
આગામી રવિવારે તા.13મી એપ્રિલે યોજાનારી સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએસનની ચૂંટણીમાં મેમ્બર્સમાં ફેવરીટ બનેલી સ્ટેડીયમ પેનલના ઉમેદવારો પર નજર કરીએ તો આ ઉમેદવારો છેલ્લા ઘણાં વર્ષોથી લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમમાં જુદી જુદી પ્રવૃતિઓનો વિકાસ કરવાની જવાબદારી સંભાળતા આવ્યા છે અને તેમણે આ કામગીરી સુપેરે બજાવી જ છે.
મુરબ્બી કનૈયાભાઇ કોન્ટ્રાક્ટરની લિડરશીપમાં લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમમાં જે ગ્લોબલ સ્ટાન્ડર્ડસને ધ્યાનમાં રાખીને જે માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવી છે તેના પર નજર કરીએ તો લોન ટેનિસની જવાબદારી સુરત પીપલ્સ બેંકના ચેરમેન અમિત ગજ્જર સુપેરે અદા કરતા આવ્યા છે.એવી જ રીતે ક્રિકેટ માટેની સઘળી જવાબદારી ડો.નૈમિષ દેસાઇ, બેડમિંગ્ટન રમતની જવાબદારી અનિલ જુનેજા, ટેબલ ટેનિસની જવાબદારી ગોવિંદ મોદી, એન્ટરટેઇનમેન્ટની જવાબદારી હેમંત જરીવાલા, જીમ્નેશિયમ અને સ્વીમીંગ પુલની જવાબદારી હિતેન્દ્ર મોદી, યુટિલીટીની જવાબદારી યતિન દેસાઇ, પબ્લિક રિલેશનની જવાબદારી કિરીટ દેસાઇ સહિતના સ્ટેડીયમ પેનલ સાથે સંકળાયેલા આગેવાનો સંભાળતા આવ્યા છે.
સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન અને લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમનું ડેવલપમેન્ટ હાલમાં નિર્ણાયક તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે અને તેના માટે પરીપક્વ લિડરશીપ સમયનો તકાજો છે, જે સ્ટેડીયમ પેનલના ઉમેદવારો આપી શકે તેમ છે. હાલમાં ચાલી રહેલી પ્રચાર કામગીરી દરમિયાન જ જોવા મળી રહ્યું છે કે મેમ્બર પરીવારો સ્ટેડીયમ પેનલના ઉમેદવારોએ અત્યાર સુધીના વિકાસમાં જે યોગદાન આપ્યું છે એ અન્ય કોઇ ઉમેદવારો કે બિનઅનુભવી લોકો આપી શકે તેમ નથી.
હાલમાં લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમના ડેવલપમેન્ટનો જે રોડમેપ તૈયાર થયો છે તેમાં સ્ટેડીયમ પેનલના ઉમેદવારોનું મહત્તમ યોગદાન છે, તેમના પુરુષાર્થથી મોટાભાગની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે ત્યારે હવે તેમનો જશ ખાટી જવાના થઇ રહેલા પ્રયાસોને મેમ્બર પરીવારો જાણી ચૂક્યા છે. એટલે જ હાલમાં ચાલી રહેલી પ્રચાર કામગીરીમાં સ્ટેડીયમ પેનલના ઉમેદવારોને ઉમળકાભેર પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
સ્ટેડીયમ પેનલના હાલના ઉમેદવારો જેમાં સર્વશ્રી
– ભાદાણી અશ્વિન રાઘવભાઇ
– કોન્ટ્રાક્ટર કનૈયાભાઇ લાલભાઇ
– દલાલ અનિલ ચંદ્રકાંત
– દૈસાઇ ડો.નૈમેષ કિશોરચંદ્ર
– દેસાઇ સી.એ. મયંક યશવંતરાય
– ગજ્જર અમિત દિલીપભાઇ
– જુનેજા અનિલ એન.
– મદ્રાસી પ્રમોદ તુલજારામ (ખત્રી)
– મહેતા મિતુલ શૈલેષભાઇ
– મોદી સી.એ. હિતેન્દ્ર રાજેન્દ્ર (ગોટુ)
– મુન્સી વિપુલ સુભાષચંદ્ર
– પટેલ હિતેન્દ્ર દુલ્લભભાઇ (હિતેશ ભરથાણા)
– પટેલ કિશોર ટી.
– પટેલ મનિષ મગનભાઇ (એડવોકેટ)
– પટેલ નિસર્ગ અંબુભાઇ (રણજી કેપ્ટન)
– પટેલ સંજય રમેશભાઇ (સિટીલાઇટ)
– સરાવગી રાકેશ ગોવિંદપ્રસાદ (લક્ષ્મીપતિ ગ્રુપ)
– શાહ દિપ શૈલેષભાઇ
– શાહ ધવલ ભરતકુમાર (છાંયડો)
– શાહ રમેશ એસ. (એવરસાઇન માર્બલ)
– ઉમરીગર હરીશ નાનુભાઇ