Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • July
  • મોંઘાં ટામેટાં ચોરના ધ્યાને ચડ્યાં:લ્યો બોલો… દૂધ, બટાટા બાદ ટામેટાં ચોરાયા, સુરતની કાપોદ્રા શાકભાજી માર્કેટમાંથી 150 કિલો ટામેટાંની ચોરી કરતો તસ્કર CCTVમાં કેદ
  • GUJARAT

મોંઘાં ટામેટાં ચોરના ધ્યાને ચડ્યાં:લ્યો બોલો… દૂધ, બટાટા બાદ ટામેટાં ચોરાયા, સુરતની કાપોદ્રા શાકભાજી માર્કેટમાંથી 150 કિલો ટામેટાંની ચોરી કરતો તસ્કર CCTVમાં કેદ

Real July 10, 2023
penu973r
Spread the love

બજારમાં શાકભાજીના ભાવ વધતા લોકોની જીવન જરૂરિયાત એવા શાકભાજીની પણ ચોરી થવા લાગી છે. ત્રણ દિવસ પહેલાં મોટા વરાછા વિસ્તારમાંથી બટાકાની ચોરી થયા બાદ હવે ટામેટાંની પણ ચોરીની ઘટના સામે આવી છે.બજારમાં ટામેટાંના ભાવ 200ને પાર થતાં હવે ટામેટાંની ચોરી પણ થવા માંડી છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલા શાકભાજી બજારમાંથી 150 કિલોથી વધુનાં ટામેટાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. માર્કેટમાંથી ટામેટાંની ચોરી સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે હાલ તો આ બાબતે સીસીટીવીને આધારે તપાસ શરૂ કરી છે. પરંતુ એક પછી એક જે રીતે શાકભાજીની ચોરીની ઘટના સામે આવી છે ત્યારે પોલીસને હવે શાકભાજી ચોરોને શોધવાના દિવસો આવી ગયા છે.

સુરતમાંથી બટાકા બાદ ટામેટાની ચોરી
હાલ બજારમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ત્યારે ચોરો પણ કીમતી ચીજવસ્તુ નહીં પરંતુ જીવન જરૂરિયાતની ગણાતી શાકભાજીની ચોરી કરવા માંડ્યા છે. શહેરના પોલીસ ચોપડે શાકભાજી ચોરી થવાની ફરિયાદ નોંધાઇ રહી છે. સુરતમાં ત્રણ દિવસ પહેલાં જ મોટા વરાછા વિસ્તારમાંથી 17 કટ્ટા બટાકાની ચોરીની ફરિયાદ ઉતરાણ પોલીસ મથકમાં નોંધાઈ હતી. ત્યાં કાપોદ્રા વિસ્તારમાંથી વધુ એક શાકભાજીની ચોરીની ઘટના સામે આવી છે. જેમાં રૂ. 200 કિલોને પાર પહોંચેલા ટામેટાની ચોરીની ઘટના બની છે. સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં આવેલા અક્ષર ડાયમંડ નજીક આવેલી શાકભાજી માર્કેટમાંથી ટામેટા, રીંગણ અને લસણની ચોરી થયાની અરજી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં થઈ છે. વેપારી રાત્રે તમામ સામાન બાંધીને ગયા બાદ સવારે આવ્યો તો ટામેટાંની ૩ ગૂણની ચોરી થઇ હોવાનું ધ્યાન પર આવ્યું હતું. હાલ કાપોદ્રા પોલીસે ગુનો નોંધાવાની તજવીજ હાથ ધરી છે.

ટામેટાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ
કાપોદ્રાની શાક માર્કેટમાંથી ટમેટાં સહિતના શાકભાજીની ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. વેપારીને સવારે શાકભાજીની ચોરી થયા હોવાની જાણ થતાં શાક માર્કેટમાં લગાવેલા સીસીટીવીની તપાસ કરી હતી. જેમાં જોવા મળ્યું હતું કે કોઈ યુવક ટામેટાં લઇ જતો નજરે પડ્યો હતો. માર્કેટમાંથી ચોરે વેપારીના 150 કિલોથી વધુનાં ટામેટાં ચોરી ગયો હતો. એટલું જ નહિ ટામેટા બાદ રીંગણ અને લસણ પણ ચોરી કરી ગયો હતો. ત્યારે આ બાબતે વેપારીઓએ કાપોદ્રા પોલીસને જાણ કરી હતી. વેપારીઓએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. પોલીસે સીસીટીવીના આધારે આરોપીને પકડવા ટીમો કામે લગાવી છે અને વેપારીઓની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.

મોંઘવારી વચ્ચે શાકભાજીની ચોરી થતાં વેપારીઓને બમણો માર
સામાન્ય લોકો માટે ટામેટાં ખરીદવા મુશ્કેલ બની ગયા છે. બીજી તરફ બે દિવસથી શાકભાજીની ચોરી થવાની ઘટના બનતા વિક્રેતા તેમજ નાના વેપારીઓના જીવ અધ્ધર થઇ ગયા છે. મોંધવારી વચ્ચે ચોરી થતાં વેપારીઓને બમણો માર વાગી રહ્યો છે.

પોલીસ શાકભાજી ચોર શોધવા કામે લાગી
શહેરમાં વધતી જતી શાકભાજી ચોરીની ઘટનાઓને લઇ પોલીસની ચિંતા પણ વધી રહી છે.પોલીસ મથકે શાકભાજીની ચોરીની ફરિયાદો આવી રહીં છે ત્યારે શહેરની પોલીસના જવાનોના હવે શાકભાજી ચોરોને શોધવાના દિવસો આવી ગયા છે. તો બીજી તરફ શાકભાજી વિક્રેતાઓએ પણ હવે ટામેટાં રાખવા માટે તિજોરી લેવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ ગયું છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ચંદ્રયાન-3ની આબેહૂબ રંગોળી:સુરતની આઠ મહિલાઓએ બનાવી 13X7 ફૂટની પ્રતિકૃતિ, 10 વર્ષની બાળાએ બે દિવસ શાળામાં રજા રાખી
Next: 1500 ફૂટ ઊંચેથી ગુજરાતના ગ્રીન સિટીનો ડ્રોન નજારો:રાજ્યનું પાટનગર ચોમાસામાં સોળે કળાએ ખીલી ઊઠ્યું, એક ક્લિક પર વાદળોની ઉપરથી પ્રાકૃતિક સૌંદર્યની મજા માણો

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.