
દરેક વ્યક્તિ અજોડ છે. દરેકની પ્રકૃતિ સ્વભાવ, માન્યતા અને વર્તન જુદા-જુદા હોય છે. તેમના વ્યક્તિત્વના વિકાસ માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે થર્સ- ડે થોટ્સ કાર્યક્રમમાં વિચારોનું વાવેતર કરવામાં આવે છે. ૩૭માં થર્સ-ડે થોટ્સમાં નવો વિચાર રજુ કરતા શ્રી કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું હતું કે કોઈના જેવું ક્યારેય બની શકાતું નથી. પોતાની ઓળખ બનાવો, તમે… તમે તરીકે જીવો તે ખરી સફળતા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોટે ભાગે માણસને બીજાના જેવુ બનવું છે. અને બીજા જેવું જીવવું છે. માટે દુઃખી થાય છે. પૃથ્વી પર અંદાજે ૮૦૦ અબજની વસ્તીમાં એક સરખા બે વ્યક્તિ કદી હોય જ ન શકે… ત્યારે આપણે બીજા જેવા બનવા નિરર્થક પ્રયાસ કરીએ છીએ. આપણે જેવા છીએ તેવા બનવા સંનિષ્ઠ પ્રયાસ કરવો જોઈએ.
૩૬માં થર્સ-ડે થોટ્સમાં રજુ થયેલ વિચારને ફરી રજુ કરતા શ્રી રાજુભાઈ ગૌદાણીએ જણાવ્યું હતું કે કૃતજ્ઞતા જીવનનો શ્રેષ્ઠ સદગુણ છે. આ પ્રસંગે જેમ્સ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલના રીજનલ ચેરમેન શ્રી વિજયભાઈ માંગુકિયાએ જણાવ્યું હતું કે પોતાની સફળતામાં કૃતજ્ઞતાની ચમત્કારિક અસર છે. દરેક વ્યક્તિમાં શ્રેષ્ઠ બનવાની શક્તિ હોય જ છે. તેને વિકસાવવી જોઈએ. તે માટે હકારાત્મક વિચારથી કરેલા સંકલ્પો હંમેશા સાકાર થાય છે. વ્યક્તિ તેના વિચારથી જ જુદા પડે છે. નવી ઓળખાણ મળે છે. આ પ્રસંગે કમલેશભાઈ ગજેરા, દક્ષાબેન પટેલ તથા જયશ્રીબેન ભાલાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત ના દાતા ટ્રસ્ટીશ્રી મુકેશભાઈ બાબુભાઈ ચોવટિયાનામાતૃશ્રી સમજુબેનનું ગત તા. ૨૦/૧૧/૨૦૨૩ના રોજ દેહ અવસાન થયેલ છે. તેમણે માત્રટેલીફોનીક બેસણું રાખી સમજણ અને જાગૃતિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વધુમાં પોતાના
માતૃશ્રીની સ્મૃતિમાં કિરણ મહિલા ભવનમાં એક ઓરડા માટે રૂપિયા ૭.૫૦ લાખના દાનનોસંકલ્પ કરી જનતા પ્રત્યે કૃતજ્ઞતા ભાવ પ્રગટ કર્યો હતો. આ પ્રસંગે શ્રી મુકેશભાઈ તથા શ્રીમતીસોનલબેન ચોવટિયાનું અભિવાદન કર્યું હતું. વિચારોના વાવેતર કાર્યક્રમથી નવી સામાજિકક્રાંતિના મંડાણ થયા છે. હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી યોજાતા થર્સ-ડે થોટ્સકાર્યક્રમની વ્યવસ્થા ટીમ ૧૦૦ના સભ્યો સંભાળે છે. શ્રી ભાવેશભાઈ રફાળીયાએ કાર્યક્રમનું સંકલન કરતા જણાવ્યું હતું કે તમારી કોઈ નકલ કરે તો સમજવું કે તમે કંઇક છો.