Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • August
  • હિમાચલમાં કુદરતનો ‘પ્રકોપ’, પૂર-ભૂસ્ખલન, આભ ફાટવા જેવી ઘટનાઓમાં 71ના મોત, 7500 કરોડનું નુકસાન
  • INDIA

હિમાચલમાં કુદરતનો ‘પ્રકોપ’, પૂર-ભૂસ્ખલન, આભ ફાટવા જેવી ઘટનાઓમાં 71ના મોત, 7500 કરોડનું નુકસાન

Real August 17, 2023 1 minute read
jmkqoy9k
Spread the love

અત્યાર સુધી 2500થી વધુ લોકોને રેસ્ક્યૂ કરાયા

રાજ્યના મોટાભાગના જિલ્લા પૂરની લપેટમાં, શિમલાનું અસ્તિત્વ જોખમમાં

હિમાચલ પ્રદેશમાં કુદરતનો કહેર રોકાવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યમાં વારંવાર ભૂસ્ખલન અને આભ ફાટવા જેવી ઘટનાઓ બની રહી છે જેના લીધે જનજીવનને માઠી અસર થઈ છે. હિમાચલ પ્રદેશની સરકારના અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં કુલ 71 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે જ્યારે 2500થી વધુ લોકોને રેસ્ક્યૂ કરાયા છે. તેની સાથે જ રાજ્યને 7500 કરોડ રૂપિયાથી વધુ નુકસાન વેઠવું પડ્યું છે.

શિમલા-કાંગડાની હાલત દયનીય

રાજ્યના મોટાભાગના જિલ્લા પૂરની લપેટમાં આવી ચૂક્યા છે. જ્યારે પોંગ ડેમથી પાણી છોડવામાં આવતા કાંગડા જિલ્લામાં પૂરની ભયાવહ સ્થિતિ સર્જાઈ હતી. લોકોને ઝડપથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. શિમલામાં તો અસ્તિત્વનું જ જોખમ ઊભું થયા હોય તેવા અહેવાલ મળી રહ્યા છે. ત્યાં પણ ભૂસ્ખલન અને ભારે વરસાદની ઘટનાઓએ વિનાશ વેર્યો છે.

કાંગડા જિલ્લામાંથી 2500 જેટલા લોકોને રેસ્ક્યૂ કરાયા

સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર માત્ર કાંગડામાંથી 2500 જેટલા લોકોને રેસ્ક્યૂ કરાયા છે. રેસ્ક્યૂમાં આર્મીની મદદ લેવામાં આવી રહી છે. જિલ્લા તંત્ર, સૈન્ય અને ભારતીય વાયુસેના મળીને રાહત બચાવ કામગીરી કરી રહી છે. જ્યારે શિમલાના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે. છેલ્લા ઘણાં દિવસોથી શિમલામાં ભારે ભૂસ્ખલન થયું છે. અનેક ઈમારતો તાશના પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઇ હતી. શહેરી વિકાસ વિભાગની અનેક ઈમારતો પણ ધસી જવાની સ્થિતિમાં છે.

કૃષ્ણાનગરમાં ભૂસ્ખલનથી બે લોકોના મોત

શિમલાના કૃષ્ણાનગરમાં ભયાનક ભૂસ્ખલન થયું, જેમાં કતલખાના સહિત અનેક મકાનો ધરાશાયી થઈ ગયા. કૃષ્ણનગર વોર્ડમાં સ્લોટર હાઉસ પાસે ભૂસ્ખલનને કારણે 5 ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. મંગળવારે સાંજે બનેલી આ દુર્ઘટના બાદ રાત્રિ દરમિયાન રાહત કાર્ય ચાલુ રહ્યું હતું. અત્યાર સુધીમાં તેમાંથી બે લોકોના મૃતદેહ કાઢવામાં આવ્યા છે.

શિવ મંદિરમાં 13 લોકોના મોત

ઈમારતો પર તોળાઈ રહેલા જોખમને જોતા 35 થી વધુ મકાનોના રહેવાસીઓને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. તે જ સમયે, શિવ મંદિરમાં થયેલા અકસ્માતમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: નશાકારક દવા વેચાણ કરનાર પર તવાઈ:ઉધનામાં ગેરકાયદે નશાકારક સીરપનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોર પર પોલીસે ડમી ગ્રાહક મોકલી ઝડપી પાડયો, 250 સીરપ બોટલો કબ્જે કરી
Next: માસુરતના જાહેર રોડ વચ્ચે માથાકૂટ:અમરોલી બ્રિજ પર સિટી બસના ચાલક અને અન્ય વાહનચાલક વચ્ચે બોલાચાલી બાદ મારામારી, રોડ પર વાહનોની કતાર લાગી

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.