
યુટ્યુબર પોતાની સફેદ કલરની લેમ્બોર્ગિની કારને લઈને એક એનર્જી ડ્રિંકનો વીડિયો બનાવી રહ્યો હતો
તા. 6 જાન્યુઆરી 2023, સોમવાર
હાલમાં સોશિયલ મીડિયા એક વીડીયો જોવા મળ્યો છે. જેમા એક યુટ્યુબર સોશિયલ મીડિયા માટે શૂટ કરતો હોય છે તે દરમ્યાન તેની ગાડીનો ભૂક્કો બોલાઈ જાય છે તેનો એક વીડીયો વાઈરલ થયો છે. વીડિયોમાં એક યુટ્યુબર પોતાની સફેદ કલરની લેમ્બોર્ગિની કારને લઈને એક એનર્જી ડ્રિંકના વીડિયો બનાવી રહ્યો હોય છે તે દરમ્યાન તેની ગાડીનો એક ઝાટકે ભૂક્કો બોલાઈ જાય છે.
કરોડોની ચમકતી કારનું એક ઝાટકે કચ્ચરગાણ વળી ગયુ
આજ કાલ સોશિયલ મીડિયા જાત ભાતના વીડિયો જોવા મળે છે, લોકો રોજ નવા નવા વીડિયો અપલોડ કરતા રહે છે. જેમાં ઘણા લોકો તો અજીબો ગરીબ વીડિયો બનાવતા હોય છે. આવો જ એક વીડિયો હમણાં સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો છે. જેમા એક શખ્સ તેની કરોડોની ચમકતી કારને એક ઝાટકે બરબાદ કરી નાખે છે. આ વીડિયો જોયા બાદ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ભારતમાં આ કારની કિંમત આશરે 3.15 કરોડ રુપિયા છે
તાજેતરમાં જ આવો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં એક રુસી નામના યુટ્યુબરે પોતાની સફેદ કલરની લેમ્બોર્ગિની કાર (Lamborghini Urus SUV)ને લઈ એનર્જી ડ્રિંકના વીડિયો બનાવી રહ્યો હોય છે તે દરમ્યાન તેની ગાડીનો એક ઝાટકે ભૂક્કો બોલાઈ જાય છે. ભારતમાં આ કારની કિંમત આશરે 3.15 કરોડ રુપિયા છે. આ વીડિયો શૂટ કરવા માટે તેને પુરો સેટઅપ તૈયાર કર્યો હતો. જેમા એક મોટી ક્રેન પણ જોવા મળે છે. અને તે ક્રેન પર એક મોટી ડ્રિંક લગાડવામાં આવી હતી. તે એકદમથી છુટી જાય છે અને તેની ગાડી પર પડતા ગાડીનો કચ્ચરગાણ થઈ જાય છે.