Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • July
  • સુરતમાં આગ દુર્ઘટના:ભટારમાં કાપડની દુકાનમાં આગ લાગતાં ભાગદોડ, કાપડનો જથ્થો અને સિલાઈ મશીન સહિતની સામગ્રી બળીને ખાખ
  • GUJARAT

સુરતમાં આગ દુર્ઘટના:ભટારમાં કાપડની દુકાનમાં આગ લાગતાં ભાગદોડ, કાપડનો જથ્થો અને સિલાઈ મશીન સહિતની સામગ્રી બળીને ખાખ

Real July 11, 2023
ocmon9t2
Spread the love

સુરતના ભટારમાં એક કોમ્પ્લેક્ષમાં આવેલી કાપડની દુકાનમાં વહેલી સવારે આગ લાગી જતા ભાગદોડ મચી ગઈ હતી. આગની જાણ ફાયર વિભાગને થતા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો ્ને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગના પગલે કાપડનો જથ્થો, સિલાઈ મશીન સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

બે કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી
ફાયર વિભાગને આગનો કોલ સવારના 5 વાગ્યે મળ્યો હતો. ઘટનાની જાણ બાદ સમયસર ફાયરના વાહનો પહોંચી જતા મોટી દુર્ઘટના ટાળવામાં સફળ રહ્યા હતા. ભટારમાં ફર્સ્ટ ફેશન નામની દુકાનના સિલાઈ વિભાગમાં આગ લાગી હતી. ધુમાડો અને આગ બન્ને એકસાથે રૂમમાં ફરી વળતા લગભગ દોઢથી બે કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લેવાઇ હતી.

એસી, સિલાઈ મશીન અને કાપડનો જથ્થો બળીને ખાખ
દુકાનના માલિક પ્રગ્નેશ પટેલે જણાવ્યું હતું કે, દુકાનમાં આગ લાગી હોવાની જાણ થતાં દુકાન પર દોડી આવ્યા હતા. દુકાનમાંથી ધુમાડો નીકળતો હોવાથી ફાયરને જાણ કરી હતી. ફાયર વિભાગે બે કલાકે આગ પર કાબૂ મેળવી લીધો હતો. એસી, સિલાઈ મશીન અને કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. હાલ સફાઈ કામ ચાલી રહ્યું છે.

આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી
ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળે કેટલાક લોકો ભેગા થઈ ગયા હતા. કોમ્પલેક્ષની આજુબાજુની દુકાનો આગની ઝપેટમાં ન આવી જાય એની તકેદારી રાખતા હતાં. જો કે, સમયસર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગનું હજી કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: મકાન ધરાશાયી થતાં ઈજા પામેલા લોકો પાસે SVP હોસ્પિટલે સારવાર માટેના પૈસા માંગ્યા, વિપક્ષનો હંગામો
Next: સુરતમાં બકરાની ચોરીના CCTV:ઝાંપા બજારમાં બકરા ચોર ગેંગ સક્રિય, રિક્ષામાં આવી કોઈ ન દેખાય ત્યારે તસ્કરો રખડતા બકરાને ઉઠાવી જાય છે

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.