Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • February
  • લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર દ્વારા રક્ત સેવા સિદ્ધિ મહોત્સવ ઉજવાયો
  • GUJARAT

લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર દ્વારા રક્ત સેવા સિદ્ધિ મહોત્સવ ઉજવાયો

Real February 20, 2023
Untitled-1-Recovered
Spread the love

રક્તદાન ક્ષેત્રે વિશ્વ વિક્રમ સર્જનારી સંસ્થા લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર સુરતની 26 વર્ષની અવિરત સેવા નિમિત્તે “રક્ત સેવા સિદ્ધિ મહોત્સવ” નું આયોજન બંસરી રિસોર્ટ પાસોદરા ખાતે થયું હતું. આ સમારોહમાં શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, શ્રી હંસરાજભાઈ ગોંડલીયા, શ્રી વલ્લભભાઈ સવાણી, શ્રી કેશુભાઈ ગોટી, શ્રી વિપુલભાઈ નસિત તથા અધ્યક્ષ તરીકે શ્રી કાનજીભાઈ ભાલાળા ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ શ્રી હરિભાઈ કથીરિયાએ આવકાર પ્રવચન સાથે સંસ્થાની સેવા પ્રવૃત્તિઓની વિગત આપતા જણાવ્યું હતું કે નાત જાતના ભેદભાવ વગર 24 કલાક સેવા રથ આ સંસ્થા વર્ષે 35 હજાર યુનિટ રક્ત પૂરું પાડે છે સંસ્થાની સેવા પ્રવૃત્તિઓ અને સહયોગી સહભાગી સંસ્થાઓ, શરૂઆતથી દાતાઓ, રક્તદાતાઓ વગેરેના સહયોગની માહિતી આપી હતી.

સંસ્થાના ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ સવાણી તથા સ્થાપક પ્રમુખ ડો. જીવરાજભાઈ ડાંખરા એ સંસ્થાની રક્તદાન ઉપરાંતની સેવાઓ સિદ્ધિઓ અને વિશ્વ કક્ષાએ પણ નોંધ લેવાય તેવી સંશોધન પ્રવૃત્તિઓની વિગતો આપતા જણાવ્યું હતું ગુજરાતના રક્તદાન ક્ષેત્રે નોંધનીય સેવા આપીને વિશ્વ વિક્રમનું ગૌરવ અપાવનાર સર્વ પ્રત્યે કૃતજ્ઞના ભાવ વ્યક્ત કરવા માટે રક્ત સેવા સિદ્ધિ મહોત્સવનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે વિવિધ સેવા સંસ્થાઓના અગ્રણીઓનું સન્માન કર્યું હતું. સાથે સાથે અતિથિ શ્રીઓએ રજૂ કરેલ પ્રાસંગિક વક્તવ્યો બ્લડબેંકની કામગીરીની સુંદર સરાહના કરી સંસ્થાને સહયોગ આપવા સૌ કોઈ ને હાકલ કરી હતી આ સમારોહમાં મનહરભાઈ સાચપરા, બ્રિગેડર બી. એસ. મહેતા સાહેબ વિગેરે હાજર રહ્યા હતા. આ પ્રસંગે સુરત ડાયમંડ એસોસિએશન,કિરણ એક્સપોર્ટ,રોટરી ક્લબ, મહુવા જેસર તાલુકા, શિરડી સમાજ, શ્યામ મંદિર વગેરે અનેક સંસ્થાઓનું સન્માન કર્યું હતું પોતાના પરિવારના જન્મદિવસ મેરેજ એનિવર્સરી કે વડીલોના પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કરનાર પરિવારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જ્ઞાતિવાદ ધર્મવાદને બદલે રાષ્ટ્રવાદને મહત્વ આપવા જણાવી લોકસમર્પણ બ્લડ બેન્કમાં સ્વયંસેવક તરીકે પોતે કરેલ કામગીરીની યાદ અપાવી હતી સંસ્થામાં એક જ વ્યક્તિએ સૌથી વધુ વખત રક્તદાન અને 200 વખત પ્લેટલેટ દાન કરનાર સન્માન કર્યું હતું સંસ્થામાં ચાલતા થેલેસેમિયા સેન્ટર દ્વારા 17 બાળકોને રોજ વિનામૂલ્ય રક્ત ચડાવી આપવામાં આવે છે આ પ્રસંગે જરૂર પડીએ ફોન કરીએ તો તરત બેંક પર આવી બ્લડ ડોનેટ કરનાર તથા ત્રણ મહિને નિમિત રક્તદાન કરનાર રક્તદાતાઓનું પણ સન્માન કરાયું હતું. રક્તદાનમાં 90 સંશોધન કરનાર સંસ્થાના ડોક્ટર સન્મુખ જોશી નું સન્માન કર્યું હતું

આ ઉપરાંત રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવવા બદલ શ્રી કાનજીભાઈ ભાલાળા નું વિશેષ સન્માન કરવામાં આવ્યું છે સમગ્ર કાર્યક્રમનું સર્જન્ય બંસરી રિસોર્ટ તેમજ શ્રી પ્રવીણભાઈ જે ગુંદરાણીયા, શ્રી વિપુલભાઈ મનુભાઈ, ઘનશ્યામભાઈ લાખાણી, પ્રમુખ જ્વેલર્સ, મિથિલા પેલેસ, તુષાર પ્લાયવુડ, રાજહંસ ગ્રુપ રવિ બેનર તથા સ્વ. ભરતભાઈ ગજેરા પરિવાર એ પૂરું પાડ્યું હતું સન્માન સમારોહ બાદ શ્રી ઘનશ્યામભાઈ લાખાણી લોકસંગીતકાર દ્વારા ડાયરાનું આયોજન થયું હતું સમગ્ર કાર્યક્રમમાં 3500 જેટલા ઉમળકાભેર જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સંસ્થાના મંત્રી શ્રી રસિકભાઈ સાનેપરા, સહમંત્રી જગદીશભાઈ જાસોલીયા, ખજાનચી જવાહરભાઈ પરવડીયા, કોર્ડીનેટર મનસુખભાઈ, જયસુખભાઈ ઝાલાવાડીયા અરવિંદભાઈ કાકડીયા તથા ટ્રસ્ટીઓના સંકલનથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Continue Reading

Previous: યુક્રેનમાં હવાઈ હુમલાની સાયરન… પરંતુ બાઈડન ટ્રેનથી પહોંચ્યા:યુદ્ધ વચ્ચે કિવને નો-ફ્લાય ઝોન જાહેર કરાયો, અમેરિકન મિસાઈલ પણ એક્ટિવ હતી
Next: ચિંતાનો વિષય! ભારતના આ 9 રાજ્યો જળવાયુ પરિવર્તનમાં જોખમની શ્રેણીમાં સૌથી આગળ

Related Stories

WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.