Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • July
  • સુરતમાં બકરાની ચોરીના CCTV:ઝાંપા બજારમાં બકરા ચોર ગેંગ સક્રિય, રિક્ષામાં આવી કોઈ ન દેખાય ત્યારે તસ્કરો રખડતા બકરાને ઉઠાવી જાય છે
  • GUJARAT
  • Uncategorized

સુરતમાં બકરાની ચોરીના CCTV:ઝાંપા બજારમાં બકરા ચોર ગેંગ સક્રિય, રિક્ષામાં આવી કોઈ ન દેખાય ત્યારે તસ્કરો રખડતા બકરાને ઉઠાવી જાય છે

Real July 11, 2023
nopho44w
Spread the love

સુરત શહેરમાં ઝાંપા બજાર વિસ્તારમાં બકરાઓ વધુ પ્રમાણ છે. પરિણામે બકરા ચોરોએ આ વિસ્તારને ટાર્ગેટ બનાવ્યો છે. રિક્ષામાં આવી બકરાની ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે.

કોઈ ન દેખાય ત્યારે ચોરો બકરાની રિક્ષામાં ઉઠાવી જાય છે
​​​​​​​ઝાંપા બજાર વિસ્તારમાં અન્ય વિસ્તારો કરતા બકરાનો ઉછેર કરતા અનેક પરિવારો જોવા મળે છે. બકરા-બકરીઓ પાળતા પણ હોય છે. આ વિસ્તારમાં બકરા ચોરીની ઘટના સતત વધી રહી છે. ઝાંપા બજાર વિસ્તારમાં બકરા ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. રિક્ષામાં બે શખસ આ વિસ્તારમાં ફરે છે, ગલીઓમાં રખડતા બકરાઓ ઉપર નજર રાખ્યા બાદ આસપાસ કોઈ પણ વ્યક્તિ ન દેખાતા રિક્ષામાં બકરાને સિફતપૂર્વક લઈ જાય છે. બકરાઓને લઈ જતી આ ટોળકી વધુ સક્રિય થતા લોકો પણ પરેશાન છે. સતત રિક્ષા લઈને તક મળતા જ બકરા ઉઠાવી જાય છે.

સ્થાનિક લોકોની મુશ્કેલી વધી​​​​​​​
પોતાના વિસ્તારમાં સતત બકરાની ચોરી થતા સ્થાનિક લોકો પણ ચિંતામાં મૂકાયા છે. શરૂઆતમાં તો એકાદ-બે બકરા ચોરાતા ચર્ચાનો વિષય બન્યો ન હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ઝાંપા બજારની અલગ અલગ ગલીઓમાંથી બકરા ચોરી થતા હવે લોકમુખે આ ચોરોના આતંક વિશે ચર્ચા થઈ રહી છે. આ વિસ્તારમાં બકરા ફરતા દેખાતા જ આ ટોળકીના નિશાના ઉપર આવી જાય છે. લોકો પોતાના પશુઓને હવે બહાર રાખતા પણ ખચકાઇ રહ્યા છે.

Continue Reading

Previous: સુરતમાં આગ દુર્ઘટના:ભટારમાં કાપડની દુકાનમાં આગ લાગતાં ભાગદોડ, કાપડનો જથ્થો અને સિલાઈ મશીન સહિતની સામગ્રી બળીને ખાખ
Next: ઈસરોએ કહ્યું, ‘આ ડિઝાઇન મુજબ એક વસ્તુ બનાવી આપો’:40 વર્ષ પહેલાં 2 સુરતીઓને સૂઝેલા વિચારની ચંદ્રયાન-3માં જરૂર પડી, લોન્ચિંગથી લેન્ડિંગ સુધી આ પાર્ટ્સ કામ લાગશે

Related Stories

WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.