Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • December
  • દિવ્યાંગ છતા અજોડ ઉત્તમ મારૂ એ લોકોને જીવવાની પ્રેરણા પૂરી પાડી.-થર્સ-ડે થોટ્સ
  • AZAB-GAZAB
  • BUSINESS

દિવ્યાંગ છતા અજોડ ઉત્તમ મારૂ એ લોકોને જીવવાની પ્રેરણા પૂરી પાડી.-થર્સ-ડે થોટ્સ

Real December 7, 2023 1 minute read
WhatsApp Image 2023-12-07 at 4.44.00 PM
Spread the love
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સમાજ ધડતર માટે શરૂ થયેલ વિચારોના વાવેતર કાર્યક્રમમાં નવો વિચાર આપતા શ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, જીજીવિષા વગર જીવાતું નથી અને જીજ્ઞાસા વગર શીખતું નથી.. જીજ્ઞાસા અને જીજીવિષા જ જીવન ને ગતિ આપે છે. જીજીવિષા અને જીજ્ઞાસા બંને હોય ત્યારે પ્રગતિને વિચાર બીજ મળે છે. વરાછા-કામરેજ રોડ, મણીબેન ચોક પાસે, જમનાબા ભવન ખાતે દર ગુરુવારે સવારે ૯ કલાકે ૩૦ મિનીટ માટે થર્સ-ડે થોટ્સ કાર્યક્રમનું આયોજન થાય છે.
  ૩૮માં કાર્યક્રમમાં રાજકોટ થી આંખે દિવ્યાંગ છતાં સારા ગાયક અને અજોડ વ્યક્તિત્વ છે તેવા, “ઉત્તમ મારૂ” ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “હું અંધ છું અને શરીરમાં ઘણી ઉણપ છે તેમ છતા જો પુરુષાર્થ કરીએ તો પરમેશ્વર સાથ આપે જ છે. તેનો હું ઉદાહરણ છું.” નિર્માણાધીન હોસ્ટેલ પ્રોજેક્ટમાં એક રૂમના દાતા શ્રીમતિ રમાબેન ચોવટીયા અને શ્રી નટુભાઈ ચોવટીયાનું અભિવાદન કરાયું હતું.
ll અંધ ઉત્તમ મારૂ ને ગીતા તથા ૧૧ ઉપનિષદ્ યાદ છે. ll
રાજકોટ ખાતે ૨૦૦૨ માં બાળકનો જન્મ થયો ત્યારે આંખો, નાક, હોઠ અને તાળવું જ ન હતાં, તે ઉત્તમ મારૂ ને આજે શ્રી મદ ભગવદ્ ગીતા અને ૧૧ ઉપનિષદો વગેરે જેવા  ઘણા શાસ્ત્રો શ્લોકો સહીત મોઢે છે. ખુબ સારા ગાયક અને સંગીતકાર પણ છે. આ ૨૧ વર્ષના સેલિબ્રિટી યુવાન ઉત્તમ મારૂ સાથે તેના દાદા કુંવરજીભાઈ મારૂ તથા દાદી પુષ્પાબેન મારૂ આજે સુરત ખાતે ઉપસ્થિત રહ્યા હતા. દાદા એ ઈશ્વરનો આભાર માનતા જણાવ્યું હતું કે, ઈશ્વરની અમારા ઉપર કૃપા હશે ત્યારે જ ઉત્તમ ને અમારા ઘેર જન્મ આપ્યો છે. ભગવાને મુકેલ ભરોસો. અમે નહિ તુટવા દઈએ.. તેમના અભિવાદનના પ્રત્યુતરમાં જણાવ્યું કે, આટલી શારીરીક ઉણપ છતાં ઉત્તમ તેની જીંદગીમાં ક્યારેય રડ્યો નથી. જીવવાની જીજીવિષા અને શીખવાની જીજ્ઞાસા આ બંને ન હોત તો “ઉત્તમ મારૂ”….’ઉત્તમ’ ન હોત.
ll હોસ્ટેલમાં ઓરડા માટે રૂ ૭.૫૦ લાખનું દાન ll
જમનાબાભવન નિર્માણની ટીમ૧૦૦ ના સક્રિય સભ્યશ્રી નટુભાઈ ચોવટીયા પરિવાર તરફથી હોસ્ટેલના એક ઓરડા માટે રૂપિયા ૭.૫૦ લાખનો સંકલ્પ થયો છે. તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું, વિચારોના વાવેતર કાર્યક્રમમાં કૌટિલ્ય વિદ્યાલય – કામરેજના વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ખોલવડ કોલેજના નિવૃત પ્રોફેસર કોકીલાબેન મજીઠીયાનું ખાસ અભિવાદન કરાયું હતું. મોટી સંખ્યામાં ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ, ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતાં. પટેલ સમાજની ટીમ ૧૦૦ વ્યવસ્થા સંભાળે છે. ગત વિચારને હાર્દિક ચાંચડે ફરી રજુ કરતા જણાવ્યું હતું કે, દેખાદેખીમાં જીવવાને બદલે તમે તમારી રીતે જીવો તેમાં જ ખરૂ સુખ છે. ભાવેશભાઈ રફાળીયા એ કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: કોઈના જેવું ક્યારેય બની શકાતુ નથી ખુદની ઓળખ બનાવો. કાનજીભાઈ આર. ભાલાળા
Next: નિવૃત પ્રો.કોકીલાબને મજીઠીયાનું શહીદોના પરિવારો માટે ૭ લાખનું દાન

Related Stories

WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.