Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • July
  • અઠવાડિયાથી સ્થિર ડેમની સપાટીમાં વધારો:ઉકાઇ ડેમમાં 17 હજાર ક્યુસેક પાણીનો ઇન્ફલો, સપાટી વધીને 309.37 ફુટ પર પહોંચી
  • AZAB-GAZAB

અઠવાડિયાથી સ્થિર ડેમની સપાટીમાં વધારો:ઉકાઇ ડેમમાં 17 હજાર ક્યુસેક પાણીનો ઇન્ફલો, સપાટી વધીને 309.37 ફુટ પર પહોંચી

Real July 12, 2023
xld6ffwq
Spread the love

ઉકાઇ ડેમના કેચમેન્ટમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. જેમાં ઉકાઇમાં આજે ભારે વરસાદ નોંધાવાની સાથે જ ઉકાઇ ડેમમાં 17 હજાર ક્યુસેક પાણી ઇનફ્લો નોંધાયો છે. આ સાથે જ સપાટીમાં વધારો થઇને 309.37 ફુટ થઇ હતી.

અઠવાડિયાથી સતત ડેમની સપાટી 309.06 ફૂટે સ્થિર હતી
ચોમાસાના ચાર મહિના સુરતીઓની સતત નજર ઉકાઈ ડેમની સપાટી પર હોય છે. ઉકાઈ ડેમમાં અઠવાડિયા પહેલા બે દિવસ સુધી સતત પાણીની આવક થતા ડેમની સપાટીમાં પોણા ફૂટ સુધીનો વધા૨ો થયો હતો. ત્યારપછી અઠવાડિયાથી સતત ડેમની સપાટી 309.06 ફૂટે સ્થિર હતી. ડેમમાંથી પાણીની આવક અને જાવક પણ 600 ક્યુસેક હતી. પરંતુ બે દિવસથી ઉપરવાસમાં વરસાદ વરસતા પાણીની આવક શરૂ થઈ છે.

ઉકાઈ ડેમના કેચમેન્ટમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ
ઉકાઇ ડેમના કેચમેન્ટમાં આ વર્ષે મેઘરાજા હજુ ધીમા વરસી રહ્યા છે. જેના કારણે હજુ સુધી ઉકાઇ ડેમમાં જોઇએ તેટલી પાણીની આવક ઠલવાઇ નથી. દરમ્યાન ઉકાઇ ડેમના ઉકાઇથી લઇને ટેસ્કા સુધીના 51 રેઇનગેજ સ્ટેશનમા 24 કલાકમાં ટેસ્કામાં 4.5 ઈંચ, ઉકાઇમાં 3.5 ઈંચ, ચાંદપુરમાં 2 ઈંચ, નંદરબારમાં 1 ઈંચ સહિત 51 રેઇનગેજ સ્ટેશનમાં કુલ 640 મીમી અને સરેરાશ 0.5 ઈંચ વરસાદી પાણી પડયુ હતુ.

ઉકાઇ ડેમની સપાટીમાં વધારો થઈ 309.37 ફૂટ થઈ
આજે ઉકાઇ ડેમમાં ફરી પાછો વરસાદ થતા પાણીની આવકમાં વધારો થયો છે. હાલ ઉકાઇ ડેમમાં 17,178 કયુસેક પાણીની આવક છે અને આઉટ ફલો 600 ક્યુસેક રાખવામાં આવ્યો છે. સાત દિવસ બાદ ઉકાઇ ડેમની સપાટીમાં વધારો થઈ 309.37 ફૂટ થઈ છે. ઉકાઇ ડેમનું આજનું રૂલલેવલ 333 ફુટ છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: AAP નેતા મુલાકાતે ગયા ને ભાંડો ફૂટ્યો:સુરતની સ્મીમેર હોસ્પિટલમાં 2થી 8 ડિગ્રી સેલ્સિયસમાં મૂકવાની દવાઓ સ્ટોર રૂમમાં જોવા મળી; કોલ્ડ સ્ટોરેજ છે કે નહીં તેનાથી ચેરમેન જ અજાણ
Next: જય જવાન નાગરિક સમિતિ સુરત દ્વારા વિર જવાનના પરિવારને સન્માન સાથે સહાય અર્પણ કરવામાં આવી

Related Stories

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025
xhssi337
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક

Real April 6, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.