Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • June
  • સવજી ધોળકિયાની હીરા કંપનીમાં આગ:સુરતમાં ઇચ્છાપોરમાં હરેકૃષ્ણ એક્સપોર્ટ કંપનીમાં ત્રીજા માળે આગ લાગતા અફડાતફડી, ફર્નિચર-કોમ્પ્યુટર સહિતનું બળીને ખાખ
  • GUJARAT

સવજી ધોળકિયાની હીરા કંપનીમાં આગ:સુરતમાં ઇચ્છાપોરમાં હરેકૃષ્ણ એક્સપોર્ટ કંપનીમાં ત્રીજા માળે આગ લાગતા અફડાતફડી, ફર્નિચર-કોમ્પ્યુટર સહિતનું બળીને ખાખ

Real June 30, 2023
t16es08n
Spread the love

સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી જીએમ ડાયમંડ પાર્કમાં સવજી ધોળકિયાની હરેકૃષ્ણ એક્સપોર્ટ કંપનીમાં આગની ઘટના બની હતી. રાધે બિલ્ડિંગમાં ત્રીજા માળે આગ લાગતા રત્નકલાકારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો.

રત્ન કલાકારોમા ડરનો માહોલ જોવા મળ્યો
સવારના સમયે આગ લાગતા રત્નકલાકારોમા ડરનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર આગ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા બે ફાયર સ્ટેશનની પાંચ ગાડીઓએ હાઇડ્રોલિક સાથે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જેમાં સોફા, કોમ્પ્યુટર, વાયરીંગ સહિતનો સામાન મળીને ખાક થયો હતો. કોઈ ઇજા જાનહાનીનો બનાવ સામે આવ્યો નથી.

1 કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો
ઈચ્છાપોર વિસ્તારમાં આવેલા જીએમ ડાયમંડ પાર્કમાં સવજી ધોળકિયાની હરેકૃષ્ણ એક્સપોર્ટ નામને હીરાની કંપની આવેલી છે. જેમાં રાધે નામના બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ પ્લસ છ માળ આવેલા છે. રાધે નામના બિલ્ડીંગના ત્રીજા માળે આગ ભભૂકી ઊઠી હતી. સવારના 8.37 ફાયર બ્રિગેડને આગ લાગ્યાની જાણ થઈ હતી. જેથી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો.

હાઇડ્રોલિકનો ઉપયોગ કરાયો
ત્રીજા માળે લાગેલી આગની જ્વાળાઓ બારીમાંથી બહાર દેખાતી હતી. જેથી ફાયર બ્રિગેડના અડાજણ અને પાલનપુર સ્ટેશનની પાંચ ગાડીઓ હાઇડ્રોલિક સાથે પહોંચી ગઈ હતી. ફાયર ઓફિસર સંપત સુથારે જણાવ્યું હતું કે, પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આગ એટલી પ્રચંડ હતી કે, ત્રીજા માળના ફર્નિચર, સોફાસેટ, કોમ્પ્યુટર સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હતો.

રત્નકલાકારો નીચે ઉતરી જતાં જાનહાની નહીં
વધુમાં જણાવ્યું હતું કે, આગ સવારના સમયે લાગી હોવાથી રત્નકલાકારો ઓફિસમાં હાજર હતા. જેઓને આગની જાણ થતાં નીચે આવી ગયા હતા. સમગ્ર દુર્ઘટનામાં કોઈ ઇજા જાનહાનિ થઈ નથી. હાલ તો આગનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અવું છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ:સુરત શહેરને પાણી પૂરું પાડતો કોઝવે પહેલા વરસાદે જ છલકાઈ ગયો; સપાટી 6.11 મીટર નોંધાતા કોર્પોરેશન દ્વારા બંધ કરાયો
Next: HDFC Merger : ભારતના ઈતિહાસનું સૌથી મોટું મર્જર, વિશ્વની ચોથી સૌથી મોટી બૅંક બનશે

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.