Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારની પાર્કિંગની સમસ્યા નિવારવા મિકેનાઈઝ પાર્કિંગ માટે આયોજન
  • GUJARAT

સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારની પાર્કિંગની સમસ્યા નિવારવા મિકેનાઈઝ પાર્કિંગ માટે આયોજન

Real March 22, 2023
5okehv61
Spread the love

– રીંગરોડ પર ટી.પી.સ્કીમ નં.08 (ઉમરવાડા), ફા.પ્લોટ નં.143 પૈકી વાળી જગ્યામાં મિકેનાઈઝડ મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવે તો સમસ્યાનો હલ આવે તેવી શકયતા

સુરત,તા.22 માર્ચ 2023 બુધવાર

સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટ એરિયામાં ટ્રાફિક અને વહન પાર્કિંગની ભારે સમસ્યા છે. આ સમસ્યા નિવારવા માટે મહાનગરપાલિકાએ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં મિકેનિઝમ પાર્કિંગ માટે આયોજન કર્યું છે. આ અંગેની દરખાસ્ત આગામી સ્થાયી સમિતિમાં રજૂ કરાશે તેના પર નિર્ણય કરાશે.

સુરત શહેરની ઈકોનોમીમાં ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીઝની મોટી ભુમિકા છે. ટેક્ષટાઈલ માર્કેટ વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા ખુબ જ અગત્યનો મુદ્દો છે. રીંગરોડ પર આવેલ ટેક્ષટાઈલ માર્કેટ વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થા માટે જગ્યાનો પણ અભાવ છે. જે ધ્યાને લઈ ઓછી જગ્યામાં વધુમાં વધુ પાર્કિંગ મળી રહે તે માટે લિંબાયત ઝોન વિસ્તારમાં રીંગરોડ પર ટી.પી.સ્કીમ નં.08 (ઉમરવાડા), ફા.પ્લોટ નં.143 પૈકી વાળી જગ્યા (આશરે 984.64 ચો.મી. ક્ષેત્રફળ ધરાવતો પ્લોટ) માં મિકેનાઈઝડ મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવે તો પાર્કિંગની સમસ્યાનું નિરાકરણ થઈ શકે તેમ છે.

ટીપી સ્કીમ ફાઇનલ થતાં આ જગ્યા સુરત મહાનગરપાલિકાને માલિકી ધોરણે મળી છે. મહાનગરપાલિકાનાટાઉન પ્લાનીંગ વિભાગના અભિપ્રાયને ધ્યાને લઈ, ટી.પી.સ્કીમ નં.08 (ઉમરવાડા), ફા.પ્લોટ નં.143 પૈકી વાળી જગ્યામાં મીકેનાઈઝડ મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

મિકેનિઝમ પાર્કિંગના કામનો સમાવેશ 15 માં નાણાપંચની ગ્રાંટ હેઠળ થયેલ છે. 15 માં નાણાપંચની ગ્રાંટ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે. મલ્ટીલેવલ પાર્કિંગ તરીકે ડેવલપ કરવા માટેની તમામ પ્રકારની કાર્યવાહી કરવા સૈધ્ધાંતિક મંજુરી મળવા તેમજ ટેન્ડરો મંગાવવા માટેની કામગીરી કરવા તથા આ જગ્યાએ મિકેનિઝમ પાર્કિંગ બનાવી ટ્રાફિકની સમસ્યાનો હલ કરવા સિદ્ધાંતિક નિર્ણય માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે તેના પર બેઠકમાં નિર્ણય કરાશે.

Continue Reading

Previous: પવન-પાણીના વેગથી મહાકાય બાર્જ તણાયા:સુરતના હજીરામાં જેટી પરથી હજાર ટન કોલસા ભરેલા 5 બાર્જ તણાઈને ONGC બ્રિજ પાસે આવ્યા
Next: શેરબજારમાં રોકાણના નામે ઠગાઈ:અડાજણના નિવૃત્ત બેંક કર્મચારીને નફાનો લાલચ આપી 32.65 લાખ ચાઉ કરી લીધા, ઠગન મહેસાણાથી ઝડપાયો

Related Stories

WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.