Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • July
  • બે માસૂમનાં મોતથી બે પરિવાર આઘાતમાં:સુરતમાં અઢી વર્ષના બાળકનું ઊલટી થતાં મોત, સાડાત્રણ વર્ષનું બાળક ઠંડું પડ્યું ને પ્રાણપંખેરું ઊડ્યું, બન્નેનાં માતા-પિતાએ એકના એક દીકરા ગુમાવ્યા
  • GUJARAT

બે માસૂમનાં મોતથી બે પરિવાર આઘાતમાં:સુરતમાં અઢી વર્ષના બાળકનું ઊલટી થતાં મોત, સાડાત્રણ વર્ષનું બાળક ઠંડું પડ્યું ને પ્રાણપંખેરું ઊડ્યું, બન્નેનાં માતા-પિતાએ એકના એક દીકરા ગુમાવ્યા

Real July 15, 2023
fc4oeyqd
Spread the love

સુરતમાં સાડાત્રણ વર્ષીય અને અઢી વર્ષીય બાળકનાં બીમારીને કારણે મોત થયાં હતાં. એક બાળક ઠંડું પડી ગયું હતું, જ્યારે બીજાને ઊલટીઓ થવા લાગી હતી. જેથી બંને બાળકોને પરિવારજનો સિવિલ હોસ્પિટલ લઈને દોડી ગયાં હતાં. જોકે રસ્તામાં જ તેમનું પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. બંને પરિવારના એકના એક દીકરા હોવાથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

અઢી વર્ષીય બાળકનું ઊલટી બાદ મોત
મળતી માહિતી પ્રમાણે, મૂળ બિહાર અને પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં રાજેશ શાહ છેલ્લાં 10 વર્ષથી પરિવાર સાથે રહે છે. ડાઇંગ મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં પત્ની, બે દીકરી અને નાનો દીકરો છે. રાત્રે દીકરાએ ઊલટી કરવાનું શરૂ કર્યું હતું.

હોસ્પિટલ જતાં રસ્તામાં જ બેભાન થઈ ગયો
પિતા રાજેશે જણાવ્યું હતું કે અઢી વર્ષીય લક્કી રાત્રે ઊલટીઓ કરવા લાગ્યો હતો. 4થી 5 વાર ઊલટી થઈ હતી. આ પહેલાં કંઈ જ ન હતું. અચાનક જ બીમાર પડી ગયો હતો. સવાર થતાં જ સિવિલ હોસ્પિટલ રવાના થયા હતા. જોકે રસ્તામાં જ બેભાન થઈ ગયો હતો. સિવિલ લાવ્યા તો તબીબે મૃત જાહેર કર્યો હતો. એકના એક દીકરાના મોતથી માતા અને પિતા બંને ભાંગી પડ્યાં હતાં.

સાડાત્રણ વર્ષીય બાળકના મોતથી પરિવાર શોકમાં
મૂળ બિહાર અને પાંડેસરા વિસ્તારમાં આવેલા ભક્તિનગરમાં સુનીલ કુમાર પરિવાર સાથે રહે છે. પરિવારમાં બે દીકરી અને એક દીકરો છે. સાડાત્રણ વર્ષીય દીકરો શત્રુઘ્નની કિડનીની બીમારીની સારવાર ચાલી રહી હતી. દરમિયાન આજ સવારે ઠંડો પડી ગયો હતો. જેથી સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા, જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. પરિવારનો એકનો એક દીકરો હોવાથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

પુત્રને ભેટીને માતા રડી પડી.
પુત્રને ભેટીને માતા રડી પડી.

હોસ્પિટલમાં કરુણ દૃશ્યો સર્જાયાં
લક્કી અને શત્રુઘ્નના મોતથી હોસ્પિટલમાં કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. કોઈના પિતા ખંભા પર દીકરાને લઈ જતા નજરે પડ્યા તો કોઈની માતા બેડ પર દીકરાના મૃતદેહ આગળ રડી રહી હતી. કોણ કોને સાંત્વના આપે એવી સ્થિતિ જોવા મળી હતી. માતા-પિતાના આક્રંદથી હોસ્પિટલમાં ગમગીની છવાઇ ગઈ હતી.

પિતા પુત્રને લઈ સિવિલ પહોંચ્યા, પણ ડોક્ટરે મૃત જાહેર કર્યું.
પિતા પુત્રને લઈ સિવિલ પહોંચ્યા, પણ ડોક્ટરે મૃત જાહેર કર્યું.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: મધ્યાહન ભોજન યોજના રામ ભરોસે!:ગુજરાતમાં 20 જિલ્લાની સ્કૂલો 1 મહિનાથી તેલ-દાળના જથ્થાથી વંચિત, કર્મચારીમંડળના પ્રમુખે કહ્યું- વારંવાર રજૂઆત છતાં કોઈ નેતાને ફેર પડતો નથી
Next: રીલ્સની ઘેલછામાં જીવને જોખમમાં મૂક્યો, LIVE:સુરતમાં યુવક 30 ફૂટ ઊંચી અને 1 ફૂટ પહોળી બ્રિજની પાળી પર કોઈ પણ આધાર વિના ચાલ્યો, પોલીસને પડકાર ફેંક્યો, વીડિયો વાયરલ સુરતએક કલાક પહેલા

Related Stories

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-08-15 at 3.00.51 PM
  • GUJARAT

વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.

Real August 15, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.