
આમ આદમી પાર્ટી પોસ્ટર લગાવવાની તૈયારીમાં વ્યસ્ત થઈ ગઈ
આ પોસ્ટર પર થયેલા વિવાદ બાદ બીજેપી નેતાએ એક પોસ્ટર પણ બહાર પાડ્યું હતું
નવી દિલ્હી, 28 માર્ચ 2023, મંગળવાર
આમ આદમી પાર્ટીએ 11 ભાષાઓમાં ‘મોદી હટાઓ દેશ બચાવો’નું પોસ્ટર જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટી 30 માર્ચે દેશભરમાં ‘મોદી હટાઓ, દેશ બચાવોના પોસ્ટર લગાવવા જઈ રહી છે. દિલ્હીમાં આ પ્રકારના પોસ્ટર લગાવ્યા બાદ દિલ્હી પોલીસે 100થી વધુ FIR દાખલ કરી હતી અને 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીએ 23 માર્ચે જંતર-મંતર પર એક મોટી જાહેર સભા યોજી હતી જેને અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન દ્વારા સંબોધિત કરવામાં આવી હતી.
આ ભાષાઓમાં પોસ્ટર લગાવાશે
આ જાહેર સભામાં પાર્ટીના દિલ્હી રાજ્ય કન્વીનર ગોપાલ રાયે જાહેરાત કરી હતી કે 30 માર્ચે આમ આદમી પાર્ટી દેશભરમાં ‘મોદી હટાઓ દેશ બચાવો’ના પોસ્ટર લગાવશે. હિન્દી, ઉર્દૂ, અંગ્રેજી અને પંજાબી ઉપરાંત, પોસ્ટર ગુજરાતી, તેલુગુ, બંગાળી, ઉડિયા, કન્નડ, મલયાલમ અને મરાઠીમાં પણ જાહેર કરવામાં આવ્યું છે.
બીજેપીએ પણ એક પોસ્ટર પણ બહાર પાડ્યું
આ પોસ્ટર પર થયેલા વિવાદ બાદ બીજેપી નેતાએ એક પોસ્ટર પણ બહાર પાડ્યું હતું. આ પોસ્ટર દ્વારા અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધવામાં આવ્યું હતું. આ પોસ્ટરમાં લખ્યું હતું કેજરીવાલ હટાઓ દિલ્હી બચાવો. આ પોસ્ટર પર પ્રતિક્રિયા આપતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે લોકશાહીમાં દરેકને આવુ કરવાનો અધિકાર છે. પરંતુ પીએમ મોદીએ નાના લોકો પર કાર્યવાહી ન કરવીજોઈએ કારણ કે તે તેમને અનુકૂળ નથી. પોસ્ટર હટાવવાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.