Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • July
  • રોગચાળો વકર્યો:સુરતમાં ચોમાસાના આગમન સાથે રોગચાળાની દસ્તક, સિવિલમાં રોજના તાવના 140થી વધુ કેસ, અલાયદો વોર્ડ શરૂ
  • GUJARAT

રોગચાળો વકર્યો:સુરતમાં ચોમાસાના આગમન સાથે રોગચાળાની દસ્તક, સિવિલમાં રોજના તાવના 140થી વધુ કેસ, અલાયદો વોર્ડ શરૂ

Real July 6, 2023
edhrbx29
Spread the love

ચોમાસાના આરંભે વિવિધ પ્રકારની બિમારીના કિસ્સા વધતા હોવાનું નોંધાઈ છે. જેમાં હાલના તબક્કે સિવિલ હોસ્પિટલમાં રોજના 140થી વધુ કેસ તાવના આવી રહ્યા છે. દર્દીઓની લાઈનો લાગી છે. જેથી સિવિલ પ્રશાસન હરકતમાં આવી ગયું છે. હાલ તો એક અલાયદો વોર્ડ બનાવવામાં આવ્યો છે.

50 બેડનો અલાયદો વોર્ડ બનાવી રાખ્યો
ચોમાસાના આગમન સાથે શહેરમાં રોગચાળાએ દસ્તક દીધી છે. ફક્ત સિવિલ હોસ્પિટલમાં જ દરરોજ તાવના 140થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે અને દર્દીઓની લાઈનો લાગી છે. જેને પગલે હોસ્પિટલ પ્રશાસને 50 બેડનો અલાયદો વોર્ડ બનાવી રાખ્યો છે. કિડની બિલ્ડિંગમાં અલાયદા વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સુપરિન્ટેન્ડેન્ટ ડો. ગણેશ ગોવેકરે કહ્યું હતું.

ત્રણ દિવસમાં સિવિલમાં તાવના 416 કેસ
સિવિલમાં તાવ અને મેલેરિયાના કેસ આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન 416 કેસ નોંધાયા છે. જેમાં 135, 140 અને ગતરોજ 141 કેસનો સમાવેશ થાય છે. આ જ રીતે મેલેરિયાના અનુક્રમે 3, 12 અને 4 કેસ નોંધાયા છે. જ્યારે સ્મીમેરમાં જુલાઈ મહિનામાં ડેન્ગ્યુના 26, મેલેરિયાના 39, ટાઈફોઈડના 29 અને ગેસ્ટ્રોના 49 દર્દી દાખલ થયા હતા. ત્રણ દિવસમાં સિવિલ હોસ્પિટલમાં તાવના 416 કેસ નોંધાયા હોય તંત્ર દ્વારા પૂરતી સતર્કતા દાખવવામાં આવી રહી છે.

મેલેરિયાના કેસમાં પણ વધારો
સુરત સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, તાવના કેસમાં 10 ટકાનો વધારો થયો છે. જેના માટે અલાયદો વોર્ડ બનાવી ડોક્ટર અને સ્ટાફની ટીમ પણ તહેનાત કરી દેવામાં આવી છે. આ સાથે મેલેરિયા અને બાળકોમાં ગેસ્ત્રોના કેસમાં પણ વધારો થયો છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: મેઘરાજાની બીજી ઇનિંગ્સ શરૂ:ત્રણ દિવસના વિરામ બાદ ઓલપાડ, માંગરોળ, બારડોલી તાલુકામાં વરસાદી માહોલ; ફરી વરસાદ વરસતા ખેડૂતો ખુશ ખુશાલ
Next: રાહુલને ગુજરાત હાઇકોર્ટમાંથી પણ ઝટકો:અરજી નકારતા 2 વર્ષની સજા યથાવત, શક્તિસિંહે કહ્યું- સુરત કોર્ટનું અધિકારક્ષેત્ર નહોતું, કર્ણાટકમાં બોલાયેલી વસ્તુનો કેસ સુરતમાં ન થઈ શકે

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.