Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • June
  • HDFC Merger : ભારતના ઈતિહાસનું સૌથી મોટું મર્જર, વિશ્વની ચોથી સૌથી મોટી બૅંક બનશે
  • Uncategorized

HDFC Merger : ભારતના ઈતિહાસનું સૌથી મોટું મર્જર, વિશ્વની ચોથી સૌથી મોટી બૅંક બનશે

Real June 30, 2023
nyx9w87t
Spread the love

આ બેંકની વેલ્યૂ 172 બિલિયન ડૉલરની આજુબાજુ રહેશે

1 જુલાઈથી HDFC બેંક અને HDFC વચ્ચે મર્જર અમલમાં આવશે

ભારતમાં સૌથી મોટી બેંકોમાં સામેલ HDFC બેન્ક લિમિટેડ અને હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્શ કોર્પ (HDFC) સાથે મર્જર કરવા જઈ રહી છે. આ વિલયની સાથે જ તે વિશ્વની મોસ્ટ વેલ્યુએબલ બેન્કોમાં સામેલ થઈ જશે. આવું પહેલીવાર બનશે. આ વિલયની સાથે જ અમેરિકા તથા ચીનની બેન્કો સામે એક નવો હરીફ બજારમાં આવશે જે ટોચના સ્થાનની નજીક પહોંચી હશે. 1 જુલાઈથી HDFC બેન્ક અને HDFC વચ્ચે મર્જર અમલમાં આવશે

માર્કેટ વેલ્યૂ મામલે વિશ્વની ચોથા ક્રમની સૌથી મોટી બેન્ક બની જશે 

HDFC  બેંક લિમિટેડ અને હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પના મર્જરની સાથે જ વિશ્વની ચોથા ક્રમની માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતી બેંક અસ્તિત્વમાં આવશે. જે જેપીમોર્ગન ચેઝ એન્ડ કંપની, ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઈના લિમિટેડ અને બેંક ઓફ અમેરિકા કોર્પ પછી ચોથા ક્રમે હશે. આ બેન્કની વેલ્યૂ 172 બિલિયન ડૉલરની આજુબાજુ રહેશે.

1 જુલાઈથી મર્જર અમલી બનશે 

આ બંને જાયન્ટસ વચ્ચે 1 જુલાઈથી મર્જર અમલી બનશે અને તેની સાથે 120 મિલિયન કસ્ટમર ધરાવતી નવી HDFC બેન્ક અસ્તિત્વમાં આવશે. આ કસ્ટમરની સંખ્યા જર્મનીની વસતી કરતાં પણ વધુ હશે. તેની સાથે બેંકની શાખાઓની સંખ્યા 8300ને વટાવી જશે અને તેના કર્મચારીઓની સંખ્યા પણ 177000ને સ્પર્શી જશે.

માર્કેટ કેપિટલાઈઝેશન મામલે ભારતની ધૂરંધર બેંકો પણ થઈ જશે પાછળ 

આ મર્જરની સાથે જ ભારતની સૌથી મોટી બેંકોમાં સામેલ એસબીઆઈ અને ICICI બેન્ક પણ માર્કેટ કેપિટલ મામલે HDFCથી પાછળ થઈ જશે. હાલમાં એસબીઆઈ અને ICICIની માર્કેટ કેપ અનુક્રમે 62 બિલિયન અને 79 બિલિયન ડૉલરની આજુબાજુ છે.

વિશ્વની સૌથી મોટી બેન્કોની યાદી પર એક નજર … 

બેંકનું નામ  
માર્કેટ કેપ 
જેપી મોર્ગન ચેઝ
416.5
ICBC
228.3
બેંક ઓફ અમેરિકા
227.7
મર્જર બાદ HDFC
171.8
એગ્રીકલ્ચરલ બેન્ક ઓફ ચાઇના
168.9
ચાઈના કન્સ્ટ્રક્શન બેન્ક
162.8
HSBC
156.6
વેલ્સ ફારગો
156.2
બેંક ઓફ ચાઇના
147.3
મોર્ગન સ્ટેનલી
144.2

(નોંધ | માર્કેટ વેલ્યૂના આંકડા બિલિયન ડૉલરમાં)

 

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સવજી ધોળકિયાની હીરા કંપનીમાં આગ:સુરતમાં ઇચ્છાપોરમાં હરેકૃષ્ણ એક્સપોર્ટ કંપનીમાં ત્રીજા માળે આગ લાગતા અફડાતફડી, ફર્નિચર-કોમ્પ્યુટર સહિતનું બળીને ખાખ
Next: ખોટા સિગ્નલ મળવાને કારણે લૂપ લાઈન પર ટ્રેન દોડી, બાલાસોર ટ્રેન દુર્ઘટના અંગે રેલ્વે રિપોર્ટમાં ઘટસ્ફોટ

Related Stories

the Varachha Co-op. Bank surat
  • Uncategorized

વરાછા બેંક દ્વારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ સભ્યો માટે ગુડ ગવર્નન્સ વિષય ઉપર ગોવા ખાતે સેમિનારનું આયોજન કરાયું

Real September 5, 2024
hon9s2vd
  • GUJARAT
  • Uncategorized

માસુરતના જાહેર રોડ વચ્ચે માથાકૂટ:અમરોલી બ્રિજ પર સિટી બસના ચાલક અને અન્ય વાહનચાલક વચ્ચે બોલાચાલી બાદ મારામારી, રોડ પર વાહનોની કતાર લાગી

Real August 17, 2023
nopho44w
  • GUJARAT
  • Uncategorized

સુરતમાં બકરાની ચોરીના CCTV:ઝાંપા બજારમાં બકરા ચોર ગેંગ સક્રિય, રિક્ષામાં આવી કોઈ ન દેખાય ત્યારે તસ્કરો રખડતા બકરાને ઉઠાવી જાય છે

Real July 11, 2023

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.