
કનૈયાભાઇ કોન્ટ્રાક્ટરના નેતૃત્વમાં લોકશાહી, સાતત્ય અને વિકાસના મુદ્દા પર ચૂંટણી લડી રહેલી સ્ટેડીયમ પેનલ જીતના માર્ગ પર અગ્રેસર
છેલ્લા 28 વર્ષથી સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનને કનૈયાભાઇ લાલભાઇ કોન્ટ્રાક્ટરનું મજબૂત નેતૃત્વ સાંપડી રહ્યું છે. કનૈયાભાઇ કોન્ટ્રાક્ટરના કુનેહભર્યા નેતૃત્વ અને સૌને સાથે રાખવાની નીતિને કારણે જ આજે લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ અને સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન એક અડીખમ વટવૃક્ષની જેમ હજારો મેમ્બર્સને સુવિધા રૂપી છાયા આપી રહી છે. હાલમાં જ્યારે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનની ચૂંટણીનો વાયરો સુરતમાં ચોમેર ફૂંકાય રહ્યો છે ત્યારે તેમનો એક ગુણ એસડીસીએના મેમ્બર્સ અને ક્રિકેટ પ્રેમીઓ યાદ કરી રહ્યા છે કે પાછલા વર્ષોમાં પોતાના લઘુબંધુએ સુકાની પદ સંભાળવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ પદેથી ખસી જઇને પોતાના લઘુબંધુ સ્વ.હેમંત કોન્ટ્રાક્ટરને સુકાન સોંપી દીધું હતું. કનૈયાભાઇ કોન્ટ્રાક્ટરે આ પ્રકારે આપેલા સમર્પણને કારણે જ સ્ટેડીયમ પેનલ સાથે આજે મતદારો પણ અડીખમ ઉભા છે.
આજે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના મેમ્બર પરીવારો એ દિવસો યાદ કરી રહ્યા છે જયારે સ્ટેડીયમનું કાર્યક્ષેત્ર મર્યાદિત હતું, શરૂઆતના દિવસો હતા ત્યારે કનૈયાભાઇ કોન્ટ્રાક્ટરે કહ્યું હતું કે એસ.ડી.સી.એ. પરીવાર એક દિવસ વિશાળ હશે અને તેમાં આપણે વિકસાવેલી ક્રિકેટની રમત માટેની માળખાગત સુવિધાઓને કારણે દેશની અનેક ટીમો સુરતમાં રમવા આવશે અને છેલ્લા પાંચ વર્ષનો સ્ટેડીયમનો ઓક્યુપન્સી રેટ જોઇએ તો ખ્યાલ આવશે કે જેવું વિઝન કનૈયાભાઇ કોન્ટ્રાક્ટરે દાયકાઓ પહેલા બતાવ્યું હતું તેવું જ બન્યું અને હજુ બની રહ્યું છે.
આગામી રવિવારે યોજાનારી સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનની ચૂંટણીમાં કનૈયાભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પેનલનું નેતૃત્વ કરી રહ્યા છે. જેમ ઇન્ડીયન ક્રિકેટ ટીમમાં સિનિયર પ્લેયર્સ, ઓલરાઉન્ડર્સ, સ્પેશ્યાલિસ્ટ બેટર્સ, બોલર્સ, ફિનિશર્સ છે તેવી જ રીતે સ્ટેડીયમ પેનલના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. સ્ટેડીયમ પેનલના ઉમેદવારો જુદી જુદા ક્ષેત્રના મહારથીઓ છે, તેમણે અત્યાર સુધી તેમના ક્ષેત્રમાં પ્રગતિ કરવા સાથે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના નાના મોટા કાર્યોમાં ખભેખભા મિલાવીને કામ કર્યું છે.
આગામી સમય સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન જ્યારે નિર્ણાયક તબક્કામાંથી પસાર થવાનું છે ત્યારે કનૈયાભાઇ કોન્ટ્રાક્ટરના સાનિધ્યમાં સ્ટેડીયમ પેનલે લોકશાહી, સાતત્ય અને વિકાસ એ ત્રણ પ્રચંડ મુદ્દા પર ચૂંટણીમાં ઝુકાવ્યું છે.