Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • August
  • વરસાદે વિરામ લેતા સુરત પાલિકાએ તૂટેલા રસ્તા રિપેર કરવાની કામગીરી શરૂ કરી
  • TECH

વરસાદે વિરામ લેતા સુરત પાલિકાએ તૂટેલા રસ્તા રિપેર કરવાની કામગીરી શરૂ કરી

Real August 2, 2023
e6tqkp5q
Spread the love

પાલિકા કમિશનરે તૂટેલા રસ્તા યુધ્ધના ધોરણે રીપેર કરવાના આદેશ આપ્યા બાદ

– સતત વાહનોની અવર જવર છે તેવા મજુરાગેટ- કડીવાલા સ્કુલ થઈ ઉધના દરવાજાનો રસ્તો યુધ્ધના ધોરણે રિપેર કરવા માગણી

સુરત,તા.2 ઓગષ્ટ 2023,બુધવાર

સુરત પાલિકા કમિશનરે શહેરના તુટેલા રસ્તાઓ તાત્કાલિક રીપેર કરવા માટેના આદેશ આપ્યા બાદ આજે વરસાદે પોરો ખાતા પાલિકાના તમામ ઝોનમાં રસ્તા રિપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરુ કરવામાં આવી છે. હાલ જે રીતે કતારગામ કાસાનગર અને પાલ ગૌરવપથ પર રસ્તા રીપેર કરવાની કામગીરી ચાલી રહી છે તેવી જ રીતે શહેરના ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં રાત્રીના સમયે રસ્તા રીપેર કરવાની કામગીરી યુધ્ધના ધોરણે શરુ કરવામાં આવે તેવી માગણી લોકો કરી રહ્યાં છે.

સુરતમાં હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે મેટ્રોના કારણે શહેરના અનેક રસ્તાઓ બંધ છે જ્યારે શહેરના ટ્રાફિકથી ધમધમતા રીંગરોડ સહિત અનેક રસ્તા સાંકડા થઈ ગયા હોવા સાથે આ રસ્તા પર અનેક ખાડાઓ છે તેનાથી લોકોને સમસ્યા થઈ રહી છે. દરમિયાન ભારે વરસાદમાં આ રસ્તા પરના ખાડાઓના કારણે વાહન ચાલકોની મુશ્કેલી વધી હતી. સુરતના ટ્રાફિકથી ધમધમતા ગુજરાત ગેસ સર્કલ, કતારગામ દરવાજા, સહારા દરવાજા, ઉધના દરવાજા, મોરાભાગળ સહિત અનેક વિસ્તારોમાં રસ્તાઓ તૂટી ગયા છે. રસ્તા પર મોટા મોટા ખાડા પડી ગયા હોવાથી વાહન ચાલકો ને ભારે મુશ્કેલી પડી રહી છે. ખાડાને કારણે ટ્રાફિક જામ થઈ રહ્યો હોવાથી સુરતીઓની હાલત કફોડી થઈ રહી છે

આ સમસ્યા બાદ મ્યુનિ. કમિશનરે પાલિકાના તમામ ઝોનમાં વરસાદ બંધ થાય કે તરત જ યુધ્ધના ધોરણે તૂટેલા રસ્તા રીપેર કરવા માટે આદેશ કર્યો હતો. ત્યાર બાદ આજે વરસાદે પોરો ખાતે તમામ ઝોનમાં રસ્તા રીપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, સતત વાહનોની અવર જવર છે તેવા મજુરાગેટ-કડીવાલા સ્કૂલ થઈ ઉધના દરવાજાનો રસ્તો યુધ્ધના ધોરણે રિપેર કરવા માગણી લોકો કરી રહ્યા છે.

Continue Reading

Previous: ભાવનગરમાં મોટી દુર્ઘટના, માધવહીલ કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી, 15 જેટલા લોકોનું કરાયું રેસ્ક્યુ
Next: માનહાનિ કેસમાં રાહુલની સજા પર સ્ટે:સુપ્રીમ કોર્ટે પૂછ્યું- શા માટે મહત્તમ સજા આપવામાં આવી? કોંગ્રેસે કહ્યું, આ નફરત સામે મોહબતની જીત છે, સત્યમેવ જયતે

Related Stories

WhatsApp Image 2024-05-30 at 5.12.08 PM
  • GUJARAT
  • TECH

માણસ આઈ.ટી ક્રાંતિની સાથે બદલાશે નહિ, તો તે અભણ ગણાશે. – થર્સ-ડે થોટ્

Real May 30, 2024
5
  • AZAB-GAZAB
  • GUJARAT
  • TECH

પૈસા, પદ કે પ્રતિષ્ઠા કરતા ચારિત્ર વધુ મુલ્યવાન છે. – કાનજીભાઈ ભાલાળા થર્સ-ડે થોટ્સ

Real December 14, 2023
xf3q9ecd
  • TECH

નશાકારક દવા વેચાણ કરનાર પર તવાઈ:ઉધનામાં ગેરકાયદે નશાકારક સીરપનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોર પર પોલીસે ડમી ગ્રાહક મોકલી ઝડપી પાડયો, 250 સીરપ બોટલો કબ્જે કરી

Real August 7, 2023

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.