Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • September
  • બિઝનેસ ગ્રોથ માટે વરાછા કો-ઓપરેટીવ બેંકને સ્કોબા તરફથી લાર્જ કેટેગરીમાં પ્રથમ એવોર્ડ સાથે ૩ એવોર્ડ એનાયત
  • GUJARAT
  • INDIA

બિઝનેસ ગ્રોથ માટે વરાછા કો-ઓપરેટીવ બેંકને સ્કોબા તરફથી લાર્જ કેટેગરીમાં પ્રથમ એવોર્ડ સાથે ૩ એવોર્ડ એનાયત

Real September 7, 2022 1 minute read
WhatsApp Image 2022-09-07 at 5.15.58 PM
Spread the love

દક્ષિણ ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંક ફેડરેશન તરફથી આસામના ગુવાહાટી ખાતે સ્કોબા પ્રાઈડ એવોર્ડ-૨૦૨૨ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નોર્થ ઈસ્ટ રીજીયનના RBI ના ડિરેક્ટર સંજીવ સિંઘાની ઉપસ્થિતીમાં અલગ-અલગ કેટેગરીમાં દક્ષિણ ગુજરાતની સહકારી બેંકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં વરાછા કો-ઓપરેટીવ બેંકને તેમની કામગીરી અને ગ્રોથને ધ્યાનમાં રાખી ત્રણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. વરાછાબેંકે વર્ષ ૨૦૨૧-૨૨માં ધિરાણમાં ૧૮ ટકા અને થાપણમાં ૧૦ ટકાનો ગ્રોથ કર્યો છે. જેના માટે ‘ટોટલ બિઝનેસ ગ્રોથ અને એકસ્પાન્સન’ નો એવોર્ડ પ્રાપ્ત થયો છે. પ્રોફિટીબિલીટી મેનેજમેન્ટ’ અને ‘ફાઈનાન્સીયલ સ્ટેબિલીટી’ ની કામગીરીને ધ્યાને રાખી વેરી લાર્જ કેટેગરીની બેંકોમાં વરાછાબેંકને એવોર્ડ એનાયત કરાયા છે.

બેંકના ચેરમેન ભવાનભાઈ નવાપરા, બોર્ડ ઓફ મેનેજીંગ ચેરમેન કાનજીભાઈ ભાલાળા, વાઈસ ચેરમેન પ્રભુદાસ પટેલ, ડિરેકટર જે.કે.પટેલ, કાંતિભાઈ મારકણા, રાજુભાઈ બાંભરોલીયા તથા મહિલા ડિરેકટર વિમળાબેન વાઘાણી તથા શારદાબેન લાઠીયા આ એવોર્ડ સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી એવોર્ડ સ્વીકાર્યા હતા. સ્કોબાના ચેરમેન મુકેશભાઈ ગજ્જર તેમજ સહકારી ક્ષેત્રના અગ્રણીના હસ્તે દક્ષિણ ગુજરાતની બેંકોને એવોર્ડ એનાયત થયા હતા. ૨૬ વર્ષમાં ૨૫ શાખાઓ સાથે નકકર પ્રગતિ કરતી વરાછાબેંકની સામાજીક ઉતરદાયિત્વની કામગીરી પ્રસંશનીય છે. દરેક ખાતેદારને વિમા કવચથી આવરી લઈ તમામ ખાતેદારોમાં પરિવારને સુરક્ષિત કરવાની ભાવના ધરાવતી વરાછાબેંક સહકારી બેંકો માટે ઉદાહરણરૂપ છે.

વરાછાબેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરાએ જણાવ્યું હતું કે, બેંકને મળેલ આ એવોર્ડનો શ્રા અમારી VCB ટીમને જાય છે. અમારી બેંકના કર્મચારીઓની કામ કરવાની પદ્ધતિ અને તેમના ઉત્સાહને લીધે વરાછાબેંકે આ સિદ્ધી હાંસલ કરી છે. બેંકની પ્રગતિમાં માર્ગદર્શન રૂપ બનનાર તમામ બોર્ડ ઓફ ડિરેકટર્સ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રીઓની મહેનત અને સાથ-સહકારને કારણે વરાછાબેંક આજે ગુજરાતની સહકારી બેંકોમાં ટોપ-ટેનમાં અગ્રિમ સ્થાન ધરાવે છે

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતમાં યુવાઓ દ્વારા નિ:શુલ્ક ચલાવાતા ક્લાસમાં 90 વિદ્યાર્થીઓએ એકસાથે પ્રવેશ મેળવ્યો
Next: સુરત : પી.પી.સવાણી સ્કૂલનો વિદ્યાર્થી નીટના પરિણામમાં EWS કેટેગરીમાં દેશમાં બીજા ક્રમે

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.