
Surat : Real Network News
પ્રોગ્રેસ એલાઈન્સના યુવા મિત્રો તરફથી શહીદ જવાનોના પરિવારોને આપવા માટે રૂ. ૧,૬૬,૫૦૦/- નું દાન આપવામાં આવ્યું છે. યુવા ઉદ્યોગ સાહસીકોને બીઝનેસ ગ્રોથ માટે અને વિકાસની દ્રષ્ટી આપવાનો પ્રયાસ કરતી સંસ્થા પ્રોગ્રેસ એલાઈન્સના ગ્રોથ પાર્ટનર મિત્રાએ આપેલ સહયોગમાંથી આ રકમ આપવામાં આવી છે.
સૈનિકોના પરિવારોને સન્માન સાથે સહાય અર્પણ કરતી સંસ્થા જય જવાન નાગરિક સમિતિ સુરતને પ્રોગ્રેસ એલાઈન્સ ફાઉનડેશને રૂ. ૧,૬૬,૫૦૦/- નો ચેક અર્પણ કરેલ છે. પ્રોગ્રેસ એલાઈન્સના શ્રી જયદિપભાઈ સોજીત્રા તથા દિલીપભાઈ કુકડીયા એ જય જવાન નાગરિક સમિતિ સુરતના ટ્રસ્ટીશ્રી હરીભાઈ કથીરીયાને દાનનો ચેક અર્પણ કરે છે.
ઉદ્યોગ વેપાર કરતા યુવા સાહસિકોમાં રાષ્ટ્ર ભાવના જોવા મળે ત્યારે આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. રાષ્ટ્રહિતવાળા પ્રગતિશીલ યુવાનો રાષ્ટ્રની મૂડી છે. જય જવાન નાગરિક સમિતિ તરફથી પ્રોગ્રેસ એલાઈન્સના મિત્રોને અભિનંદન પાઠવ્યા છે.