Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • July
  • એ કાકા જાય રે…જાય:સુરતમાં એક કાકાએ રોંગ સાઇડમાં એક્ટિવા દોડાવી ભલભલાને અચંબામાં મૂક્યા; સામેથી આવતા લોકોના જીવ અધ્ધર; વીડિયો વાઇરલ
  • GUJARAT

એ કાકા જાય રે…જાય:સુરતમાં એક કાકાએ રોંગ સાઇડમાં એક્ટિવા દોડાવી ભલભલાને અચંબામાં મૂક્યા; સામેથી આવતા લોકોના જીવ અધ્ધર; વીડિયો વાઇરલ

Real July 15, 2023
4bf0w1b2
Spread the love

આજકાલ લોકોને કાયદાનું ભાન જ ના હોય એવી રીતે વાહન હંકારતા હોય છે. ટ્રાફિક નિયમોનું પાલન કરવું તો ઠીક, પરંતુ રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવી અન્યના જીવ પણ જોખમમાં મુકે છે. એવો જ એક કિસ્સો સુરત જિલ્લામાં બનવા પામ્યો છે. સુરતમાં છેલ્લા ચાર દિવસમાં રોંગ સાઈડમાં વાહન હંકારવાનો બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાહન ચાલકો નિયમોનું ઉલ્લંઘન કરી બ્રિજ ઉપર ખોટી દિશામાં વાહન હંકારતા દેખાઈ રહ્યા છે. તમે વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકો છો કે, એક એક્ટિવા ચાલક રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે જતો નજરે પડે છે. સામેથી આવતા લોકો પણ આ જોઈને હેરાન છે કે, આ કાકાને એટલી તો શું ઉતાવળ?. જોકે કોઈ વાનહ ચાલકે જ આ એક્ટિવા ચાલકનો વીડિયો બનાવીને વાઈરલ કર્યો છે. તો ટ્રાફિક વિભાગ ક્યારે એક્શન લેશે એતો હવે જોવું રહ્યું.

બ્રિજ ઉપર રોંગ સાઈડમાં વાહન
સુરતી લાલાઓ આવા ટ્રાફિક નિયમોનો ઉલ્લંઘન કરવામાં ખૂબ જ બેદરકાર દેખાઈ રહ્યાં છે. શહેરમાં અકસ્માતો વધતા હોવા છતાં પણ આંખ ઉઘડી રહી નથી. વાહન ચાલકોએ બેદરકારીપૂર્વક બ્રિજની ઓવરસાઈડથી વાહન હંકારી પોતાના માટે તો મોતને આમંત્રણ આપી જ રહ્યા છે, પરંતુ સામેથી આવતા વાહન ચાલકો માટે પણ કાળમુખા બની શકે છે. બ્રિજ પર રોંગ સાઈડમાં વાહનો હંકારતા સમયે જો સામેથી પૂરપાટ ઝડપે કોઈ વાહન આવી જાય તો તે પોતે પણ પોતાના સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવી શકે અને મોટો અકસ્માત થઈ શકે છે.

ટ્રાફિક વિભાગ ક્યારે કાર્યવાહી કરશે?
સુરત શહેર બ્રિજ સીટી તરીકે ઓળખાય છે. શહેરના તમામ વિસ્તારોમાં બ્રિજ બનાવવામાં આવ્યા છે. ટ્રાફિક ભારે અને ઓછું કરવા માટે બનાવેલા બ્રિજ ઉપર વાહન ચાલકો નિયમોનો ઉલ્લંઘન કરીને વાહન હંકારી રહ્યા છે. ટ્રાફિક વિભાગ દ્વારા આ પ્રકારે રોંગ સાઈડમાં બ્રિજ ઉપર વાહન હંકારતા વાહન ચાલકો સામે કડકાઇથી કાર્યવાહી કરવી જોઈએ. જેથી કરીને બ્રિજ ઉપર જીવના જોખમે રોંગ સાઈડમાં વાહન હંકારતા બંધ થાય.

રિક્ષા ચાલકે પણ રોંગસાઈડમાં રમરમાટી બોલાવી હતી
જોકે હજી તો બે દિવસ અગાઉ સુરત શહેરનો આશ્ચર્યજનક વીડિયો સામે આવ્યો હતો. જેમાં એક રિક્ષા ચાલક પૂરપાટ ઝડપે મોતને આમંત્રણ આપવા માટે રોંગસાઈડમાં રિક્ષા લઈને જઈ રહ્યો હતો. વરાછા વિસ્તારમાં વાહનોની ગીચતા ખૂબ જ મોટા પ્રમાણમાં છે, જેના કારણે અહીં ટ્રાફિકની સમસ્યા સતત વકરી રહી છે. વરાછા હીરાબાગ સર્કલ ચોપાટી તરફ જવાના રસ્તે કતારગામ અને યોગી ચોક તરફ સતત ટ્રાફિકનો ઘસારો જોવા મળે છે. પરિણામે અનેક જગ્યાએ તમને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થતું દેખાય છે. વાહન ચાલકો ઝડપથી પહોંચવા માટે તમામ ટ્રાફિકના નિયમો નેવે મૂકી દે છે. હવે જોવાનું એ રહ્યું કે, ટ્રાફિક વિભાગ આવા તત્વો વિરુદ્ધ કેવા પ્રકારની કામગીરી છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: જય જવાન નાગરિક સમિતિ સુરત દ્વારા વિર જવાનના પરિવારને સન્માન સાથે સહાય અર્પણ કરવામાં આવી
Next: મધ્યાહન ભોજન યોજના રામ ભરોસે!:ગુજરાતમાં 20 જિલ્લાની સ્કૂલો 1 મહિનાથી તેલ-દાળના જથ્થાથી વંચિત, કર્મચારીમંડળના પ્રમુખે કહ્યું- વારંવાર રજૂઆત છતાં કોઈ નેતાને ફેર પડતો નથી

Related Stories

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-08-15 at 3.00.51 PM
  • GUJARAT

વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.

Real August 15, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.