Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • July
  • અમદાવાદમાં વરસાદમાં જીવના જોખમે બહાર નીકળજો, જમાલપુરમાં એક આધેડ ભૂવામાં ખાબક્યા
  • INDIA

અમદાવાદમાં વરસાદમાં જીવના જોખમે બહાર નીકળજો, જમાલપુરમાં એક આધેડ ભૂવામાં ખાબક્યા

Real July 10, 2023
w480pa0m
Spread the love

આધેડ ભુવામાં પડતાં જ છબછબિયા કરી તરીને કાંઠે આવ્યા ને બીજા યુવાને ખેંચીને બહાર કાઢી લીધા

જમાલપુર વિસ્તારમાંથી AMCનો હેવી ટ્રક રોડ પરથી પસાર થયો અને અચાનક જ ભુવો પડ્યો હતો

અમદાવાદઃ શહેર હવે સ્માર્ટસિટી નહીં પણ ભૂવા સિટી બની ગયું છે. શહેરમાં ચોમાસા પહેલાં જ ભૂવા પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. શહેરમાં છેલ્લા એક મહિનામાં 50થી વધુ જગ્યાએ ભુવા પડ્યા છે. જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ પાસે પડેલા ભૂવાને બેરીકેડ ન કરવામાં આવતા ભારે વરસાદના કારણે તેમાં પાણી ભરાઈ ગયું હતું. ચાલુ વરસાદમાં એક આધેડ ત્યાંથી પસાર થતા હતો અને સીધા ભૂવામાં ગરકાવ થઈ ગયા હતાં. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આધેડ ભુવામાં પડતાં જ છબછબિયા કરી તરીને કાંઠે આવ્યા અને બીજા યુવાને તેમને ખેંચીને બહાર કાઢી લીધા હતાં.

આધેડ સીધા જ ભૂવામાં ગરકાવ થઈ ગયા

તાજેતરમાં જમાલપુર વિસ્તારમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો હેવી ટ્રક રોડ પરથી પસાર થયો અને અચાનક જ ભુવો પડ્યો હતો. ટાયર ભુવામાં પડે તે પહેલા જ ટ્રક થોડી આગળ નીકળી ગઈ હતી. ભુવો પડતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને જાણ કરવામાં આવતા આસપાસ બેરીકેટ મારી દેવામાં આવ્યા છે અને કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભુવો પડ્યા બાદ ત્યાં સમાર કામગીરી કરવામાં આવી હતી. પરંતુ જે બેરીકેટ લગાવવા જોઈએ તે લગાવવામાં આવ્યા નહોતા. શનિવારે ભારે વરસાદ પડ્યો હતો જેમાં રોડ ઉપર તેમજ ભુવામાં પાણી ભરાઈ ગયું હતું. પાણી ભરાવવાના કારણે ભૂવો ઢંકાઈ ગયો હતો અને એક યુવક ત્યાંથી પસાર થયો હતો અને સીધો ભુવામાં ગરકાવ થઈ ગયો હતો.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: જોખમી સ્કૂલ રિક્ષાની સવારીનો વીડિયો વાઇરલ:સુરતમાં ઘેટા-બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડ્યા, રિક્ષા હાલક-ડોલક થતી દેખાઇ, રૂપિયા કમાવવાની લાલચમાં ચાલકે માસૂમોના જીવ જોખમમાં મૂક્યા
Next: મકાન ધરાશાયી થતાં ઈજા પામેલા લોકો પાસે SVP હોસ્પિટલે સારવાર માટેના પૈસા માંગ્યા, વિપક્ષનો હંગામો

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.