Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • July
  • મુંબઈ-આગ્રા હાઈવે પર ભયકંર અકસ્માત, કન્ટેનર ટ્રક હોટલમાં ઘૂસી જતા 7 લોકોના મોત, 28 ઈજાગ્રસ્ત
  • INDIA

મુંબઈ-આગ્રા હાઈવે પર ભયકંર અકસ્માત, કન્ટેનર ટ્રક હોટલમાં ઘૂસી જતા 7 લોકોના મોત, 28 ઈજાગ્રસ્ત

Real July 4, 2023
vfvsuye6
Spread the love

મુંબઈ-આગ્રા હાઈવે પર પલાસનેર પાસે ઘટના બની

પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

મહારાષ્ટ્રના ધુલેમાં મુંબઈ-આગ્રા હાઈવે પર પલાસનેર ગામ પાસે એક ભયકંર માર્ગ અકસ્માતની ઘટના બની છે જેમા 7 લોકોના મોત થયા છે, જ્યારે 28 લોકો ઘાયલ થયાના અહેવાલ છે.

મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં એક કન્ટેનર ટ્રકે પહેલા બે વાહનોને ટક્કર મારી અને બાદમાં એક હોટલમાં ઘુસી જતા ભયકંર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે અને 28 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના ધુલે જિલ્લામાં મુંબઈ-આગ્રા હાઈવે પર મુંબઈથી 300 કિલોમીટર દૂર પલાસનર ગામ પાસે બની હતી.

કન્ટેનરમાં બ્રેક ફેલ થતા અકસ્માતની ઘટના બની

મુંબઈ-આગ્રા હાઈવે પર પલાસનેર પાસે ટ્રકની બ્રેક ફેઈલ થતાં ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો. ટ્રકે પહેલા બે વાહનોને જોરદાર ટક્કર મારી અને બાદમાં બસ સ્ટોપ પાસેની હોટલમાં ઘુસી ગઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં બસની રાહ જોઈ રહેલા કેટલાક મુસાફરોનો પણ સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને શિરપુર અને ધુલેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી છે. અકસ્માત એટલો ભયકંર હતો કે મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ અકસ્માતના સ્થળે આસપાસના ગામના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટનામાં સ્થાનિક લોકોની મદદથી મૃતદેહને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. મુંબઈ-આગ્રા હાઈવે પર આવેલું પલાસનેર ગામ મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના શિરપુર તાલુકામાં આવેલું છે. આ વિસ્તાર મધ્યપ્રદેશને અડીને આવેલો છે. આજે બપોરે 12 વાગ્યાની આસપાસ પલાસનેર પાસે આ માર્ગ ભયકંર અકસ્માત થયો હતો.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતના નાનપુરા વિસ્તારમાં રસ્તા પર પડેલી ચીકણી માટીના કારણે વાહનચાલકો ત્રાહિમામ : અનેક વાહનો સ્લીપ થયાં
Next: સુરતમાં આરોગ્ય વિભાગે કમર કસી:ચોમાસુ શરૂ થતા જ મચ્છરોનો ઉપદ્રવને નાથવા તપાસનો ધમધમાટ; 518 સ્થળે તપાસ કરી દંડ ફટકાર્યો

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.