Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • July
  • સુરતમાં પહેલીવાર બ્રિજ પર ચોકી:રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ પર ટ્રાફિકજામ નિવારવા પોલીસચોકી બનાવાઈ, 2 પોલીસકર્મી સતત પેટ્રોલિંગ કરશે
  • TECH

સુરતમાં પહેલીવાર બ્રિજ પર ચોકી:રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ પર ટ્રાફિકજામ નિવારવા પોલીસચોકી બનાવાઈ, 2 પોલીસકર્મી સતત પેટ્રોલિંગ કરશે

Real July 5, 2023
lgibkxku
Spread the love

ગત સપ્તાહે ભારે વરસાદને પગલે રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ પર વાહનો ખોટકાવાના અનેક બનાવો બન્યા હતા. જે બાબતને ધ્યાને લઇ ટ્રાફિક પોલીસે વાહનચાલકોની મદદ માટે તેમજ સુચારુ ટ્રાફિક વ્યવસ્થા માટે બ્રિજ પર ટ્રાફિક પોલીસ ચોકી બનાવી છે. જે કેબિનમાં બે પોલીસ કર્મીઓ સતત હાજર રહી વાહનચાલકોને મદદરૂપ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં બ્રિજ પર પહેલીવાર ટ્રાફિક પોલીસ ચોકી બનાવવામાં આવી છે. આ ચોકી ગુજરાતમાં સંભવતઃ પહેલીવાર કોઈ બ્રિજ કે ફ્લાયઓવર પર કાર્યરત કરાયેલી ચોકી છે.

ટ્રાફિક ડીસીપી અમિતાબેન વાનાણીએ જણાવ્યું હતું કે, ચોમાસાની સિઝનમાં રિંગરોડ બ્રિજ પર ટ્રાફિકની સમસ્યા રહેતી હતી. જેને નિવારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ ચોકી, પેટ્રોલિંગની સાથે બ્રિજ વચ્ચે ડિવાઈડરમાં લોખંડની જાળી લગાવવામાં આવી છે. જેને ખસેડી ટ્રાફિક ડાયવર્ટ પણ હવે કરી શકાશે. ગુજરાતમાં આવો નિર્ણય પ્રથમવાર હોય એવી શક્યતા કહી શકાય.

રાફિકની અસર ઉધનાથી લઈ સહારા દરવાજા સુધી થતી
ભારે વરસાદને કારણે રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ પર વારંવાર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. આ બાબતે પોલીસે તપાસ કરી તો વરસાદમાં ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહનો ખોટકાવાના અનેક બનાવો બન્યા હતા. એક વાહનને કારણે બ્રિજ પર લાંબી કતારો લાગી જતી હતી. જેની અસર ઉધના દરવાજા, સહરા દરવાજાથી લઇ કાપડ માર્કેટ વિસ્તારમાં પણ જોવા મળતી હતી.

રાફિક પોલીસ ચોકીમાં બે જવાનો હાજર રહેશે
બ્રિજ પર વાહન ખોટકાય તો વાહનચાલકને મદદરૂપ થવા માટે ટ્રાફિક પોલીસે ચોકી બનાવી છે. બ્રિજ પર સહારા દરવાજા તરફ જવાના માર્ગની સાઇડે કેબિન બનાવાઇ છે. જે કેબિનમાં બે પોલીસકર્મીઓ હાજર રહેશે અને વરસતા વરસાદમાં જો કોઇ વાહન ખોટકાય તો વાહનચાલકોની મદદ કરી શકશે.

પોલીસકર્મીઓ બાઇક પર સતત ક્રોસ પેટ્રોલિંગ કરશે
પોલીસ ચોકી પર ફરજ બજાવતા બે પોલીસકર્મી જરૂર પડ્યે વાહન ખસેડવા ક્રેન પણ મંગાવી લેશે. સાથોસાથ પોલીસકર્મીઓ બાઇક પર સતત ક્રોસ પેટ્રોલિંગ કરી ટ્રાફિક વ્યવસ્થા પણ જાળવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતના એક પણ બ્રિજ પર ટ્રાફિક પોલીસ ચોકી નથી. રિંગરોડ બ્રિજ પર ભારે ટ્રાફિક થતો હોવાના કારણે આ ચોકી બનાવવામાં આવી છે.

 

Continue Reading

Previous: વિનામૂલ્ય સારવાર આપવા દરખાસ્ત:AAPના મહિલા કોર્પોરેટરે કહ્યું- SMCનું હજારો કરોડનું બજેટ છતાં આરોગ્ય લક્ષી સેવાઓ માટે રૂપિયા ચૂકવવાની નોબત કેમ?
Next: મેઘરાજાની બીજી ઇનિંગ્સ શરૂ:ત્રણ દિવસના વિરામ બાદ ઓલપાડ, માંગરોળ, બારડોલી તાલુકામાં વરસાદી માહોલ; ફરી વરસાદ વરસતા ખેડૂતો ખુશ ખુશાલ

Related Stories

WhatsApp Image 2024-05-30 at 5.12.08 PM
  • GUJARAT
  • TECH

માણસ આઈ.ટી ક્રાંતિની સાથે બદલાશે નહિ, તો તે અભણ ગણાશે. – થર્સ-ડે થોટ્

Real May 30, 2024
5
  • AZAB-GAZAB
  • GUJARAT
  • TECH

પૈસા, પદ કે પ્રતિષ્ઠા કરતા ચારિત્ર વધુ મુલ્યવાન છે. – કાનજીભાઈ ભાલાળા થર્સ-ડે થોટ્સ

Real December 14, 2023
xf3q9ecd
  • TECH

નશાકારક દવા વેચાણ કરનાર પર તવાઈ:ઉધનામાં ગેરકાયદે નશાકારક સીરપનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોર પર પોલીસે ડમી ગ્રાહક મોકલી ઝડપી પાડયો, 250 સીરપ બોટલો કબ્જે કરી

Real August 7, 2023

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.