Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2024
  • March
  • ‘સાત પટેલ છોકરીએ વિધર્મી બોયફ્રેન્ડ બનાવ્યા’, કાજલ હિંદુસ્તાનીના નિવેદનથી હોબાળો
  • GUJARAT

‘સાત પટેલ છોકરીએ વિધર્મી બોયફ્રેન્ડ બનાવ્યા’, કાજલ હિંદુસ્તાનીના નિવેદનથી હોબાળો

Real March 18, 2024
x2777y2r
Spread the love

Kajal Hindustani: કાજલ હિન્દુસ્તાની ફરી વિવાદીત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે, ત્યારે કાજલ હિંદુસ્તાનીએ પાટીદાર સમાજની યુવતીઓ અંગે વિવાદીત નિવેદન આપતા હોબાળો મચી ગયો છે. તેની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. પાટીદાર આગેવાન મનોજ પનારાએ કાજલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જાણો શું છે વિવાદ

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કાજલ હિન્દુસ્તાનીના એક નિવેદનથી હોબાળો મચી ગયો છે. મોરબીની એક જાહેર સભામાં તેણે કહ્યું હતું કે, ‘મોરબીની એક જ કોલેજની સાત પટેલની દીકરીઓએ મુસ્લિમ બોયફ્રેન્ડ બનાવ્યા છે અને અંદરોઅંદર બોયફ્રેન્ડની અદલાબદલી કરે છે. આ સાતેયે મુસ્લિમ છોકરાને 40 લાખ રૂપિયાની ફોર-વ્હીલર ગિફ્ટ આપી દીધી હતી. પિતા પૈસા કમાવવામાં વ્યસ્ત છે અને માતા રીલ્સ બનાવવામાં મસ્ત છે, ઘરમાં કરોડો રૂપિયા પડ્યા હોય તેમાંથી બે-પાંચ લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની? છોકરીઓની ઉંમર 16-17 વર્ષની જ છે, વિચારી લો આ સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યો છે?’. આ નિવેદન બાદ પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને ફરિયાદ નોંધાવવાની પણ તજવીજ હાથ ધરાઈ છે.

કાજલ હિન્દુસ્તાનીની મુશ્કેલીમાં વધારો

કાજલ હિંદુસ્તાની સામે પાટીદાર સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કાજલ હિન્દુસ્તાની સામે ધનજી પાટીદાર પોલીસ ફરિયાદ નોંધાવશે. ધનજી પાટીદારે કહ્યું કે, સમાજની દરેક સંસ્થાને સાથે રાખીને આંદોલન કરીશું. કોઈ પણ સમાજની દિકરી વિશે આવું નિવેદન વ્યાજબી નથી.

‘કાજલ હિંદુસ્તાની કોણ છે?

કાલજ હિન્દુસ્તાનીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ના બાયોમાં ઉદ્યોગસાહસિક, સામાજિક કાર્યકર્તા, સંશોધન વિશ્લેષક, રાષ્ટ્રવાદી અને ગૌરવપૂર્ણ ભારતીય તરીકે વર્ણવે છે. ‘X’ પર 92,000 ફોલોઅર્સ છે. કાજલ હિન્દુસ્તાનીનું નામ કાજલ શિંગલા હતું અને તે પોતાને ‘ગુજરાતની સિંહણ’ કહે છે. તેણી કહે છે કે તે હંમેશા રાષ્ટ્રવાદી વિચારોને વળગી રહે છે અને તેથી જ તેણે કાલજ હિન્દુસ્તાનીના નામે ‘X’ પર એકાઉન્ટ પણ બનાવ્યું છે. કાજલ ટીવી ડિબેટ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેતી જોવા મળે છે. તે હંમેશા ભારતીય સંસ્કૃતિ અને ધર્મો વિશે જાગૃતિ ફેલાવવાની વાત કરતી જોવા મળે છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: વરાછા બેંકના લોન ડિફોલ્ટરને ૬ માસની કેદ સાથે દોઢ ગણી રકમ ભરવા નામદાર કોર્ટનો હુકમ
Next: સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજ તરફથી કિરણ મહિલા ભવનનું રવિવારે ભૂમિપૂજન

Related Stories

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-08-15 at 3.00.51 PM
  • GUJARAT

વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.

Real August 15, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.