
સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનની ચૂંટણી આગામી 13મી એપ્રિલે યોજાઇ રહી છે ત્યારે એવો જશ ખાટવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએસન તેમજ લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમનો વિકાસ કોઇ એક વ્યક્તિએ કર્યો છે. સ્ટેડીયમમાં નિયમિત આવી રહેલા મેમ્બર્સએ વાત સારી રીતે જાણે છે કે લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમનો છેલ્લા 28 વર્ષથી સ્ટેડીયમનું નેતૃત્વ કરી રહેલા કનૈયાભાઇ કોન્ટ્રાક્ટરના સાનિધ્યમાં સમગ્ર સ્ટેડીયમ પેનલના ઉમેદવારોના પુરુષાર્થ સાથે સ્ટેડીયમમાં જુદી જુદી રમતગમતકીય પ્રવૃતિઓ તેમજ આધુનિક માળખાગત સુવિધાઓનો વિકાસનો વિકાસ શક્ય બન્યો છે. કોઇ એક વ્યક્તિએ જ વિકાસના કામો કર્યા હોવાના દાવાઓ કરીને સમગ્ર સ્ટેડીયમ પેનલના ઉમેદવારોએ કરેલી કામગીરીને ઢાંકવાના પ્રયાસો વિફળ થઇ રહ્યા છે અને વિફળ થશે જ. કેમકે કોઇપણ સંસ્થાનો વિકાસ કોઇ એક વ્યક્તિને આભારી નથી પણ સમગ્ર ટીમને આભારી હોય છે, લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમના વિકાસના ખરા હકદારો જો કોઇ હોય તો એ સ્ટેડીયમ પેનલના ઉમેદવારો છે.
સ્ટેડીયમ પેનલના ઉમેદવારોએ એવું ગાઇ વગાડીને કહેવાની જરૂર નથી કે બધું તેમણે કર્યું છે ખુદ મેમ્બરો અને તેમના પરીવારજનો આ સમગ્ર વિકાસયાત્રાના સાક્ષી છે અને તેઓ જ હાલ આગળ આવીને કહી રહ્યા છે કે લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમમાં છેલ્લા ત્રણ દાયકા દરમિયાન જે પણ વિકાસના કાર્યો નિયમિત રીતે થયા, સમયાંતરે અપગ્રેડેશન થયું, મેમ્બર્સ અને તેમના પરીવારજનોને કેન્દ્રમાં રાખીને દરેક પ્રવૃતિઓનું આધુનિકરણ તેમજ માળખાગત સુવિધાઓનો વિકાસ થયો એમાં સ્ટેડીયમ પેનલના હાલના દરેકે દરેક ઉમેદવારોનું વિશેષ યોગદાન રહેલું છે અને હજુ ભવિષ્યમાં પણ સુરતનું લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમને સર્વોચ્ચ સ્થાને લઇ જવાનું વિઝન સ્ટેડીયમ પેનલના ઉમેદવારો ધરાવે છે.
લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમમાં વિતેલા વર્ષોમાં ક્રિકેટની સાથે જુદી જુદી ઇન્ડોર, આઉટડોર રમતગમતની પ્રવૃતિઓ, સ્પોર્ટસ માટે જરૂરી વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રેનિંગ, કોચિંગ, પ્રેક્ટીશિંગ તેમજ મેમ્બર્સ અને તેમના પરીવારજનોના આરોગ્યથી લઇને આનંદપ્રમોદ, એન્ટરટેઇન્મેન્ટ સુધીની દરેકે દરેક પ્રવૃતિઓનું સફળતાપૂર્વક આયોજનના ખરા હકદારો જેમણે અત્યાર સુધી લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમમાં ચાવી રૂપ ભૂમિકા ભજવી એવા હાલના સ્ટેડીયમ પેનલના ઉમેદવારો છે.
સ્ટેડીયમ પેનલના ઉમેદવારોનું લિસ્ટ જોવા વાંચવાથી જ ખ્યાલ આવશે કે લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમમાં થયેલા વિકાસમાં દરેક ઉમેદવારોનું યોગદાન તન, મન અને ધનથી રહેલું છે.
સ્ટેડીયમ પેનલના ઉમેદવારોની પસંદગી પણ એટલી ચોકસાઇથી કરવામાં આવી છે કે જેમાં જૂના અને અનુભવી પણ છે, નવા ઉમેદવારોને પણ ચાન્સ આપવામાં આવ્યો છે, સાથોસાથ સંસ્થાના વિકાસ માટે વખત આવ્યે જુદા જુદા સ્તરે અસરકારક રજૂઆત કરી શકે, વાચા આપી શકે તેવા સક્ષમ ઉમેદવારોની પસંદગી સ્ટેડીયમ પેનલમાં કરવામાં આવી છે.