Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • July
  • વિનામૂલ્ય સારવાર આપવા દરખાસ્ત:AAPના મહિલા કોર્પોરેટરે કહ્યું- SMCનું હજારો કરોડનું બજેટ છતાં આરોગ્ય લક્ષી સેવાઓ માટે રૂપિયા ચૂકવવાની નોબત કેમ?
  • BUSINESS

વિનામૂલ્ય સારવાર આપવા દરખાસ્ત:AAPના મહિલા કોર્પોરેટરે કહ્યું- SMCનું હજારો કરોડનું બજેટ છતાં આરોગ્ય લક્ષી સેવાઓ માટે રૂપિયા ચૂકવવાની નોબત કેમ?

Real July 4, 2023
surat-aap-1_1688470947
Spread the love

આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના શાસકોને સૌથી વધુ કોઈ મુદ્દા ઉપર ઘેરવામાં આવ્યા હોય તો તે આરોગ્ય લક્ષી અને શિક્ષણને લઈને છે. આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટરે અતિ મહત્વના મુદ્દાને લઈને દરખાસ્ત મૂકી છે. શાસકો વાહ વાહી મેળવવા માટે અને તેમના જ પક્ષના નેતાઓને આવકારવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે તે કેટલો યોગ્ય છે.

શહેરીજનોએ 10 કરોડના ખર્ચને સારવાર કરાવી
સુરત મહાનગરપાલિકા અંતર્ગત હોસ્પિટલ તેમજ અલગ અલગ ઝોનમાં આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. અંદાજે 70થી 72 જેટલા નાના-મોટા આરોગ્ય કેન્દ્રમાં લોકો નાની મોટી સારવાર લઈ રહ્યા છે. સુરત જેવા શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આરોગ્ય લક્ષી સેવાઓ માટે ખાનગી હોસ્પિટલમાં જવાને બદલે સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાનું પસંદ કરે છે. વર્ષ 2020-23માં જે વિગતો મળી રહી છે તે મુજબ સ્મીમેર હોસ્પિટલ દર્દીઓએ સારવાર લેવાના બદલામાં રૂપિયા 9 કરોડ જેટલી રકમ ચૂકવી છે. તેમજ આરોગ્ય કેન્દ્ર ઉપર 50 લાખ કરતા વધારે ના રૂપિયા ખર્ચીને આરોગ્ય સેવા મેળવી છે. સુરત મહાનગરપાલિકાનું બજેટ 7,800 કરોડ કરતાં પણ વધારેનું છે. ત્યારે માત્ર 10 કરોડ જેટલો અંદાજિત ખર્ચ થતો હોય તો શહેરીજનોને પાલિકાના હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્ર ઉપર વિના મૂલ્ય સારવાર કેમ આપવામાં આવી રહી નથી.

મારી દરખાસ્તને સર્વ સંમતિથી મંજૂર કરવી જોઈએ: કોર્પોરેટર
સુરત મહાનગરપાલિકાના હોસ્પિટલ સમિતિના સભ્ય રચના હિરપરાએ જણાવ્યું કે, શહેરીજનોને વિનામૂલ્યે પાલિકાના હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્ર ઉપર વિનામૂલ્યે સેવા મળી રહે તેવી દરખાસ્ત કરી છે. હજારો કરોડનું બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકામાં આરોગ્ય લક્ષી સેવાઓ લેવા માટે એક વર્ષમાં દર્દીઓએ અંદાજે 10 કરોડ રૂપિયાનો જો ખર્ચ કર્યો હોય છે. તો આ તમામ આરોગ્ય લક્ષી સેવાઓ વિનામૂલ્ય કેમ આપવામાં આવતી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરતની એક મુલાકાત પાછળ 20થી 25 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. શું મહાનગરપાલિકાના શાસકોને માનસિકતા નથી કે તમામ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં આવતા લોકોને આરોગ્ય લક્ષી સેવાઓ વિનામૂલ્ય કરી દેવી જોઈએ. વડાપ્રધાનની આગતા વાગતામાં જે રૂપિયા ખર્ચવામાં આવે છે તેનાથી ત્રણ વર્ષ સુધી લોકોને વિનામૂલ્યે આરોગ્ય સેવા મળી શકે એમ છે. જેથી કરીને ઘણી બધી મુશ્કેલીઓમાંથી લોકો બહાર આવી શકે. કોઈપણ પ્રકારની રાજનીતિ વગર મારી આ દરખાસ્ત અને લોકહિત માટે મંજૂર કરવી જોઈએ.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતમાં આરોગ્ય વિભાગે કમર કસી:ચોમાસુ શરૂ થતા જ મચ્છરોનો ઉપદ્રવને નાથવા તપાસનો ધમધમાટ; 518 સ્થળે તપાસ કરી દંડ ફટકાર્યો
Next: સુરતમાં પહેલીવાર બ્રિજ પર ચોકી:રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ પર ટ્રાફિકજામ નિવારવા પોલીસચોકી બનાવાઈ, 2 પોલીસકર્મી સતત પેટ્રોલિંગ કરશે

Related Stories

WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
268qrb5v
  • BUSINESS
  • WORLD

અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી

Real May 24, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.