Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • July
  • ખોટા સિગ્નલ મળવાને કારણે લૂપ લાઈન પર ટ્રેન દોડી, બાલાસોર ટ્રેન દુર્ઘટના અંગે રેલ્વે રિપોર્ટમાં ઘટસ્ફોટ
  • GUJARAT

ખોટા સિગ્નલ મળવાને કારણે લૂપ લાઈન પર ટ્રેન દોડી, બાલાસોર ટ્રેન દુર્ઘટના અંગે રેલ્વે રિપોર્ટમાં ઘટસ્ફોટ

Real July 4, 2023
x0levjqx
Spread the love

તપાસ પંચે તપાસ રિપોર્ટ રેલવે મંત્રાલયને સોંપ્યો

રેલ્વે મંત્રાલય આ અહેવાલને સ્વીકારી અથવા નકારી પણ શકે

બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં 290 થી વધુ લોકોના મોત માટે જવાબદાર કોણ? તેના પર હાલના એક રીપોર્ટ દ્વારા પ્રકાશ પડે છે. આ અહેવાલમાં, રેલ્વે સુરક્ષા કમિશનએ જણાવ્યું હતું કે, સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગમાં અનેક સ્તરે ક્ષતિઓને કારણે ટ્રેન અકસ્માત થયો હતો. આ અંગે પંચે તપાસ રિપોર્ટ રેલવે મંત્રાલયને સોંપી દીધો છે.

રીપોર્ટમાં થયો મોટો ખુલાસો!

રિપોર્ટમાં જણાવ્યું છે કે, બે નબળા રિપેરિંગ કામ કે જે વર્ષ 2018માં અને દુર્ઘટનાના થોડા કલાકો પહેલા થયું હતું તેના કારણે કોરોમંડલ એક્સપ્રેસ અન્ય ટ્રેક પર માલગાડી સાથે અથડાઈ હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આવી જ ઘટના 16 મે 2022ના રોજ ખડગપુર રેલવે ડિવિઝન હેઠળના બંગાળના એક સ્ટેશન પર બની હતી. તે દરમિયાન ખોટા વાયરિંગને કારણે ટ્રેન અલગ રૂટ પર ગઈ હતી.

સિગ્નલિંગ સિસ્ટમમાં વારંવાર આવતી સમસ્યાઓના કારણે સર્જાઈ દુર્ઘટના

રિપોર્ટમાં જણાવાયું છે કે, જો સ્થાનિક સિગ્નલિંગ સિસ્ટમમાં વારંવાર આવતી સમસ્યાઓને દૂર કરવામાં આવી હોત તો 2 જૂનની ઘટનાને અટકાવી શકાઈ હોત. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું કે, કોરોમંડલ એક્સપ્રેસનો અકસ્માત અગાઉ કરવામાં આવેલા સિગ્નલિંગ સર્કિટમાં ખામીને કારણે થયો હતો. ખાસ વાત એ છે કે, રિપોર્ટમાં નોંધાયેલી માહિતી સીબીઆઈ તપાસમાં સામેલ કરવામાં આવશે. જો કે, એક હકીકત એ પણ છે કે રેલ્વે મંત્રાલય આ અહેવાલને સ્વીકારી અથવા નકારી પણ શકે છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: HDFC Merger : ભારતના ઈતિહાસનું સૌથી મોટું મર્જર, વિશ્વની ચોથી સૌથી મોટી બૅંક બનશે
Next: રાજકોટમાં 45 કિલોની રામાયણ:મૈસૂરના ચિત્રકારોએ 300 પ્રસંગ કેનવાસ પર કંડાર્યા, 2050 ઇટાલિયન પેજનો ઉપયોગ, 100 વર્ષનું આયુષ્ય, 360 ડીગ્રી ફરી શકે એવું વાંચન સ્ટેન્ડ

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.