Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2024
  • April
  • સરળતા એ જીવનનો સદગુણ છે જે શાંતિ અને સુખાકારી આપે છે.
  • AZAB-GAZAB
  • GUJARAT

સરળતા એ જીવનનો સદગુણ છે જે શાંતિ અને સુખાકારી આપે છે.

Real April 11, 2024
WhatsApp Image 2024-04-11 at 5.34.01 PM
Spread the love
          જીવનમાં જેટલી સરળતા એટલી શાંતિ હોય છે. જડતા, ખોટી માન્યતા, અવ્યવહારુ, જીવન માણસને દુઃખી કરે છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે યોજાતા વિચારોના વાવેતર કાર્યક્રમમાં શ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયે ભગવાનની કૃપા નો કોઈ પાર નથી. પરંતુ તેને સામે માણસની અવળાઈ અને જડતાનો પાર નથી. જીવનમાં સરળ બનવા સારા વિચારોનું જરૂર છે. ૧૧મી એપ્રિલ ૨૦૨૪ ગુરુવારે કામરેજ રોડ પર જમનાબા ભવન ખાતે ૫૬માં થર્સે-ડે થોર્ટ કાર્યક્રમમાં નવો વિચાર આપતા જણાવ્યું હતું કે, સરળતા એ જીવનનો સદગુણ છે. જે શાંતિ અને સુખાકારી આપે છે. માણસે સુખી થવું છે પણ સરળ નથી થવું.. પરિણામે ઘણી બાબતોમાં તે દુઃખી થાય છે. જો કોઈ અપેક્ષા ન હોય તો પરિસ્થિતિનો સ્વીકાર કરવો, બીજાને અનુકુળ થવું.. બીજાને સાંભળવા અને સમજવા વગેરે હોય તો માણસ શાંતિ અનુભવી શકે. તેમણે જણાવ્યું હતું કે, અપેક્ષા વગરનું શ્રેષ્ઠ કર્મ એ જીવનની સરળતા છે. સરળતા મનને ઉર્જા અને નિર્ણયશક્તિ આપે છે. પરંતુ જો જીવનમાં સરળતા ન હોય તો અભિમાન ઈર્ષા અને તણાવ રહે છે. ખરેખર તો સરળતા માણસના વાણી, વર્તન અને વ્યવહારમાં દેખાય છે.
વર્તમાન પેઢીએ બળદગાડુ, કાર અને
વિમાન સુધીના ત્રણ યુગ જોયા છે.
હીરા ઉદ્યોગની અગ્રણી કંપની શિવમ જવેલ્સના માલીક તથા સરદારધામ સુરતના ઉપપ્રમુખશ્રી ઘનશ્યામભાઈ શંકર તથા તેમના ધર્મપત્ની ગીતાબેન જી. શંકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ઘનશ્યામભાઈ શંકરે જણાવ્યું હતું કે, સત્ય અને સત્યતા પામવા માટે સારા વિચારોની જરૂર પડે છે. સત્ય અને સારા વિચારોથી શ્રેષ્ઠ જીવન બંને છે. હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસ ને જાળવવા માટે જીવનમાં સરળતા ખુબ જરૂરી છે તેના ઉદાહરણ રૂપ શ્રી ઘનશ્યામભાઈ શંકરના સરળ સ્વભાવ જ તેની પ્રગતિનું કારણ છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તરફથી વિચારોના વાવેતર કાર્યક્રમ ને ખુબ યોગ્ય ગણાવતા શ્રી ઘનશ્યામભાઈ શંકરે જણાવ્યું હતું કે, પરિવર્તન જ ધંધામાં પ્રગતિ કરાવે છે. તેમણે પાટીદાર સમાજની વર્તમાન પેઢી વિશે જણાવ્યું હતું કે, આ પેઢીએ બળદગાડા, મોટરકાર અને હવે વિમાન સુધીની ઝડપી પ્રગતિ ના ત્રણેય યુગ જોયા છે. તેવા સમાજને સારા વિચારો વધુ સુખાકારી આપશે.
આં પ્રસંગે રેડ એન્ડ વાઈટ મલ્ટીમીડિયાના યુવા ડાયરેક્ટર શ્રી હસમુખભાઈ રફાળીયા ખાસ અતિથી તરીકે ઉપસ્થિતિ રહ્યા હતા.
ખાતમુહૂર્તવિધિ માટેત્રિકમ અર્પણ કરાયો.
           આગામી તા. ૧૪/૦૪/૨૦૨૪ રવિવારે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી કામરેજ રોડ, વાલક જંકશન નજીક ૫૦૦ બહેનો રહી શકે તેવું કિરણ મહિલા ભવનનું ભૂમિપૂજન થવાનું છે. ત્યારે  યુવા ટીમના શ્રી અલ્પેશભાઈ વાડદોરીયા એ ખાતમુહૂર્ત વિધિ માટે તૈયાર કરેલ ત્રિકમને બાંધકામ સમિતિના શ્રી ધીરુભાઈ માલવિયા, તથા ભવનભાઈ નવાપરા અને મંત્રી અરવિંદભાઈ ધડુક ને અર્પણ કરવામાં આવ્યો હતો. આ ત્રિકમ થી ખાતમુહૂર્ત વીધી સંપન્ન થશે. આજના થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં ફ્રન્ટલાઈનના અર્જુનભાઈ વિરાણી ઉપસ્થિત રહ્યા હતા.
લાડકડી ગ્રુપના સ્વયમ સેવકોને  સેવા-સન્માન કરાયું
          છેલ્લા ૧૨ વર્ષથી ટ્રાફિક તથા પાર્કિંગ વ્યવસ્થા માટે નિઃસ્વાર્થ ભાવે કાર્ય કરતી સંસ્થા લાડકડી ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી “સેવા સન્માન” આપવામાં આવ્યું હતું. લાડકડી ચેરીટેબલ ટ્રસ્ટના શ્રી જગદીશભાઈ ગોહિલ, શ્રી જયંતીભાઈ, શ્રી નિલેશભાઈ તથા શ્રી રાકેશભાઈ વગેરે હોદ્દેદારોનું શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું. સમૂહલગ્ન સમારોહમાં કોઈપણ નાત જાતના ભેદભાવ વગર લાડકડીના સ્વયંસેવક મિત્રો કોઈ માનની અપેક્ષા વગર કાર્ય કરે છે. આ પ્રસંગે પ્રેસિડેન્સી સ્કુલના ટ્રસ્ટી શ્રી હિતેન્દ્રભાઈ ચુડાવાળા તથા ફ્રન્ટલાઈનના તંત્રીશ્રી અજુનભાઈ વિરાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગત ગુરૂવારનો વિચાર હંસાબેન હરેશભાઈ કાત્રોડીયા રજુ કર્યો હતો. જ્યારે કાર્યક્રમનું સંચાલન હાર્દિકભાઈ ચાંચડ સહિત યુવાટીમે કર્યુ હતું.

Continue Reading

Previous: સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજ તરફથી કિરણ મહિલા ભવનનું રવિવારે ભૂમિપૂજન
Next: સુરતની હીરા પેઢી KP સંઘવીના દલાલે રૂપિયા લઈ ચેક પરત ન કર્યાના આક્ષેપ, 35 પરિવાર ડાયમંડ એસો.ની ઓફિસે પહોંચ્યા

Related Stories

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.