Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • July
  • ચંદ્રયાન-3ની આબેહૂબ રંગોળી:સુરતની આઠ મહિલાઓએ બનાવી 13X7 ફૂટની પ્રતિકૃતિ, 10 વર્ષની બાળાએ બે દિવસ શાળામાં રજા રાખી
  • TECH

ચંદ્રયાન-3ની આબેહૂબ રંગોળી:સુરતની આઠ મહિલાઓએ બનાવી 13X7 ફૂટની પ્રતિકૃતિ, 10 વર્ષની બાળાએ બે દિવસ શાળામાં રજા રાખી

Real July 9, 2023
p64z0tk7
Spread the love

આગામી 14 જુલાઈના રોજ ભારત વધુ એક ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. ઈસરો દ્વારા ચંદ્રયાન-3નું લોન્ચિંગ કરવામાં આવશે. જેને લઇને સુરતમાં ચંદ્રયાન-3ની આબેહૂબ રંગોળી બનાવવામાં આવી છે. આ રંગોળી 8 મહિલાઓ દ્વારા બનાવવામાં આવી છે. જેમાં સૌથી નાની ઉંમર માત્ર 10 વર્ષની બાળકી બે દિવસ સ્કૂલમાં રજા રાખી જોડાઈ હતી.

આઠ મહિલાઓએ 13X7 ફૂટની રંગોળી બનાવી
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) 14 જુલાઈએ ચંદ્રયાન-3 લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. જેથી ઈસરોના ચંદ્રયાન-3 ઉપર વિશ્વભરની નજર છે. ત્યારે સુરતમાં પણ આ લોંચિંગને બિરદાવવા માટે અંજલિ આર્ટની 8 મહિલાઓ દ્વારા 13X7 ફૂટની ચંદ્રયાન-3ની રંગોળી બનાવવામાં આવી છે. જેને બનાવવામાં 24 કલાક જેટલો સમય લાગ્યો હતો.

14 જુલાઇએ ચંદ્રયાન-3 લોન્ચ કરવામાં આવશે
અંજલિ આર્ટના અંજલીબેન સાલુંકેએ જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3ની રંગોળી બનાવી છે. ચંદ્રયાન-3 14 જુલાઈએ 2.30 કલાકે લોન્ચ થવાનું છે. ચંદ્રયાન-2 પણ સફળ જ કહેવાય કેમ કે, અહીંથી ગયા બાદ ત્યાં કંઈ પ્રોબ્લેમ થયો હતો. હવે એ પ્રોબ્લેમ સુધારી ઈસરો દ્વારા ચંદ્રયાન-3 લોન્ચ કરવામાં આવશે. જેથી અમે વિચાર્યું કે લોકો સુધી આ પહોંચાડવું જોઈએ. જેથી આ રંગોળી બનાવી છે.

રંગોળી 24 કલાકમાં પૂર્ણ કરી
વધુમાં જણાવ્યું હતું કે, આ રંગોળી બનાવી લોકોને જાણ કરવા ઈચ્છીએ છીએ કે, ચંદ્રયાન-3 લોન્ચ થવા જઈ રહ્યું છે. આ રંગોળીમાં અંજલિ આર્ટના ક્લાસની આઠ મહિલાઓ જોડાયેલી છે. આ રંગોળી બાવવાની કામગીરી ગઈ કાલે શરૂ કરી હતી. જે 24 કલાકમાં પૂર્ણ કરી દીધી છે.

10 વર્ષની બાળાએ સ્કૂલમાં રજા પાડી રંગોળી બનાવી
વધુમાં જણાવ્યું હતું કે, આ રંગોળી બનાવવમાં એક 10 વર્ષની બાળા પણ જોડાઈ છે. દ્રીશા પ્રજાપતિ ધોરણ 4માં અભ્યાસ કરી રહી છે. અંજલિ આર્ટમાં શીખી રહી છે. આ ચંદ્રયાન-3ની રંગોળીમાં બહુ સારી કામગીરી કરી છે. તે રંગોળી સહિતની ખૂબ જ સારી બનાવી લેશે. તેણી ભણવામાં ખૂબ જ હોશિયાર છે તેને સ્કૂલમાંથી રજા પણ આપવાના આવે છે. આ રંગોળી બનાવવા માટે તેણે બે દિવસની રજા રાખી હતી.

રંગાળીમાં 7 કિલો વિવિધ કલરનો ઉપયોગ
આ રંગોળી બનાવવામાં 8 મહિલાઓ જોડાયેલી હતી. જેમાં દ્રીશા પ્રજાપતિ, ભ્રાંતિ પ્રજાપતિ, અંજલિ સાલુંકે, ફાલ્ગુની પ્રજાપતિ, શયમી કોઠારી, નિરાલી જોશી, મનીષાબેન અને વિભૂતિ પટેલનો સમાવેશ થાય છે. આ રંગોળીમાં અંદાજે 6થી 7 કિલો જેટલા વિવિધ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: શું ભેસ્તાન આવાસમાં ભીનું સંકેલાયું?:સુરતમાં ઝૂંપડાઓ દૂર કરી લોકોને ફાળવવામાં આવેલા આવાસ ગણતરીના વર્ષોમાં જ જર્જરીત, AAP કોર્પોરેટરની તપાસ રિપોર્ટ જાહેર કરવા માગ
Next: મોંઘાં ટામેટાં ચોરના ધ્યાને ચડ્યાં:લ્યો બોલો… દૂધ, બટાટા બાદ ટામેટાં ચોરાયા, સુરતની કાપોદ્રા શાકભાજી માર્કેટમાંથી 150 કિલો ટામેટાંની ચોરી કરતો તસ્કર CCTVમાં કેદ

Related Stories

WhatsApp Image 2024-05-30 at 5.12.08 PM
  • GUJARAT
  • TECH

માણસ આઈ.ટી ક્રાંતિની સાથે બદલાશે નહિ, તો તે અભણ ગણાશે. – થર્સ-ડે થોટ્

Real May 30, 2024
5
  • AZAB-GAZAB
  • GUJARAT
  • TECH

પૈસા, પદ કે પ્રતિષ્ઠા કરતા ચારિત્ર વધુ મુલ્યવાન છે. – કાનજીભાઈ ભાલાળા થર્સ-ડે થોટ્સ

Real December 14, 2023
xf3q9ecd
  • TECH

નશાકારક દવા વેચાણ કરનાર પર તવાઈ:ઉધનામાં ગેરકાયદે નશાકારક સીરપનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોર પર પોલીસે ડમી ગ્રાહક મોકલી ઝડપી પાડયો, 250 સીરપ બોટલો કબ્જે કરી

Real August 7, 2023

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.