
ભારત કો- ઓપ. બેન્કિંગ સમિટ-2025 દ્વારા મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે ભારત રત્ન સહકારિતા સન્માન-2025 એવોર્ડ સમારોહનું આયોજન કરેલ હતું. ધી વરાછા કો-ઓપ. બેંક લિ., સુરતને આ સમારોહમાં 03 એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી હતી. બેંકની ડિજિટલ બેંકિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખી સતત બીજા વર્ષે પણ “Best Digital Bank of the Year” તેમજ “Best Cyber Security Initiative” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ સાથે બેંક નું નેટ NPA સતત શૂન્ય પર જાળવી રાખવા બદલ “Best NPA Management” એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી હતી.
આધુનિક ટેકનોલોજી સાથે સજ્જ વરાછા કો-ઓપ. બેંક Rs. 5800 કરોડથી વધુના બિઝનેસ સાથે ઉત્તરોતર પ્રગતિ કરી રહી છે. ડિજિટલ ઇન્ડિયા નું સપનું સાકાર કરવા બેંક તેમના ગ્રાહકોને તમામ ડિજિટલ બેન્કિંગ સેવા પૂરી પાડવા સકારાત્મક અભિગમ સાથે કાર્ય કરે છે. ભારત રત્ન સહકારિતા સન્માન-2025 સમારોહમાં વરાછા કો-ઓપ. બેંકનાં ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા, જનરલ મેનેજરશ્રી વિઠ્ઠલભાઈ ધાનાણી, AGM શ્રી શૈલેષભાઈ ભૂત તેમજ AGM-IT શ્રી પરેશભાઈ કેલાવાલા આ સમારોહમાં ઉપસ્થિત રહી એવોર્ડ સ્વીકાર્યા હતા.
વરાછા કો-ઓપ. બેંકનાં ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા એ જણાવ્યું હતું કે, બેંકનું ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અત્યંત આધુનિક ટેકનોલોજી સાથે સુસજ્જ છે અને સાયબર સિક્યુરિટી માટે હર હંમેશ સકારાત્મક અભિગમ રાખી ટેકનોલોજી માં સતત નવનીકરણ માટે તત્પર જ હોય છે. બેંકના રિકવરી વિભાગ દ્વારા વર્ષ 2023-24 ના ગ્રોસ NPA 1.22% ને આ વર્ષે 0.80% સુધી નોંધપાત્ર ઘટાડો કરી નેટ NPA શૂન્ય પર જાળવી રાખવા ઉત્કૃષ્ઠ કામગીરી કરી છે. બેંકને મળેલ આ એવોર્ડનો શ્રેય બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને તમામ કર્મચારી “VCB Team” ને જાય છે. બેંકનાં તમામ હોદ્દેદારશ્રીઓ અને મેનેજમેન્ટનાં સાથ અને સહકાર થકી વરાછા કો-ઓપ. બેંક આજે ગુજરાતની સહકારી બેંકોમાં ટોપ-ટેનમાં અગ્રીમ સ્થાન ધરાવે છે, જે અમારા માટે આનંદ અને ગૌરવની વાત છે.