Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • July
  • અમરનાથ યાત્રામાં ગુજરાતીઓ ફસાયા, હેલિકોપ્ટરથી રેસ્ક્યૂની માગ:વડોદરાના 20 અને સુરતના 10 યાત્રાળુ 3 દિવસથી ટેન્ટમાં કેદ, કપડાં-ગાદલાં સહિતનો સામાન પલળતાં હાલત કફોડી
  • INDIA

અમરનાથ યાત્રામાં ગુજરાતીઓ ફસાયા, હેલિકોપ્ટરથી રેસ્ક્યૂની માગ:વડોદરાના 20 અને સુરતના 10 યાત્રાળુ 3 દિવસથી ટેન્ટમાં કેદ, કપડાં-ગાદલાં સહિતનો સામાન પલળતાં હાલત કફોડી

Real July 8, 2023
sjzdiwhv
Spread the love

ગુજરાતથી અમરનાથ યાત્રાએ ગયેલા વડોદરા અને સુરતના યાત્રાળુઓ અધવચ્ચે ખરાબ વાતાવરણને કારણે ફસાયા છે. સુરતના 10 યાત્રાળુઓ ટેન્ટમાં છેલ્લા ત્રણ દિવસથી ફસાયા છે. ખરાબ હવામાનને કારણે હાલ યાત્રા થંભાવી દેવામાં આવી છે. ત્યારે યાત્રામાં ઉપર પહોંચેલા યાત્રાળુઓને ટેન્ટમાં રોકી દેવામાં આવ્યા છે. જેમાં ગુજરાતમાંથી 10 સુરતના અને 20 વડોદરાના યાત્રાળુ ત્રણ દિવસથી ટેન્ટમાં ફસાયા છે. બરફ અને વરસાદ પડવાને કારણે તેઓના કપડાં, ગાદલાં અને ગોદડાં પણ પલળી ગયાં છે. ત્યારે યાત્રાળુએ વીડિયો બનાવી તેઓને ત્યાંથી બહાર કાઢવા ગુજરાત સરકારને આજીજી કરી છે.

અમરનાથમાં સુરતના યાત્રાળુ ફસાયા
હાલમાં અમરનાથની યાત્રા શરૂ થઇ ગઈ છે અને દર વર્ષે ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ અમરનાથ યાત્રાએ દર્શન કરવા જતા હોય છે. જોકે, હાલમાં અમરનાથની ચાલુ યાત્રામાં ખરાબ વાતાવરણ સર્જાયું છે. જેને લઈને યાત્રાએ ગયેલા યાત્રાળુઓ ફસાયા છે. સુરતમાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં અમરનાથ યાત્રાએ શ્રદ્ધાળુઓ જાય છે. ત્યારે હાલ અમરનાથમાં ખરાબ વાતાવરણમાં વડોદરાના 20 અને સુરતના 10 યાત્રાળુઓ યાત્રામાં અધવચ્ચે ફસાયા છે.

યાત્રાળુઓએ વીડિયો બનાવી આપવીતી જણાવી
અમરનાથની ચાલુ યાત્રાએ હાલ છેલ્લા ચારથી પાંચ દિવસથી સતત બરફ પડી રહ્યો છે અને વરસાદ વરસી રહ્યો છે. આ પ્રકારના ખરાબ હવામાનને લઈ તંત્ર દ્વારા યાત્રાને થંભાવી દીધી છે અને યાત્રાળુઓને રસ્તામાં આવતા વિશ્રામ ટેન્ટમાં આશ્રય આપી દેવામાં આવ્યો છે. આ દરમિયાન મધ્ય યાત્રાએ ગુજરાતના ફસાયેલા 30 યાત્રાળુઓએ વીડિયો બનાવી આપવીતી જણાવી રહ્યા છે. 30 યાત્રાળુઓમાંથી 10 સુરતના અને 20 વડોદરાના છે. જેમાંથી સુરતના યાત્રાળુએ વીડિયો બનાવી ત્યાંની પરિસ્થિતિની આપવીતી જણાવતા કહ્યું હતું કે, યાત્રામાં ખરાબ વાતાવરણને કારણે સતત બરફ અને વરસાદ પડી રહ્યો છે. અમને રાખવામાં આવેલા તમામ ટેન્ટ પણ પલળી ગયા છે. અમે જે ટેન્ટમાં રહીએ છીએ, તેમાં ગાદલાં ગોદડાં પણ પલળી ગયાં છે અને ખૂબ જ ભયંકર ઠંડી લાગી રહી છે. પહેરવામાં આવેલા ગરમ વસ્ત્રો પણ હવે તો પલળવા લાગ્યાં છે. અમે સતત છેલ્લા ત્રણ દિવસથી આવી પરિસ્થિતિમાં દિવસ પસાર કરી રહ્યા છીએ.

સુરતના યાત્રાળુએ વીડિયોમાં બહાર કાઢવા આજીજી કરી
અમરનાથથી ફસાયેલા ગુજરાતના યાત્રાળુઓમાંથી સુરતના યાત્રાળુએ વીડિયોમાં તેમને ત્યાંથી સહી સલામત બહાર કાઢવા ગુજરાત સરકારને આજીજી કરી રહ્યા છે. સુરતના યાત્રાળુઓ જણાવી રહ્યા છે કે ફસાયેલા યાત્રામાં 20 વડોદરાના છે અને 10 સુરતના છે. જેમાંથી એક 14 વર્ષની છોકરી પણ છે. આ ઉપરાંત વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ખૂબ જ ઠંડી લાગવાને કારણે અને ગરમ વસ્તુઓ પલળવાથી યાત્રામાં આવેલી મહિલાઓ પણ બીમાર પડવા લાગી છે. યાત્રાળુએ બનાવેલા વીડિયોમાં મહિલાને જલદીથી હેલિકોપ્ટર મારફતે બહાર કાઢવા સ્થાનિક તંત્ર અને ગુજરાત સરકારને આજીજી કરી રહી છે.

તંત્ર સાથે સંપર્ક કરીને જલદીથી બહાર કઢાશે: મેયર
આ અંગે સુરતના મેયર હેમાલીબેન બોઘવાલાએ જણાવ્યું હતું કે અમરનાથ યાત્રાએ તમામ શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે ત્યાં લાખો લોકો દર્શન માટે જતા હોય છે. અમરનાથ યાત્રાનો પ્રથમ તબક્કો શરૂ થયો છે. ત્યારે ત્યાં ખૂબ જ ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે ગુજરાતના થોડા યાત્રીઓ ત્યાં ફસાયા છે. સુરતના પણ યાત્રીઓ ફસાયા છે. ફસાયેલા યાત્રી અંગેની અમને માહિતી મળી છે. અમે સ્થાનિક તંત્ર સાથે સંપર્ક પણ કરી રહ્યા છીએ. ગુજરાત સરકાર દ્વારા પણ સતત અમરનાથના સ્થાનિક તંત્ર સાથે સંપર્ક કરીને માહિતી મેળવી રહ્યું છે. ખૂબ જ ઝડપથી ત્યાનું સ્થાનિક વહીવટીતંત્ર તમામને બહાર કાઢવા માટે મદદ કરી રહ્યું છે. આ સાથે વધુ જરૂર પડશે તો ગુજરાત સરકાર દ્વારા પણ આ તમામ યાત્રાળુઓને સહી સલામત પરત લાવવા માટે કામે લાગી જશે.

 

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ગુજરાત ATSએ કચ્છના યુવકને દબોચ્યો:BSFના પ્યૂનને પાકિસ્તાની યુવતીએ પ્રેમમાં ફસાવ્યો, એટલો લાચાર કર્યો કે ભારતની માહિતી ISIના હેન્ડલર સુધી પહોંચાડી, 1 માહિતી-ફોટોગ્રાફ્સના 25 હજાર લેતો
Next: કચ્છ-સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ:લખપતનો પુનઃરાજપર ડેમ ઓવરફ્લો, અનેક નદીઓ ગાંડીતૂર, સવા પાંચ ઇંચથી જામનગર પાણી પાણી

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.