
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા ક્રમાંક ૧૬ ના બાળકોએ પોતાના જન્મદિવસે ચોકલેટ વહેચવાને બદલે શહીદાંજલી બોક્ષમાં રકમ એકત્ર કરી હતી. આજ રોજ આ બોક્ષમાં એકત્ર થયેલા રૂ, ૧૨૦૦૦/- ની રકમ જય જવાન નાગરીક સમિતિ સુરતને વીરજવાનોના પરીવારને આપવા માટે અર્પણ કરી છે. ઈશ્વર પેટલીકર નગર પ્રાથમિક શાળાના આચાર્ય વૈશાલીબેન સુતરીયા તથા શિક્ષિકા હંસાબેન પટેલ અને બાળકોએ જય જવાન નાગરિક સમિતિ સુરતના ટ્રસ્ટી શ્રી કાનજીભાઇ ભાલાળા તથા રમેશભાઈ વાઘાણીની મુલાકાત લઇ રકમ જમા કરાવી હતી.
જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી ૧૯૯૯ થી અત્યાર સુધીમાં ૩૩૯ વીરજવાનોના પરિવારોને કુલ રૂપિયા ૫.૧૬ કરોડની સહાય સન્માન સાથે અર્પણ કરી છે. સંસ્થાનો મુખ્ય હેતુ પરિવારો ને મદદ ઉપરાંત નવી પેઢીમાં રાષ્ટ્રીયચેતના પ્રગટાવવાનો છે. સરકારી શાળાઓ માં ઉદાહરણ રૂપ આ ઈશ્વર પેટલીકર શાળામાં બાળકો ના સર્વાંગી ઘડતર માટે પ્રયાસ થાય છે. દર વર્ષે એકત્ર થયેલી એ રકમ જવાનો માટે આપે છે. અત્યાર સુધીમાં ખુબ નાના પરિવારોના બાળકો ની કુલ રૂ. ૪૩૦૦૦/- જવાનોના પરિવાર માટે આપવામાં આવ્યા છે. શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ તેની રાષ્ટ્રીયભાવના બદલે અભિનંદન પાઠવવા માં આવ્યા છે.