સ્કૂલો શરૂ થતાની સાથે જ બાળકો સ્કૂલ રિક્ષા અને વેનમાં જતા નજરે પડે છે. રિક્ષાઓની અંદર જ્યાં માત્ર ત્રણથી ચાર બાળકો બેસી શકે છે તેવી રિક્ષામાં આઠથી નવ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે. જે નિયમ વિરુદ્ધ છે છતાં પણ તેની સામે કાયદેસરની કાર્યવાહી થતી નથી. આવો જ એક જોખમી સ્કૂલ રિક્ષાની સવારીનો વીડિયો સુરતમાં વાઇરલ થયો છે. જેમાં ઘેટા-બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે અને રિક્ષા ડોલતી હોય તેમ દેખાઇ છે. રિક્ષાચાલક રૂપિયા કમાવવાની લાલચમાં માસૂમોના જીવ જોખમમાં મૂક્યાની ચર્ચા લોકોમાં ઊઠી છે.
સુરતના ચોક બજાર વિસ્તારનો વીડિયો વાઇરલ
જોખમી સ્કૂલ રિક્ષાની સવારીનો આ વીડિયો સુરતના ચોક બજાર વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. જેમાં રિક્ષાચાલક દ્વારા સ્કૂલના બાળકોને ઘેટા-બકરાની માફક ભરી ભરીને લઈ જતો નજરે પડ્યો છે. આવી રિક્ષાઓ જ્યારે પલટી ખાઈ જાય છે ત્યારે વિદ્યાર્થીઓના જીવનું જોખમ ઊભું થઈ જાય છે. પરંતુ રૂપિયા કમાવવાની લાલચમાં રિક્ષાચાલકો જે પ્રકારે વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડે છે તે આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે.