Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • March
  • હત્યાના કેસમાં જેલમાં બંધ કેદીએ પાસ કરી IIT પરીક્ષા, સમગ્ર ભારતમાં મેળવ્યો 54મો રેન્ક
  • AZAB-GAZAB
  • INDIA
  • TECH

હત્યાના કેસમાં જેલમાં બંધ કેદીએ પાસ કરી IIT પરીક્ષા, સમગ્ર ભારતમાં મેળવ્યો 54મો રેન્ક

Real March 24, 2022
content_image_c7cf968a-e464-442b-9ee9-d43de245da53
Spread the love

કહેવાય છે કે, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ કહેવત સાચા અર્થમાં હત્યાના કેસમાં જેલમાં બંધ સૂરજ કુમાર ઉર્ફે કૌશલેન્દ્રએ સાર્થક કરી બતાવી છે. હત્યાના આરોપમાં એક યુવાન કેદીએ આવું જ કર્યું છે. હત્યાના કેસમાં જેલમાં બંધ સૂરજ કુમારે IITના જોઈન્ટ એડમિશન માસ્ટર્સની ટેસ્ટ (JAM) પાસ કરી છે. IIT રૂડકી દ્વારા આયોજિત આ પરીક્ષામાં તેમણે સમગ્ર ભારતમાં 54મો રેન્ક મેળવ્યો છે. સૂરજની સફળતામાં જેલ પ્રશાસનની પણ મોટી ભૂમિકા રહેલી છે.

કેદી સૂરજ વારિસલીગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મોસમા ગામનો રહેવાસી છે અને લગભગ એક વર્ષથી હત્યાના કેસમાં આરોપી તરીકે જેલમાં બંધ છે. મંડલ કારા નવાદામાં રહેતા સૂરજે આ દરમિયાન પરીક્ષાની તૈયારી કરી હતી. પરીક્ષાની તૈયારીમાં જેલ પ્રશાસને તેની ઘણી મદદ કરી હતી. સખત મહેનત અને લગન સાથે તેણે જેલમાં રહીને માત્ર પરીક્ષાઓની તૈયારી જ ન કરી પરંતુ સારી રેન્ક પણ મેળવી હતી.

સૂરજ હત્યાના એક આરોપમાં એપ્રિલ 2021થી જેલમાં છે. હકીકતમાં નવાદા જિલ્લાના વારિસલીગંજ પ્રખંડના મોસમા ગામમાં રસ્તાના વિવાદને લઈને બે પરિવારો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. એપ્રિલ 2021ના રોજ થયેલા હુમલામાં સંજય યાદવ ખરાબ રીતે ઘાયલ થયો હતો. સારવાર માટે પટના લઈ જતી વખતે તેનું મોત થયું હતું. ત્યારબાદ મૃતકના પિતા બાસો યાદવે સૂરજ, તેના પિતા અર્જુન યાદવ સહિત 9 લોકો વિરુદ્ધ FIR નોંધાવી હતી. 19 એપ્રિલ 2021ના રોજ પોલીસે સૂરજ સહિત 4 લોકોની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલી દીધા હતા અને ત્યારથી સૂરજ જેલમાં જ છે.

ખાસ વાત એ છે કે, સૂરજે ગયા વર્ષે પણ આ પરીક્ષા પાસ કરી હતી અને ઓલ ઈન્ડિયામાં 34મો રેન્ક મેળવ્યો હતો. પરંતુ તે છેલ્લી ઘડીએ હત્યાની આ ઘટનામાં ફસાઈ ગયો હતો. જેલમાં ગયા પછી પણ સૂરજનો જુસ્સો ઓછો નહોતો થયો અને આજે તેણે જેલમાં રહીને ફરી આ સિદ્ધિ હાંસલ કરી છે. જાહેર થયેલા પરિણામમાં સૂરજને સમગ્ર ભારતમાં 54મો રેન્ક મળ્યો છે. આ સાથે હવે તે IIT રૂરકીમાં એડમિશન લઈને માસ્ટર ડિગ્રી કોર્સ કરી શકશે. સૂરજની આ સિદ્ધિને જાણીને સૌ લોકો તેના વખાણ કરી રહ્યા છે. આ માટે તેણે ઘણી મહેનત કરી છે જેમાં જેલ મેનેજમેન્ટનો પણ પૂરો સહયોગ મળ્યો છે.

Continue Reading

Previous: અમદાવાદ, ગાંધીનગર સહિત સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં ફરી 3 દિવસ હિટવેવની આગાહી
Next: ઉમરગામ તાલુકાના સંજાણ નજીક ધીમસા રેલ્વે ફાટક પાસે બ્રિજની માંગને લઈ ગામજનોનો વિરોધ

Related Stories

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025
xhssi337
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક

Real April 6, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.