
સુરતની ઘી વરાછા કો.ઓપરેટીવ બેંકની યોગીચોક શાખામાંથી લોન લઈ નિયમિત હપ્તા ભરપાઈ ન કરનાર આરોપી નિતેશકુમાર વલ્લભભાઈ ગાંગાણી વિરુધ્ધ બેંકે કરેલ કાયદેસર કાર્યવાહી અંતર્ગત આરોપીને ૬ માસની જેલ અને ચેકની રકમ દોઢ ગણી દંડ પેટે બેંકને ચૂકવી આપવાની સજા નામદાર કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે.
વરાછા બેંકની યોગીચોક શાખા માંથી ખાતેદાર નિતેશકુમાર વલ્લભભાઈ ગાંગાણીએ વાહન લોનની સવલત મેળવેલ હતી. લોન લીધા બાદ યોગ્ય સમય બાદ લોનના હપ્તા અનિયમિત થતા NPA થયેલ. આ ખાતા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી અંતર્ગત નોટીસ પાઠવવામાં આવેલ જે અંતર્ગત આરોપી નિતેશ ગાંગાણી એ લોન વસુલાત પેટે બેંકને ચેક આપેલ જે વસુલાતના ચેકો બેલેન્સના કારણોસર રિર્ટન થતાં બેંકે એડવોકેટશ્રી જીવરાજભાઈ વસોયા અને અરવિંદભાઈ વસોયા મારફતે નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ ૧૮૮૧ની કલમ ૧૩૮ મુજબ નામદાર કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી. સદરહું ફરિયાદ ચાલી જતા નામદાર કોર્ટે આરોપી નિતેશ વલ્લભભાઈ ગાંગાણીને ૬ માસની સાદી કેદની સજા તેમજ ચેકની દંડ સાથેની રૂા. ૧૧ લાખની રકમ ચુકવવાનો હુકમ કરવામા આવેલ છે.