Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • July
  • વરસાદી માહોલમાં ગરબાની રમઝટનો VIDEO:સુરતના ડુમસ બીચ પર યંગસ્ટર ગ્રુપ ડીજેના તાલે સવાર સવારમાં દાંડિયા-રાસ રમ્યું, ટહેલવા આવેલા લોકો પણ જોડાઈ ગયા
  • ENTERTAINMENT

વરસાદી માહોલમાં ગરબાની રમઝટનો VIDEO:સુરતના ડુમસ બીચ પર યંગસ્ટર ગ્રુપ ડીજેના તાલે સવાર સવારમાં દાંડિયા-રાસ રમ્યું, ટહેલવા આવેલા લોકો પણ જોડાઈ ગયા

Real July 19, 2023
7c6fmzxn
Spread the love

ગઈકાલે સુરતમાં વહેલી સવારથી જ અવિરત વરસાદ શરૂ થયો હતો તેના કારણે જનજીવન પર તેની સીધી અસર દેખાઈ હતી. ઠેર ઠેર પાણી ભરાઇ ગયાં હતાં અને લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો હતો. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં, જેથી કરીને લોકો અવરજવર કરી શકતા ન હતા. થોડા સમય માટે જાણે સુરત થંભી ગયું હતું અને આજે સુરતીઓ ફરી મોજમાં દેખાઇ રહ્યા છે. આજે સવારે વરસાદી માહોલમાં સુરતનું એક યંગસ્ટર ગ્રુપ ગરબા રમવા ડુમસ બીચ પર પહોંચી ગયું હતું અને ડીજેના તાલે ગરબાની રમઝટ બોલાવી હતી. ‘જય જય અંબે’ના નાદ સાથે યુવાનો-યુવતીઓ દોઢિયા રમ્યાં હતાં. આથી દરિયાકિનારો ભક્તિથી ગુંજી ઊઠ્યો હતો.

બીચ પર હાજર લોકો પણ જોડાયા
આ ગ્રૂપે ગરબા રમવાનું ચાલુ કરતા જ બીચ પર ટહેલવા આવેલા લોકો પણ ઉત્સાહમાં આવી ગરબા રમવા લાગ્યા હતા. ડીજેનો અવાજ સંભળાતા સૌ કોઈ ઉત્સાહમાં આવી ગયા હતા અને દરિયાકિનારે ગરબાની રમઝટ બોલાવી હતી. દરિયાકિનારા પર ભક્તિમય વાતાવરણ સર્જાતા લોકો પણ મોજમાં આવી ગયા હતા.

આહલાદક વાતાવરણ સાથે ગરબાની મોજ
સુરતનું આ ગ્રૂપ આજે વહેલી સવારે ડુમસ બીચ ઉપર એકત્રિત થયું હતું. આ યુવક-યુવતીના ગ્રૂપ દ્વારા ગરબા અને દોઢિયા રાસ રમીને મોજ કરવામાં આવી હતી. હાલ વરસાદના આહલાદક વાતાવરણમાં ગરબાની મજા માણવા સુરતીલાલાઓ બીચ ઉપર પહોંચી ગયા હતા.

રમણીય વાતાવરણમાં સુરતીઓ મસ્તીના મૂડમાં જોવા મળ્યા

ખૂબ મોટી સંખ્યામાં યુવાનો ડુમ્મસના દરિયાકિનારે એકત્રિત થયા હતા. ચોમાસા દરમિયાન અહીં ખૂબ જ રમણીય વાતાવરણ હોય છે, કુદરત સોળે કળાએ ખીલે છે અને આવા પ્રાકૃતિક સૌંદર્યભર્યા વાતાવરણમાં સુરતીલાલાઓ ગરબા અને દોઢિયા રમીને ફુલ મસ્તીના મૂડમાં દેખાયા હતા. ગઈકાલે અવિરત વરસાદથી જેટલા ત્રસ્ત હતા એના કરતાં વધુ જોશ સાથે આજે ડુમસના દરિયાકિનારે પોતાના ગ્રૂપ સાથે મજા માણતા દેખાયા હતા.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: 45 વર્ષ બાદ યમુનાનું પાણી તાજમહેલ સુધી પહોંચ્યું, કૂલ્લુમાં ફરી આભ ફાટ્યું, 1નું મોત, હિમાચલમાં એલર્ટ આગ્રામાં યમુના નદી રવિવારે સવારે ખતરાના નિશાનને પાર કરી ગઈ ગઢમુક્તેશ્વરમાં પણ ગંગાનું જળસ્તર 13 વર્ષ પછી પીળા નિશાનથી ઉપર
Next: અમેરિકાની મંદી સુરતના ‘હીરા’ને નડશે:રશિયાથી આવતા રફ પર 50% ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ નિર્ભર, પણ રફની આયાત ઘટી, USAના માર્કેટમાં ખરીદી જ ઘટતાં રત્નકલાકારોની મુશ્કેલી વધી

Related Stories

xhssi337
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક

Real April 6, 2025
oy9y4v92
  • ENTERTAINMENT

શામળાજીને 4.25 કરોડની કિંમતનો હીરા જડીત સોનાનો મુગટ કરાયો અર્પણ, 10 કારીગરોએ 3 માસમાં કર્યો તૈયાર

Real April 6, 2025
2ovwxw9n
  • ENTERTAINMENT

અભિનેતા રજનીકાંત હોસ્પિટલમાં દાખલ: મોડી રાત્રે લથડી તબિયત, પત્નીએ આપ્યું હેલ્થ અપડેટ

Real October 1, 2024

Recent Post

  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT
  • WhatsApp Image 2025-07-06 at 4.45.29 PMRBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો
    In INDIA
  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB

You may have missed

WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
WhatsApp Image 2025-08-15 at 3.00.51 PM
  • GUJARAT

વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.

Real August 15, 2025
WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.