશ રાણપરીયા, જીતુ સેલડીયા, રાજુ નાકરાણી, પ્રદિપ લખાણી અને ભરત ગોટીને પકડી પાડ્યા હતા. આ ટોળકી શરૂઆતમાં સાપુતારા ગઇ હતી, ત્યાં એક હોટેલમાં રોકાયા બાદ ત્યાંથી ભીમાશંકર, નાસીક અને બાદ મધ્યપ્રદેશ પહોંચ્યા હતા. અહીં તે એકથી બીજી જગ્યાએ આવ-જા કરતા હતા અને સાથે સાથે જીતુની સાઇટ ઉપર પણ રહેતા હોય ત્યાંથી
57 લાખનો હિસાબ નહીં આપનાર 5ની ધરપકડ
અમરોલી પોલીસ અને રાંદેર પોલીસની ટીમે શરૂઆતમાં તેજસ સંગઠનના પ્રમુખ હિતેશ ભીકડીયા અને કરૂણેશની પત્નીને પોલીસ મથકે બોલાવીને પુછપરછ શરૂ કરી હતી. જેમાં સહઆરોપી જીતુ સેલડીયાની એમપીના મનાવરમાં ચાલતી એક સાઇટ પર આંટાફેરા મારતા હોવાની માહિતીથી આ ટોળકી પકડાઈ છે.
હિતેશે શ્રમિકના નામે સીમ લઇ કરૂણેશને આપ્યું હતું
હિતેશ ભીકડીયાની પુછપરછ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે, હિતેશે સાગર નામના પોતાના એક એમ્બ્રોઇડરી વેપારીને ત્યાં કામ કરતા એક કારીગરના નામ ઉપર સીમકાર્ડ ખરીદ્યું હતું અને આ સીમકાર્ડ કરૂણેશને આપ્યું હતું. આ એક નંબર ઉપર હિતેશ અને કરૂણેશ સતત સંપર્કમાં રહેતા હતા. સુરતમાં પોલીસની કામગીરી અને અન્ય જગ્યાએ ચાલતી ચર્ચાઓને પણ હિતેશ કરૂણેશ સુધી પહોંચાડતો હોવાની વિગતો મળી છે.