Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • March
  • IOC, BPCL, HPCLએ એક જ મહિનામાં રૂ. 19,000 કરોડનું નુકશાન
  • BUSINESS
  • INDIA

IOC, BPCL, HPCLએ એક જ મહિનામાં રૂ. 19,000 કરોડનું નુકશાન

Real March 24, 2022
Where-is-so-much-oil-stored-at-the-petrol-pump
Spread the love

આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવવધતા છતા પાંચ રાજ્યોમાં ચૂંટણીને પરિણામે માર્ચ મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ પણ વધારો ન કરતા દેશની ટોચની ઓઈલ માર્કેટિંગ કંપનીઓને 2.25 અબજ ડોલરનો ફટકો લાગ્યો છે

મૂડી’ઝના અહેવાલ અનુસાર માર્ચ મહિનામાં ક્રૂડ ઓઈલના ભાવ ભડકે બળવા છતા સ્થાનિક ધોરણે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખતા ઈન્ડિયન ઓઈલ, બીપીસીએલ અને એચપીસીએલને કુલ 2.5 અબજ ડોલર એટલેકે 19,000 કરોડ રૂપિયાનું નુકશાન વેઠવું પડ્યું છે.

પાંચ રાજ્યોની ચૂંટણીને પરિણામે સરકારના દબાણ હેઠળ ભારતમાં 4થી નવેમ્બર,2021થી 21મી માર્ચ, 2022 સુધી ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો જ્યારે આ સમયગાળામાં ક્રૂડનો ભાવ 82 ડોલર પ્રતિ બેરલથી ઉંચકાઈને માર્ચના માત્ર ત્રણ સપ્તાહમાં જ ભાવ 111 ડોલરને પાર નીકળ્યાં છે. રશિયાએ યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરતા ક્રૂડ અને કુદરતી ગેસના ભાવ ભડકે બળ્યાં છે.

22મી અને 23મી માર્ચે 80-80 પૈસાના ભાવવધારા બાદ ત્રણેય ટોચની ઓએમસી કંપનીઓ ગુરૂવારે ફરી ભાવ સ્થિર રાખ્યાં હતા.

મૂડીઝે અહેવાલમાં જણાવ્યું કે “વર્તમાન બજાર કિંમતોના આધારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને હાલમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર બેરલ દીઠ અનુક્રમે આશરે 25 ડોલર (રૂ. 1900 થી વધુ) અને બેરલ દીઠ 24 ડોલરની આવક ગુમાવવી પડી રહી છે.”

જો ક્રૂડ ઓઈલની કિંમતો સરેરાશ 111 ડોલર પ્રતિ બેરલની આસપાસ સ્થિર રહે અને કંપની વધારાનો બોજો ગ્રાહકો પર ન ઢોળે તો ત્રણેય સરકારી કંપનીઓને પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર આશરે દૈનિક 500 કરોડનું સંયુક્ત નુકસાન વેઠવું પડશે.

“નવેમ્બર અને માર્ચના પ્રથમ ત્રણ અઠવાડિયા વચ્ચેના સરેરાશ વેચાણ વોલ્યુમને આધારે અમારા અંદાજ અનુસાર સરકારી માલિકીની રિફાઇનિંગ અને માર્કેટિંગ કંપનીઓએ મળીને પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર આશરે 2.25 અબજ ડોલરની આવક ગુમાવી છે,” મૂડીઝે ઉમેર્યું હતું. આ આંકડો ત્રણેય કંપનીઓ માટે તેમના સંયુક્ત નાણાંકીય વર્ષ 2021ના એબીટાના લગભગ 20 ટકા જેટલી રકમ છે. રેટિંગ એજન્સીએ અંદાજ લગાવ્યો હતો કે આ સમાન સમયગાળા દરમિયાન આઈઓસીની આવક નુકશાની લગભગ 1-1.1 અબજ ડોલર જ્યારે બીપીસીએલ અને એચપીસીએલની આવક નુકશાની લગભગ 55થી 65 કરોડ ડોલર હશે.

OMCsના દેવામાં થશે વધારો

આવકમાં નુકસાનીને કારણે રિફાઇનર્સોએ વર્કિંગ કેપિટલ પૂરું પાડવા ટૂંકાગાળાનું દેવું ઉઘરાવવું પડશે. આ સિવાય સરકાર ચાલુ વર્ષે એલઆઈસીનો આઈપીઓ લાવી શકે તેવી કોઈ સંભાવના નથી જોવા મળી રહી તેથી હવે સરકારને આ જાહેર ક્ષેત્રની કંપનીઓ તરફથી પણ વધુ ડિવિડન્ડની માંગ રહેશે એટલેકે જો ડિવિડન્ડ પેમેન્ટ વધશે તો બેલેન્સશીટ નબળી પડશે.

Continue Reading

Previous: વલસાડ ખાતે મુખ્‍યમંત્રીશ્રીનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
Next: અમદાવાદ, ગાંધીનગર સહિત સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં ફરી 3 દિવસ હિટવેવની આગાહી

Related Stories

268qrb5v
  • BUSINESS
  • WORLD

અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી

Real May 24, 2025
WhatsApp Image 2025-05-23 at 6.42.11 PM
  • BUSINESS

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ-2025 માં વરાછા કો-ઓપ. બેંકને ત્રણ એવોર્ડ એનાયત

Real May 23, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.