
ડુમસ રોડની હોટલ ખાતે ભાજપનું વેપારી તથા પ્રબુદ્ધ નાગરીક સંમેલન યોજાયું હતું. જેમાં ડાયમંડ, ટેક્ષટાઈલ, જ્વેલર્સ, બિલ્ડર અગ્રણીઓ સમક્ષ સી.આર.પાટિલ અને કેન્દ્રિય મંત્રી દર્શના જરદોશે 9 વર્ષમાં મોદી સરકારે કરેલા સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના કાર્યો વર્ણવ્યા હતાં.
દર્શના જરદોશે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં જે બે રસી આપવામાં આવી તેથી આજે આત્મનિર્ભર ભારતમાં આપણે બેઠા છીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ રસીની શોધ કરાવી નહીં હોત તો આપણે અહીં બેઠા ન હોત, વંદે ભારત ટ્રેન માં કુલ 25 ટ્રેનો અત્યાર સુધી શરૂ કરવામાં આવી છે.
ભાજપ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું હતું કે 17 થી 18 કરોડ લોકો ને પાકું મકાન આપ્યું છે તેથી સાડા ત્રણ કરોડ પરિવારો નો સમાવેશ થયો છે 2024 માં એક પણ વ્યક્તિ મકાન વગર નો ન રહે એવો સંકલ્પ છે. 80 કરોડ લોકો ને અઢી વર્ષ થી મફત અનાજ રૅશનિંગ દ્વારા અપાય છે. 5 લાખ સુધી ની મફત સારવાર આયુષ્માન કાર્ડ અંતર્ગત આપવામાં આવતી હતી તેમાં પણ વધારો કરી 10 લાખ કરાઈ છે.